શેરબજારમાં રોકાણ દ્વારા કમાણીની લાલચ આપી જીએસટી જોઇન્ટ કમિશનર સાથે 1 કરોડની ઠગાઈ, વાંચો સમગ્ર મામલો

શેરબજારમાં રોકાણ દ્વારા કમાણીની લાલચ આપી જીએસટી જોઇન્ટ કમિશનર સાથે 1 કરોડની ઠગાઈ, વાંચો સમગ્ર મામલો

શેરબજારમાં રોકાણ દ્વારા કમાણીની લાલચ આપી જીએસટી જોઇન્ટ કમિશનર સાથે 1 કરોડની ઠગાઈ, વાંચો સમગ્ર મામલો

શેરબજારમાં રોકાણ માટે ટિપ્સ આપી અઢળક કમાણીની કરાવી આપવાની લાલચ આપી ભેજાબાજ સરકારી અધિકારીને 1 કાર્ડથી વધુનો ચૂનો ચોપડી ગયા હોવાની હકીકત સામે આવી છે. આ મામલે સરકારી અધિકારીએ પોલીસ ફરિયાદ કરી છે જે અંગે સૂત્રોએ તપાસ શરૂ કરી છે.

1 કરોડ રૂપિયાની છેતરપિંડી

રાજસ્થાનના ફલોદીમાં ફરજ બજાવતા જીએસટી જોઇન્ટ કમિશનર રવિન્દ્રપાલ સિંહ મંડા સાથે શેરબજારમાં રોકાણના નામે રૂપિયા 1 કરોડથી વધુની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. જોઈન્ટ કમિશનર રવિન્દ્રપાલ સિંહે શેરબજારમાં રોકાણ માટે ટિપ્સ આપતી કંપનીમાં રોકાણ કર્યું હતું. તેઓ એક મહિનામાં થોડા પૈસાની કમાણી બાદ તેમને ખબર પડી કે છેતરપિંડી થઈ રહી છે. જે બાદ તેણે રતનદા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી.

ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ દ્વારા ઠગાઈ

પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેને 5 ડિસેમ્બરે વોટ્સએપ પર એક મેસેજ મળ્યો હતો. આ મેસેજમાં  લખ્યું હતું કે તેઓ શેર માર્કેટમાં રોકાણ માટે માર્ગદર્શન આપે છે. અમારી ટીમના અર્જુન શર્મા અને સમીર મલ્હોત્રા તમને મદદ કરશે. આ પછી તેણે કુર્તો ફંડ નામની કંપનીમાં સંસ્થાકીય ખાતું ખોલાવ્યું. જે સંપૂર્ણપણે ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ છે તેના પર શેરનું ટ્રેડિંગ થાય છે.

GST જોઈન્ટ કમિશનર સાથે  છેતરપિંડી

ખાતું ખોલાવ્યા બાદ રવીન્દ્ર પાલને અર્જુન અને સમીરના નંબર પરથી મેસેજ આવવા લાગ્યા હતા. આરોપીની સૂચના પર તેણે 14 ડિસેમ્બરથી 20 જાન્યુઆરી સુધીમાં 1 કરોડ 7 લાખ 55 હજાર રૂપિયા અલગ-અલગ બેંક ખાતામાં જમા કરાવ્યા પરંતુ તેમને કોઈ લાભ મળ્યો નથી.

પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી

જ્યારે રવિન્દ્ર પાલે આ અંગે અર્જુન શર્મા અને સમીર મલ્હોત્રાનો સંપર્ક કર્યો હતો. પરંતુ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. આ પછી તેણે રતનદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અર્જુન અને સમીર સામે છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો. જોઇન્ટ રવિન્દ્રપાલ સિંહ માંડાની પત્ની રાજસ્થાન પોલીસમાં પોલીસ સ્ટેશન ઓફિસર છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. અધિકારીનો વિશ્વાસ જીતી બાદમાં ઠગાઈ કરાઈ હતી.

આ પણ વાંચો : Budget 2024: બ્રીફકેસ, બેગ અને ખાતાવહીનો રંગ લાલ કેમ રાખવામાં આવ્યો? શું તમારા મનમાં ક્યારેય આ પ્રશ્ન આવ્યો છે!

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Related post

WPL 2024ની ધમાકેદાર શરૂઆત, ભારે રોમાંચક મેચમાં મુંબઈએ દિલ્હીને અંતિમ બોલ પર હરાવ્યું

WPL 2024ની ધમાકેદાર શરૂઆત, ભારે રોમાંચક મેચમાં મુંબઈએ દિલ્હીને…

WPL 2024ની આનથી વધુ સારી શરૂઆત બીજી ના હોય શકે. પહેલી જ મેચમાં મુકાબલો અંતિમ બોલ સીધું પહોંચ્યો અને અંતિમ બોલ…
રાજકોટ: રાજ્યની સૌપ્રથમ AIIMSમાં 26મીએ IPD સેવાનો થશે પ્રારંભ, પીએમ મોદી 250 બેડની IPD હોસ્પિટલનું કરશે લોકાર્પણ

રાજકોટ: રાજ્યની સૌપ્રથમ AIIMSમાં 26મીએ IPD સેવાનો થશે પ્રારંભ,…

રાજ્યની પ્રથમ AIIMS રાજકોટમાં નિર્માણ પામી રહી છે. જેમાં બે વર્ષથી કાર્યરત OPD સેવા બાદ હવે IPD સેવા પણ આગામી 26…
5 રાજ્યમાં તાબડતોબ ગઠબંધન માટે કોંગ્રેસ અને અન્ય દળો આ 4 કારણોથી થયા મજબુર- ચાર મુુદ્દામાં સમજીએ સમીકરણ

5 રાજ્યમાં તાબડતોબ ગઠબંધન માટે કોંગ્રેસ અને અન્ય દળો…

કોંગ્રેસ માટે આ સપ્તાહ સારુ રહ્યુ તેવુ કહીએ તો કંઈ ખોટુ નથી. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ 17 બેઠકો કોંગ્રેસને આપી ગઠબંધન કરવા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *