વેદાંતાના રોકાણકારો માટે ખુશખબર : કંપનીના બોર્ડે રૂપિયા 11 ડિવિડન્ડને મંજૂરી આપી, જાણો રેકોર્ડ ડેટ સહિતની વિગતવાર માહિતી

વેદાંતાના રોકાણકારો માટે ખુશખબર : કંપનીના બોર્ડે રૂપિયા 11 ડિવિડન્ડને મંજૂરી આપી, જાણો રેકોર્ડ ડેટ સહિતની વિગતવાર માહિતી

વેદાંતાના રોકાણકારો માટે ખુશખબર : કંપનીના બોર્ડે રૂપિયા 11 ડિવિડન્ડને મંજૂરી આપી, જાણો રેકોર્ડ ડેટ સહિતની વિગતવાર માહિતી

મેટલ સેક્ટરની દિગ્ગજ કંપની વેદાંતાના રોકાણકારો માટે ખુશખબર આવી છે. ગુરુવારે મળેલી કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં રોકાણકારો માટે પ્રથમ વચગાળાના ડિવિડન્ડને મંજૂરી આપવામાં આવી છે. બોર્ડે શેર દીઠ 1 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા શેર માટે 11 રૂપિયા પ્રતિ શેરનું ડિવિડન્ડ જાહેર કર્યું છે.

એક્સચેન્જ ફાઈલિંગમાં કંપનીએ કહ્યું કે રોકાણકારોને આપવામાં આવેલા આ ડિવિડન્ડથી કંપનીને રૂ. 4,089 કરોડનો ખર્ચ થશે. વેદાંતાએ જણાવ્યું હતું કે રોકાણકારો માટે ડિવિડન્ડની રેકોર્ડ ડેટ 25 મે 2024 છે.

વેદાંતાની ડિવિડન્ડ યીલ્ડ 6.81 ટકા છે.

નાણાકીય વર્ષ 2024-25 માટે વેદાંતનું આ પ્રથમ વચગાળાનું ડિવિડન્ડ છે. કંપની ડિવિડન્ડ તરીકે રૂપિયા 4,089 કરોડની રકમ ચૂકવશે. કંપનીએ ડિવિડન્ડ પેમેન્ટ માટે 25 મેની રેકોર્ડ ડેટ નક્કી કરી છે.

કંપનીના બોર્ડે સાઉદી અરેબિયામાં સતત કાસ્ટ કોપર રોડ પ્લાન્ટ સ્થાપવાની પણ મંજૂરી આપી છે. વેદાંત કોપર ઇન્ટરનેશનલ VCI કંપની લિમિટેડમાં રોકાણ 125 KTPA ની અંદાજિત ક્ષમતા સાથે અત્યાધુનિક કોપર રોડ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપશે. આ કંપનીએ જણાવ્યું હતું કે તે નવી ભૌગોલિક પરિસ્થિતિઓમાં વૃદ્ધિની વધુ તકો શોધવામાં મદદ કરશે. રોકાણ પછી VCI વેદાંતની સીધી સંપૂર્ણ માલિકીની પેટાકંપની બનશે તેમ કંપનીએ ગુરુવારે એક ફાઇલિંગમાં જણાવ્યું હતું.

ડિવિડન્ડની જાહેરાત બાદ શેરમાં તેજી આવી

બજાર બંધ થયા બાદ વેદાંતનું ફાઇલિંગ કરવામાં આવ્યું હતું. અગાઉ ગુરુવારે વેદાંતનો શેર NSE પર રૂપિયા 433.60 પર બંધ થયો હતો જે બુધવારના બંધ ભાવ કરતાં રૂપિયા 3.80 અથવા 0.87% ઓછો હતો. આજે 17 મેં 2024 ના રોજ બપોરે 12.52 વાગે શેર 8.75 રૂપિયા અથવા

કંપનીના ત્રિમાસિક પરિણામો કેવા રહ્યા હતા ?

તમને જણાવી દઈએ કે વેદાંતાએ 25 એપ્રિલે અપેક્ષા કરતા નબળા ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા હતા. એક્સચેન્જ ફાઇલિંગમાં વેદાંતે જણાવ્યું હતું કે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન તેનો નફો રૂ. 1,369 કરોડ હતો, જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ. 1,369 કરોડ હતો. જ્યારે અંદાજ 2036 કરોડ રૂપિયા હતો. માર્ચ ક્વાર્ટરમાં કોન્સોની આવક રૂ. 35,509 કરોડ હતી, જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ. 37,930 કરોડ હતી.

ઓપરેટિંગ પ્રોફિટમાં ઘટાડો

માર્કેટને આપવામાં આવેલી માહિતીમાં કંપનીએ કહ્યું કે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન વર્કિંગ પ્રોફિટ એટલે કે EBITDA 9459 કરોડ રૂપિયાથી ઘટીને 8768 કરોડ રૂપિયા થઈ ગયો છે. આ સમયગાળા દરમિયાન માર્જિન પણ 24.9% થી ઘટીને 24.7% થઈ ગયું છે.

ડિસ્ક્લેમર : શેરબજારમાં પૂરતી જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

Related post

આ સોલર કંપનીએ 2 વાર આપ્યા બોનસ શેર, રોકાણકારોને માત્ર 3 વર્ષમાં બનાવ્યા કરોડપતિ

આ સોલર કંપનીએ 2 વાર આપ્યા બોનસ શેર, રોકાણકારોને…

સોલર કંપનીના શેર માત્ર 3 વર્ષમાં 18 રૂપિયાથી વધીને 1800 રૂપિયા થઈ ગયો છે. KPI ગ્રીન એનર્જી શેરોએ છેલ્લા ત્રણ વર્ષમાં…
T20 World Cup: સુપર-8માં ટીમ ઈન્ડિયા ક્યારે અને કોની સામે ટકરાશે, વરસાદ થશે તો શું થશે? જાણો A ટુ Z વિગતો

T20 World Cup: સુપર-8માં ટીમ ઈન્ડિયા ક્યારે અને કોની…

હવે T20 વર્લ્ડ કપ 2024ના ગ્રુપ સ્ટેજમાં માત્ર 5 મેચ બાકી છે, જે 17 જૂને વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ…
Health Tip: શું તમારું શુગર લેવલ પણ થઈ ગયું છે હાઈ? આ સંકેતોને ક્યારેય અવગણશો નહીં, જાણો

Health Tip: શું તમારું શુગર લેવલ પણ થઈ ગયું…

જો હાઈ બ્લડ શુગર લેવલને સમયસર ઓળખવામાં ન આવે તો તમારા સ્વાસ્થ્યને ખરાબ રીતે નુકસાન થઈ શકે છે. શું તમે હજુ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *