
શમી-સિરાજ પર સવાલ ઉઠાવનાર પાકિસ્તાની ક્રિકેટરની વસીમ અકરમે જોરદાર ઝાટકણી કાઢી
- GujaratOthers
- November 4, 2023
- No Comment
- 8

વર્લ્ડ કપ 2023માં ભારતીય બોલરોના શાનદાર પ્રદર્શનને પાકિસ્તાનના કેટલાક લોકો પચાવી શક્યા નથી. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર હસન રઝા શ્રીલંકા સામે શમી અને સિરાજની ઘાતક બોલિંગ જોઈ ચોંકી ગયો છે. મુંબઈમાં શમીએ 5 અને સિરાજે 3 વિકેટ ઝડપી હતી. બંનેની જબરદસ્ત બોલિંગ બાદ રઝાએ બોલની તપાસ કરવાની માંગ કરી હતી.
પૂર્વ ક્રિકેટર હસન રઝાનું વિવાદિત નિવેદન
હસન રઝાએ પાકિસ્તાની એક ન્યૂઝ ચેનલ પર કહ્યું કે સિરાજ અને શમીને આપવામાં આવેલા બોલની આઈસીસીએ તપાસ કરવી જોઈએ. આ બે બોલર એલન ડોનાલ્ડ અને એનટીની જેવા ખતરનાક બની ગયા છે. રઝાએ કહ્યું કે જ્યારે ભારતીય ઈનિંગ્સ રમાય છે ત્યારે એવું લાગે છે કે બેટિંગ પિચ છે, પરંતુ જ્યારે શમી-સિરાજ બોલિંગ કરે છે ત્યારે બોલિંગ પિચ બની જાય છે.
પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડીઓએ ઝાટકણી કાઢી
હસન રઝાના નિવેદનને બાદ પાકિસ્તાનના જ દિગ્ગજ ક્રિકેટરોએ રઝાની ઝાટકણી કાઢી હતી. વસીમ અકરમ અને રાશિદ લતીફ જેવા પૂર્વ ક્રિકેટરોએ રઝા પર નિશાન સાધ્યું છે. વસીમ અકરમે કહ્યું કે આ મજાક જેવું લાગે છે. તમારે તમારું અપમાન કરવું છે તો કરો, અમારું અપમાન ના કરો. આ બહુ નાની વાત છે. અમ્પાયર મેચ પહેલા આવે છે. તેની પાસે 12 બોલનું બોક્સ છે. બોલિંગ કરતી ટીમ પહેલા બે બોલ પસંદ કરે છે અને આઠ બોલ બીજા ડ્રેસિંગ રૂમમાં લઈ જાય છે. બેટિંગ ટીમ પણ બે બોલ પસંદ કરે છે.
Mohammad Shami Wrist position and ball release is very accurate that’s why he is best seam bowler right now , nothing to do with different balls all depends on Skills. Same method apply on Swing deliveries . pic.twitter.com/i1Mu3CHIlj
— Rashid Latif | (@iRashidLatif68) November 3, 2023
ભારતીય બોલરોની પ્રશંસા થવી જોઈએ
વસીમ અકરમે કહ્યું હતું કે, ભારતીય બોલરોની પ્રશંસા થવી જોઈએ. તેમણે પોતાની બોલિંગ પર ખૂબ સારું કામ કર્યું છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ વિકેટકીપર રાશિદ લતીફે સોશિયલ મીડીયા પર મોહમ્મદ શમીની બોલિંગનો એક વીડિયો શેર કર્યો અને લખ્યું, મોહમ્મદ શમીની કાંડાની સ્થિતિ અને બોલ રિલીઝ ખૂબ જ ચોક્કસ છે, જેના કારણે તે આ સમયે શ્રેષ્ઠ સીમ બોલર છે.
આ પણ વાંચો : ગુજ્જુ ઓલરાઉન્ડર અક્ષર પટેલ સાથે તિરુપતિ પહોંચ્યો રિષભ પંત, વીડિયો થયો વાયરલ