શાંતિ બિઝનેસ સ્કૂલ ખાતે PGDM ના વિદ્યાર્થીઓ માટે 12મો દીક્ષાંત સમારોહ યોજાયો

શાંતિ બિઝનેસ સ્કૂલ ખાતે PGDM ના વિદ્યાર્થીઓ માટે 12મો દીક્ષાંત સમારોહ યોજાયો

શાંતિ બિઝનેસ સ્કૂલ ખાતે PGDM ના વિદ્યાર્થીઓ માટે 12મો દીક્ષાંત સમારોહ યોજાયો

શાંતિ બિઝનેસ સ્કૂલ ખાતે PGDM ના વિદ્યાર્થીઓ માટે 12મો દીક્ષાંત સમારોહ યોજાયો. જેમાં ઉજવણીની શરૂઆત એકેડેમિક પ્રસેશન સાથે થઈ હતી. સંગીતના સથવારે  સ્નાતકોને કાર્યક્ર્મ સ્થળ પર લઈ જવામાં આવ્યા હતા. મહાનુભાવો દ્વારા પરંપરાગત દીપ પ્રાગટ્ય પછી મુખ્ય મહેમાન આદિત્ય કંથીનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું.

ચિરીપાલ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી વિશાલ ચિરીપાલે દીક્ષાંત સમારોહની અધ્યક્ષતા કરી હતી. ડૉ. નેહા શર્મા, ડાયરેક્ટર ‘એસબીએસ’એ તમામ મહાનુભાવો, આમંત્રિતો, વાલીઓ, ફેકલ્ટી અને સ્નાતકોનું સ્વાગત કર્યું. ડૉ. નેહા શર્માએ કહ્યું કે “દીક્ષાંત સમારોહ એ પ્રગતિ, પરિવર્તન અને પરિપૂર્ણતાનું પ્રતીક છે. તે એક નવી સફરની શરૂઆત છે.

આદિત્ય કંથી મુખ્ય અતિથિ તરીકે હજાર રહ્યા હતા તેમણે તેમના સંબોધનમાં પાવર ઓફ બીગ ડ્રીમ અને એમ્બિશનની શક્તિનું મહત્વ સમજાવ્યું. તેમણે વિદ્યાર્થીઓને સલાહ આપી કે તેઓ જે પ્રકારનું કામ કરવા માગે છે તેને સમજવા પર ધ્યાન કેન્દ્રિત કરે, વધુમાં તેમણે કહ્યું કે “ટેકિંગ ચાર્જ, અકાઉન્ટબિલિટી અને ઓનરશીપ ઓફ વર્ક” એ સફળતાનો મહામંત્ર છે.

એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર કે.જી.કે. પિલ્લઈએ પીજીડિપ્લોમાથી નવાજવામાં આવેલા સ્નાતકોના નામ એનાઉન્સ કર્યા. ક્લાસ 2021-23ના ટોપરને આપવામાં આવેલ ઓવરઓલ એકેડેમિક એક્સેલન્સ એવોર્ડ “અમીષા જૈન”ને આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : થનગનાટ 2023 : આહીર સમાજ દ્વારા રાસોસત્વ કાર્યક્રમ યોજાયો, ભાઈઓ અને બહેનો ભાતીગળ અને પારંપારિક પહેરવેશમાં જોવા મળ્યા

હ્યુમન રિસોર્સિસ, ઇન્ટરનેશનલ બિઝનેસ, માર્કેટિંગ, ફાઇનાન્સ, ડેટા સાયન્સ, સપ્લાય ચેઇન મેનેજમેન્ટના ટોપર્સ તરીકે મેરિટોરીયસ એવોર્ડ મેળવનાર લોકોની વાત કરવામાં આવે તો રુચિ કુમારી, હર્ષિતા રામચંદાની, તસ્નીમ અખ્તર, પંડ્યા દેવી ધ્રુવ, નીતુ સિંહ રાજપૂત, સૈજલ શ્રીવાસ્તવ અને ખેરા પ્રીતસિંહ હરવિંદરસિંહ હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

પડતર માગણીઓને લઈ વેરા વિભાગના કર્મચારીઓ લડી લેવાના મુડમાં, જુઓ વીડિયો

પડતર માગણીઓને લઈ વેરા વિભાગના કર્મચારીઓ લડી લેવાના મુડમાં,…

રાજ્ય વેરા વિભાગના કર્મચારીઓ લડી લેવાના મુડમાં છે. અન્ય કેડરના અધિકારીઓને જીએસટી વિભાગમાં નિમણૂક આપવા મુદ્દે વેરા વિભાગના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો.…
ખેડૂતો માટે સારા સમાચાર, મહિન્દ્રા લાવ્યું CNG ટ્રેક્ટર, જાણો ડીઝલ ટ્રેક્ટરની સરખામણીમાં કેટલું પાવરફુલ

ખેડૂતો માટે સારા સમાચાર, મહિન્દ્રા લાવ્યું CNG ટ્રેક્ટર, જાણો…

દેશની અગ્રણી ટ્રેક્ટર બ્રાન્ડ મહિન્દ્રા ટ્રેક્ટર્સના મોટાભાગના ટ્રેક્ટર ડીઝલ ઇંધણથી ચાલે છે. કંપનીના જણાવ્યા અનુસાર, ખેડૂતોને CNG ઇંધણ પર ટ્રેક્ટર ચલાવવાથી…
પેન્શનરો આ કામ તાત્કાલિક પતાવી દો, નહીં તો નહીં મળે પેન્શન, માત્ર એક જ દિવસ બાકી

પેન્શનરો આ કામ તાત્કાલિક પતાવી દો, નહીં તો નહીં…

નિવૃત્ત લોકો માટે પેન્શન તેમના જીવનની કરોડરજ્જુ સમાન છે. નિવૃત્તિ પછી આરામદાયક જીવન જીવવા માટે તેમના માટે આ આવકનો એક માત્ર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *