વિદેશમાં છવાયું આ સ્કૂટર, હવે ભારતમાં કરશે એન્ટ્રી, એક્ટિવા કરતાં પણ હશે વધુ પાવરફુલ!

વિદેશમાં છવાયું આ સ્કૂટર, હવે ભારતમાં કરશે એન્ટ્રી, એક્ટિવા કરતાં પણ હશે વધુ પાવરફુલ!

વિદેશમાં છવાયું આ સ્કૂટર, હવે ભારતમાં કરશે એન્ટ્રી, એક્ટિવા કરતાં પણ હશે વધુ પાવરફુલ!

અગ્રણી ટુ-વ્હીલર કંપની હોન્ડાએ તાજેતરમાં ભારતમાં ચાર મોટી બાઇકની ડિઝાઇન પેટન્ટ કરાવી છે. આ લિસ્ટમાં એક પાવરફુલ સ્કૂટરનું નામ પણ જોડાઈ ગયું છે. જાપાની કંપનીએ Stylo 160 સ્કૂટરની ડિઝાઇનની પેટન્ટ પણ કરાવી છે. ખાસ વાત એ છે કે Stylo 160 સ્કૂટર Honda Activa કરતા વધુ પાવરફુલ હશે. હાલમાં તે ઈન્ડોનેશિયામાં વેચાય છે, પરંતુ હવે આ સ્કૂટર ભારતમાં પણ જોવા મળશે.

જ્યારે ભારતમાં લોન્ચ કરવામાં આવશે ત્યારે Honda Stylo 160 ની સ્પાર્ધા Yamaha Aerox 155 અને આગામી Hero Xoom 160 જેવા શક્તિશાળી સ્કૂટર્સ સાથે થશે. આ સ્કૂટર માત્ર ઈન્ડોનેશિયામાં વેચાય છે. તે આ વર્ષની શરૂઆતમાં ત્યાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સ્કૂટરને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે દરેક વયના ગ્રાહકો તેને પસંદ કરી શકે.

Honda Stylo 160 ના ફીચર્સ

Honda Stylo 160 ના ફીચર્સ પર નજર કરીએ તો તેની બોડી થોડી કર્વી છે. અંડાકાર આકારની હેડલેમ્પ સ્કૂટરને શાનદાર લુક આપે છે. આ ઉપરાંત મોટી સિંગલ-પીસ સીટ અને મજબૂત ગ્રેબ રેલ સાથે બોલ્ડ અને સર્કલ ડિઝાઇન લાઇન છે. તેની આકર્ષક ડિઝાઇનને વધુ સારો દેખાવ આપવા માટે સંપૂર્ણ એલઇડી લાઇટિંગ, ડિજિટલ કન્સોલ, કીલેસ સ્ટાર્ટ સિસ્ટમ અને યુએસબી ચાર્જર છે.

Honda Stylo 160 નું એન્જિન

Styloને પાવર આપવા માટે 156.9 cc, સિંગલ-સિલિન્ડર લિક્વિડ-કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે. તે લગભગ 16 bhp અને 15 Nm ટોર્ક જનરેટ કરે છે અને CVT સિસ્ટમ સાથે આવે છે. તેમાં 12-ઇંચના એલોય વ્હીલ્સ છે જે ટેલિસ્કોપિક ફોર્ક અને મોનોશોક સાથે આવે છે.

હાઇ-સ્પેક વેરિઅન્ટ્સ પર બ્રેકિંગ સેટઅપમાં સિંગલ-ચેનલ ABS સાથે બંને છેડે સિંગલ ડિસ્કનો સમાવેશ થાય છે. તે CBS સાથે ખૂબ સસ્તા વર્ઝનમાં પણ ઉપલબ્ધ છે. Stylo 160નું વજન 118 kg છે.

હોન્ડા એક્ટિવા કરતાં વધુ પાવરફુલ

સ્કૂટર સેગમેન્ટમાં હોન્ડા ભારતમાં મોટું નામ છે. હોન્ડા એક્ટિવા તેનું સૌથી લોકપ્રિય સ્કૂટર છે. જો કે, કદના સંદર્ભમાં Stylo 160 Honda Activa કરતાં લાંબુ અને પહોળું હોઈ શકે છે. એક્ટિવા 124 cc સુધીના એન્જિન સાથે આવે છે, પરંતુ Styloને 156.9 cc એન્જિન સાથે આવશે. હાલમાં હોન્ડાએ Stylo 160 ના લોન્ચિંગની વિગતો શેર કરી નથી, આ માટે આપણે થોડો સમય રાહ જોવી પડશે.

આ પણ વાંચો 75 કિમીની રેન્જ, 2 કલાકમાં થશે ચાર્જ…TVS એ લોન્ચ કર્યું નવું ઈલેક્ટ્રિક સ્કૂટર

Related post

આ સોલર કંપનીએ 2 વાર આપ્યા બોનસ શેર, રોકાણકારોને માત્ર 3 વર્ષમાં બનાવ્યા કરોડપતિ

આ સોલર કંપનીએ 2 વાર આપ્યા બોનસ શેર, રોકાણકારોને…

સોલર કંપનીના શેર માત્ર 3 વર્ષમાં 18 રૂપિયાથી વધીને 1800 રૂપિયા થઈ ગયો છે. KPI ગ્રીન એનર્જી શેરોએ છેલ્લા ત્રણ વર્ષમાં…
T20 World Cup: સુપર-8માં ટીમ ઈન્ડિયા ક્યારે અને કોની સામે ટકરાશે, વરસાદ થશે તો શું થશે? જાણો A ટુ Z વિગતો

T20 World Cup: સુપર-8માં ટીમ ઈન્ડિયા ક્યારે અને કોની…

હવે T20 વર્લ્ડ કપ 2024ના ગ્રુપ સ્ટેજમાં માત્ર 5 મેચ બાકી છે, જે 17 જૂને વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ…
Health Tip: શું તમારું શુગર લેવલ પણ થઈ ગયું છે હાઈ? આ સંકેતોને ક્યારેય અવગણશો નહીં, જાણો

Health Tip: શું તમારું શુગર લેવલ પણ થઈ ગયું…

જો હાઈ બ્લડ શુગર લેવલને સમયસર ઓળખવામાં ન આવે તો તમારા સ્વાસ્થ્યને ખરાબ રીતે નુકસાન થઈ શકે છે. શું તમે હજુ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *