
વર્લ્ડ ટેલિવિઝન દિવસ પર સુરતના યુવાનનો અનોખો ટીવી પ્રેમ, 1960થી 1990ના યુનિક ટીવી સંગ્રહ કર્યા, જુઓ ફોટો
- GujaratOthers
- November 21, 2023
- No Comment
- 9
આજે એટલે કે 21 નવેમ્બરે વર્લ્ડ ટેલિવિઝન દિવસ છે, ત્યારે સુરતના ધવલ ભંડારી કે જેઓ ટીવી સંગ્રહનો અનોખો શોખ ધરોવે છે.
ધવલ ભંડારી ઉધના દરવાજા વિસ્તારમાં સવારથી બપોર સુધી ફાસ્ટ ફૂડની લારી ચલાવે છે અને ત્યાર બાદ યુનિક રેડિયો અને ટીવીની શોધમાં નીકળી પડે છે.
ધવલ ભંડારીએ 1960થી 1990 સુધીના નાના-મોટા અનેક ટીવી સંગ્રહ કર્યા છે. જેમાં મેડ ઇન જાપાન અને મેડ ઈન ઈટલીના 19 જેટલા ટીવી સંગ્રહ છે.
પોકેટ ટીવી, પોર્ટેબલ ટીવી, થ્રી એન્ડ વન બ્લેક એન્ડ વાઈટ ટીવી, કોકો કોલા એડિસન કલર ટીવી, સીડી પ્લેયર વિથ રેડીયો બ્લેક એન્ડ વાઈટ ટીવી સહિત વિવિધ પ્રકારના ટીવીનો સંગ્રહ કર્યો છે.
આ ઉપરાંત ધવલ ભંડારીને વિવિધ પ્રકારના રેડિયો અને યુનિક રમકડા સંગ્રહ કરવાનો પણ ખૂબ શોખ છે.