વર્લ્ડ કપની ફાઈનલ પર શરૂ થઈ રાજનીતિ, સંજય રાઉતે કહ્યુ નરેન્દ્ર મોદી સ્ટેડિયમના બદલે વાનખેડેમાં રમાતી તો જીતી જતા !

વર્લ્ડ કપની ફાઈનલ પર શરૂ થઈ રાજનીતિ, સંજય રાઉતે કહ્યુ નરેન્દ્ર મોદી સ્ટેડિયમના બદલે વાનખેડેમાં રમાતી તો જીતી જતા !

વર્લ્ડ કપની ફાઈનલ પર શરૂ થઈ રાજનીતિ, સંજય રાઉતે કહ્યુ નરેન્દ્ર મોદી સ્ટેડિયમના બદલે વાનખેડેમાં રમાતી તો જીતી જતા !

ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે કરારી હારનો સામનો કરવો પડ્યો છે. હવે આ હારને લઈને પણ રાજનીતિ શરૂ થઈ ગઈ છે. શિવસેના (ઉદ્ધવ જૂથ)ના સાંસદ સંજય રાઉતનું કહેવુ છે કે જો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બદલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયો હોત તો ટીમ ઈન્ડિયા એ મેચ જીતી જાત.

સાંસદ સંજય રાઉતે જણાવ્યુ કે આમ તો તેમને ક્રિકેટ અંગે વધુ જાણકારી તો નથી. પરંતુ એટલુ સમજે છે કે ફાઈનલ મેચ જો દિલ્હી કે મુંબઈમાં રમાઈ હોત તો ભારત જીત્યુ હોત. તેમણે આરોપ લગાવ્યો કે આ વખતે ક્રિકેટમાં એક રાજ્યની રાજકીય લોબીની એન્ટ્રી થઈ ગઈ છે. તેમણે ત્યાં સુધી કહ્યુ કે મેચ ભારત vs ઓસ્ટ્રેલિયા નહીં પરંતુ ભાજપ vs ઓસ્ટ્રેલિયા હતી.

ક્રિકેટ હવે રાજકીય ઈવેન્ટ બની ગઈ

મીડિયા સાથેની વાતચીતમાં રાઉતે ફાઈનલ મુકાબલાને ભાજપની રાજકીય ઈવેન્ટ ગણાવી દીધી. તેમણે કહ્યુ કાલ સુધી જે ક્રિકેટ માત્ર એક રમત હતી, જેમા સમગ્ર દેશવાસીઓ સામેલ હતા, આજે તેમા ભાજપની એન્ટ્રી થઈ ગઈ છે. જેના કારણે આ રમત હવે રમત નહીં પરંતુ રાજકીય ઈવેન્ટ બની ગઈ છે. તેમણે કહ્યુ કે જ્યારથી દેશમાં મોદી સરકાર આવી છે દરેક ચીજને રાજકીય ઈવેન્ટ બનાવવામા આવી રહી છે.

આ પણ વાંચો: રાજકોટ મનપા અને પોલીસ આમને-સામને, સરકારી કાર્યક્રમમાં જ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાતા વિવાદ

કપિલ દેવ ને ન બોલાવવા અંગે દર્શાવી નારાજગી

આ સાથે જ સાંસદ સંજય રાઉતે વર્લ્ડ કપની મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવને ન બોલાવવા અંગે પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યુ મેચ જોવા માટે નેતાઓ અને અભિનેતાઓને બોલાવવામાં આવ્યા પરંતુ દેશને જેમણે સૌપ્રથમ વિશ્વકપ અપાવ્યો તેમને આમંત્રિત ન કરાયા. તેમણે કહ્યુ કે જો કપિલ દેવ સ્ટેડિયમમાં હોત તો રાજકીય નેતાઓની પ્રસિદ્ધિ પર ગ્રહણ લાગી જાત. સંજય રાઉત આટલેથી ન અટક્યા. તેમણે કહ્યુ ભાજપ કોર્પોરેટ કંપનીને પણ તેના કબ્જામાં લેવાની યોજના બનાવી રહી છે.

Related post

નર્મદા : કમોસમી વરસાદ બાદ ખેતીના નુકસાનને ઘટાડવા ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ

નર્મદા : કમોસમી વરસાદ બાદ ખેતીના નુકસાનને ઘટાડવા ખેતીવાડી…

રાજયમાં 25 અને 26 નવેમ્બર 2023 દરમિયાન પશ્ચિમની વિક્ષોભ તથા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરરૂપે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં મધ્યમથી ભારે કમોસમી વરસાદ…
આ ખેલાડીઓ 9 હજારનું હેલ્મેટ પહેરી મેદાનમાં રમે છે, વિદેશી ખેલાડીઓ પણ છે સામેલ

આ ખેલાડીઓ 9 હજારનું હેલ્મેટ પહેરી મેદાનમાં રમે છે,…

તમે જોતા હશો કે જ્યારે ખેલાડી મેચ રમે છે ત્યારે ક્રિકેટ હેલ્મેટ પહેરેલું હોય છે. તમે એવો પણ વિચાર કરશો કે,…
તુર્કીએ-અઝરબૈજાનમાં ચાલશે ભારતનો જાદુ, લોકો ખાશે ‘ભારતીય’ પિઝા

તુર્કીએ-અઝરબૈજાનમાં ચાલશે ભારતનો જાદુ, લોકો ખાશે ‘ભારતીય’ પિઝા

હવે ભારત તુર્કી, અઝરબૈજાન અને જ્યોર્જિયા જેવા દેશોમાં પોતાનો ધ્વજ નવેસરથી ફરકાવવા જઈ રહ્યું છે. ભારતીય કંપનીઓ ઝડપથી વિસ્તરી રહી છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *