વડોદરા: સાધલી ગામે રામ મંદિરને લઈને વિવાદિત પોસ્ટ મુકવા બાબતે 6 લોકોની ધરપકડ, જુઓ વીડિયો

વડોદરા: સાધલી ગામે રામ મંદિરને લઈને વિવાદિત પોસ્ટ મુકવા બાબતે 6 લોકોની ધરપકડ, જુઓ વીડિયો

વડોદરામાં સાધલી ગામના કેટલાક લોકોએ રામ મંદિર અંગે વિવાદિત પોસ્ટ કરવા મામલે 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. શિનોર પંથકમાં કેટલાક અસામાજિક તત્વોએ માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો હતો. જે પછી શિનોર પોલીસે 6 લોકોને પકડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બે-ત્રણ દિવસ પહેલા વડોદરામાં સાધલી ગામના કેટલાક લોકોએ રામ મંદિર અંગે વિવાદિત પોસ્ટ કરી હતી. સામાજિક સદભાવ અને શાંતિ ડોહળાઈ તેવી પોસ્ટ સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ કરતા પોલીસ સતર્ક બની હતી. બાદમાં પોલીસે સમગ્ર મામલે તપાસ શરુ કરી હતી. જે પછી હવે છ લોકોની ધરપકડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સિવાય માસર ગામમાંથી પણ અમુક શખ્સોએ શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. માસર ગામના લઘુમતિ કોમના શખ્સોએ સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટ મૂકી હતી. જેથી બે કોમ વચ્ચે ઉગ્ર માહોલ ઉભો થાય.જેને લઇ પોલીસે 5 શખ્સોની અટકાયત કરી હતી. સાથે તેમના મોબાઇલ પણ જપ્ત કરી લીધા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

મીન રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે કાર્યસ્થળે ફાયદો થશે, અડચણ દૂર થવાની સંભાવના

મીન રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે…

સાપ્તાહિક રાશિફળ 26 February to 3 March 2024: જાણો કેવો રહેશે તમારું અઠવાડિયું? અઠવાડિયા દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા…
કુંભ રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે સારા સમાચાર મળશે, ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે

કુંભ રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે…

સાપ્તાહિક રાશિફળ 26 February to 3 March 2024: જાણો કેવો રહેશે તમારું અઠવાડિયું? અઠવાડિયા દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા…
મકર રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે અટકેલા નાણાં પરત મળશે, મતભેદ દૂર થશે

મકર રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે…

સાપ્તાહિક રાશિફળ 26 February to 3 March 2024: જાણો કેવો રહેશે તમારું અઠવાડિયું? અઠવાડિયા દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *