
વિશ્વકપ ફાઈનલમાં મેદાનમાં ઘુસી જનાર પેલેસ્ટાઈન સમર્થક યુવકને ક્રાઈમ બ્રાંચ લઈ જવાયો
- GujaratOthers
- November 20, 2023
- No Comment
- 11
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વ કપ ફાઈનલ મેચ રમાવા દરમિયાન ચૂસ્ત પોલીસ બંદોબસ્ત અમદાવાદ પોલીસ દ્વારા ગોઠવવામાં આવ્યો હતો. ફાઈનલ મેચને લઈ સવા લાખ પ્રેક્ષકો પહોંચવાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના વીવીઆઈપી મહેમાનો સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેતા કિલ્લે બંધી જેવી સુરક્ષા વ્યવસ્થા સ્ટેડિમની અંદર અને બહાર ગોઠવવામાં આવી હતી.
આ પણ વાંચોઃ પોસ્ટમોર્ટમ કેમ કરવામાં આવે છે? ડેડ બોડી સાથે શું શું કરવામાં આવે છે, જાણો
આમ છતાં એક ઓસ્ટ્રેલિયન યુવક ભારતીય ટીમની બેટિંગ ઈનીંગ દરમિયાન દોડતો મેદાન પર પહોંચી ગયો હતો. જોકે બાદમાં સિક્યુરિટી જવાનોએ તેને પકડી લીધો હતો અને ચાંદખેડા પોલીસ મથકે લઈ જવાયો હતો. યુવકને હવે વધુ પૂછપરછ માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે લઈ જવામાં આવ્યો છે. યુવકે પેલેસ્ટાઈનના સમર્થનમાં દેખાવ મેચ દરમિયાન કર્યો હતો. યુવકને લઈ હવે તપાસ તેજ કરવામાં આવી છે અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ તેની પૂછપરછ કરીને તેના હેતુ અને તેની પાછળ કોઈ છે કે કેમ તેવા તમામ સવાલોને લઈ તપાસ શરુ કરી છે.