વટવામાં પ્રદૂષણ માફિયા સામે GPCBની લાલ આંખ, કેમિકલ વેસ્ટના નિકાલ માટે બારોબાર પાઈપલાઈન ખોદી નાખતા ફટકાર્યો 25 લાખનો દંડ- Video

વટવામાં પ્રદૂષણ માફિયા સામે GPCBની લાલ આંખ, કેમિકલ વેસ્ટના નિકાલ માટે બારોબાર પાઈપલાઈન ખોદી નાખતા ફટકાર્યો 25 લાખનો દંડ- Video

અમદાવાદના વટવામાં આવેલા GIDC વિસ્તારમાં પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા છે. કેમિકલ વેસ્ટના નિકાલ કરવા માટે GIDC ફેઝ-2માં આવેલી ડાય-ઓ-કેમ કંપનીએ બારોબાર દોઢ કિલોમીટરની પાઈપલાઈન ખોદી નાખી કેમિકલ વેસ્ટ નજીકમાં આવેલી કેનાલમાં ઠલવવામાં આવતો હતો. ગેરકાયદે રીતે કલર અને ડાય બનાવતી કંપનીએ કોઈપણ પ્રકારની પરવાનગી કે મંજૂરી મેળવ્યા વિના AMC, પોલીસ અને GPCBને જાણે ખુલ્લો પડકાર ફેંકતી હોય તેમ બારોબાર પાઈપલાઈન ખોદી નાખી. કંપની દ્વારા ઠલવવામાં આવતા કેમિકલ વેસ્ટના દૃશ્યો પણ અહીં Tv9ના કેમેરામાં કેદ થયા છે.

વટવા GIDCની ડાય-ઓ-કેમ કંપનીને 25 લાખનો દંડ

સામાન્ય દિવસોમાં પણ અહીંથી પસાર થનારા લોકો માટે પોતાનું નાક અને મોં ઢાંક્યા વિના પસાર થઈ શક્તા નથી. એટલી હદે તીવ્ર માત્રામાં અહીંથી કેમિકલનું પ્રોડક્શન ચાલતુ હોય છે. તેના કારણે સ્થાનિકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. માત્ર વટવામાં આવેલી આ ડાય-ઓ-કેમ કંપની જ નહીં આવી અનેક કંપનીઝ આવેલી છે જે ગેરકાયદે કેમિકલ વેસ્ટ કરે છે. પરંતુ પકડાઈ નથી. હાલ તો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના ધ્યાને આ બાબત આવતા જ તેમણે તપાસ આદરી હતી અને 8 દિવસની તપાસ બાદ GPCBએ વટવા GIDC ફેઝ-2 માં આવેલી ડાય- ઓ – કેમ કંપની પર કાર્યવાહી કરતા 25 લાખનો દંડ ફટકાર્યો છે. કંપની સામે દંડનિય કાર્યવાહીની સાથોસાથ ક્લોઝર નોટિસ અને પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.

આ પણ વાંચો: મુંબઈમાં ‘સ્પેશ્યિલ 26’ જેવો કાંડ, નક્લી ક્રાઈમ બ્રાંચ બની, રેડ બતાવી કાફે માલિકના ઘરમાંથી 25 લાખની ચલાવી લૂંટ

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

VVS લક્ષ્મણ ટીમ ઈન્ડિયાનો હેડ કોચ કેમ નથી બનવા માંગતો? મળી ગયો જવાબ

VVS લક્ષ્મણ ટીમ ઈન્ડિયાનો હેડ કોચ કેમ નથી બનવા…

કોણ બનશે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ? આ પોસ્ટ માટે કોણ અરજી કરશે? ભારતીય ક્રિકેટ ચાહકોને આ સવાલનો જવાબ ટૂંક સમયમાં મળી…
શાહિદ આફ્રિદીને T20 વર્લ્ડ કપનો એમ્બેસેડર બનાવ્યા બાદ પાકિસ્તાની પત્રકારે સુરેશ રૈનાને ચીડવ્યો, આપ્યો જડબાતોડ જવાબ

શાહિદ આફ્રિદીને T20 વર્લ્ડ કપનો એમ્બેસેડર બનાવ્યા બાદ પાકિસ્તાની…

T20 વર્લ્ડ કપ 2 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે અને તે પહેલા ICCએ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીને મોટું સન્માન…
IPLમાંથી નિવૃત્ત થતાં જ દિનેશ કાર્તિકને મળ્યા સારા સમાચાર, આ મોટી જવાબદારી સોંપવામાં આવી

IPLમાંથી નિવૃત્ત થતાં જ દિનેશ કાર્તિકને મળ્યા સારા સમાચાર,…

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની હાર સાથે દિનેશ કાર્તિકની IPL સફર પણ સમાપ્ત થઈ ગઈ છે. બંને વચ્ચે માત્ર એટલો જ તફાવત છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *