વડાપ્રધાને રાહુલ દ્રવિડની પીઠ થપથપાવી, કહ્યું ઘણી મહેનત કરી…, જુઓ પીએમ મોદીનો ડ્રેસિંગ રૂમનો નવો વીડિયો

વડાપ્રધાને રાહુલ દ્રવિડની પીઠ થપથપાવી, કહ્યું ઘણી મહેનત કરી…, જુઓ પીએમ મોદીનો ડ્રેસિંગ રૂમનો નવો વીડિયો

ભારતીય ટીમ વર્લ્ડ કપની ફાઇનલમાં હારી ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ઈન્ડિયાને છ વિકેટે હરાવ્યું.ઉલ્લેખનીય છે કે હારને કારણે ન માત્ર દેશમાં પરંતું સમગ્ર ટીમમાં નિરાશા સાંપડી છે, મેચ પુરી થયા પછી ખેલાડીઓને હિંમત આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા, અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી અને કોચ રાહુલ દ્રવિડ સહિત આખી ટીમને મળ્યા હતા, દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ પણ ત્યાં હાજર હતા. વડાપ્રધાને તમામ ખેલાડીઓને કહ્યું કે તમે આખી ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું.

રાહુલ દ્રવિડના કર્યા વખાણ

વડાપ્રધાને તમામ ખેલાડીઓને સાંત્વના પાઠવી સાથે સાથે પીએમે ટીમના કોચ રાહુલ દ્રવિડને મળે છે, કહે છે- કેમ છો રાહુલ? રાહુલ દ્રવિડ પીએમને હાથ મિલાવીને જવાબ આપે છે – હા, સરસ. આના પર પીએમ રાહુલની પીઠ થપથપાવે છે અને કહે છે – તમે લોકોએ ઘણી મહેનત કરી છે, પરંતુ…! નિરાશ થવાની જરૂર નથી.

ખેલાડીઓને આમંત્રણ આપ્યું

બધાને મળ્યા બાદ પીએમ મોદીએ વચ્ચે ઉભા રહીને કહ્યું કે, આવું થતું રહે છે. મિત્રો, એકબીજાને પ્રોત્સાહિત કરતા રહો અને જ્યારે તમે કોઈ દિવસ દિલ્હી આવો ત્યારે જ્યારે તમે ફ્રી હો ત્યારે હું તમારી સાથે બેસીશ. મારા તરફથી આપ સૌને આમંત્રણ છે.

Related post

‘બિગ બોસ 17’ માં આ સ્પર્ધક આખી સીઝન માટે છે નોમિનેટ, જ્યારે અન્ય એક આખી સીઝન માટે છે સુરક્ષિત

‘બિગ બોસ 17’ માં આ સ્પર્ધક આખી સીઝન માટે…

‘બિગ બોસ’ એ ટેલિવિઝન પરનો સૌથી લોકપ્રિય અને તેટલો જ વિવાદાસ્પદ શો છે. હાલમાં બિગ બોસ હિન્દીની 17મી સીઝન ચાલી રહી…
Mesh Rashifal 2024: મેષ રાશિના જાતકો માટે કેવું રહેશે 2024 નું વર્ષ, કઇ બાબતોનું રાખવું પડશે ધ્યાન

Mesh Rashifal 2024: મેષ રાશિના જાતકો માટે કેવું રહેશે…

મેષ રાશિફળ 2024: મેષ રાશિનો સ્વામી મંગળ છે, જે જીવનમાં બહાદુરી અને ઉત્સાહનો કારક છે. મેષ રાશિના લોકો સુંદર, આકર્ષક અને…

હિમાંશી ખુરાનાએ આસિમ રિયાઝ સાથે કર્યુ બ્રેકઅપ, એક્ટ્રેસે દોષનો…

‘બિગ બોસ 13’ના ઘરમાં ઘણા કપલ્સ બન્યા હતા. આમાંથી એક આસિમ રિયાઝ અને હિમાંશી ખુરાનાની જોડી હતી. લોકોએ આ જોડીને ખૂબ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *