
વીડિયો: ચા બનાવવા જતા ગેસ સિલિન્ડરમાં થયો બ્લાસ્ટ, ઘટના સીસીટીવીમાં થઈ કેદ
- GujaratOthers
- November 2, 2023
- No Comment
- 9
બોટાદ શહેરના નાગજી પરા વિસ્તારમાં 01 નવેમ્બરના રોજ સવારે બ્લાસ્ટ થયો હતો, આ બ્લાસ્ટમાં એક 70 વર્ષના દાદી ઈજાગ્રસ્ત થયા હતા, વહેલી સવારે માજી જ્યારે ચા બનાવવા માટે રસોડામાં ગયા ત્યારે ગેસ સિલિન્ડમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં દાદીને ગંભીર ઈજાઓ થતા તેમને પહેલા બોટાદ અને બાદમાં અમદાવાદ સારવાર માટે ખસેડ્યા હતા.
બોટાદ શહેરના નાગજી પરા વિસ્તારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની હતી, મળતી માહિતી મુજબ આ ઘટનામાં 70 વર્ષના દાદી ઈજાગ્રસ્ત થયા હતા. જો કે આ ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. મકાન લખમણભાઈ માણીયાનું હતું જેમાં સિલિન્ડમાં બ્લાસ્ટ થયો હતો. 70 વર્ષના વિજુબેન માણીયા વહેલી સવારે રસોડામાં ચા બનાવવા માટે ગયા હતા. તે દરમિયાન સિલિન્ડસમાાં બ્લાસ્ટ થયો હતો.
મહત્વનું છે કે સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને દાદીને ગંભીર ઈજાઓ થઈ હતી.
આ પણ વાંચો: વીડિયો: બોટાદ આરટીઓ દ્વારા વાહન ચાલકોને નોટીસ, 1 કરોડથી વધારેની ટેક્સની રકમ બાકી
બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
(Input Credit: Brijesh Sakariya)