લાંબા સમય બાદ દિકરીને મળી ભાવુક થયો મોહમ્મદ શમી, શોપિંગ કરાવી, જુઓ વીડિયો
- GujaratOthers
- October 2, 2024
- No Comment
- 15
ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વનડે વર્લ્ડકપ 2023 બાદ ક્રિકેટના મેદાનથી દુર છે. ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર શમી વર્લ્ડકપમાં ઈજા સાથે રમ્યો હતો. ત્યારબાદ તેમણે પોતાના પગની સર્જરી કરાવી છે. અંદાજે એક વર્ષ થયા બાદ તે હજુ પણ ક્રિકેટથી દુર છે. આ વચ્ચે એક ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે, મોહમ્મદ શમી પોતાની દિકરીને મળ્યો હતો. ભારતની અનેક સીરિઝનો ભાગ બની શક્યો નથી.
હવે તેની બંગાળની રણજી ટ્રોફીમાં પસંદગી થઈ છે. તે નેટ્સમાં બોલિંગ કરતો જોવા મળશે. હાલમાં તો તે પોતાની દિકરી સાથે સમય પસાર કરી રહ્યો છે. જેને લાંબા સમય બાદ મળ્યો છે.
મોહમ્મદ શમીએ દિકરીને શોપિંગ કરાવી
મોહમ્મદ શમીએ પોતાની દિકરીને મળવા પર એક ભાવુક પોસ્ટ ઈન્સ્ટાગ્રામ કરી છે. જ્યારે મે તેને લાંબા સમય બાદ જોઈ તો આટલી મોટી થઈ ગઈ. બેબો. વીડિયોમાં જોઈ શકાય છે કે, મોહમ્મદ શમી પોતાની દિકરીને શોપિંગ કરાવી રહ્યો છે. જેમાં તેમની દિકરી આયરા કપડા અને શૂઝની સાથે મેકઅપની પણ ખરીદી કરી રહી છે.
મોહમ્મદ શમીની ફિટનેસ અપટેડ
મોહમ્મદ શમીએ હાલમાં ફિટનેસ અપટેડ આપતા કહ્યું કે, તે ટુંક સમયમાં ક્રિકેટના મેદાનમાં વાપસી કરવા માટે સખત મહેનત કરી રહ્યો છે. તે ઉતાવળ એટલે કરવા માંગતો નથી કો, ફરી ઈજા ન થાય. મોહમ્મદ શમી હાલમાં બેંગ્લુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી એટલે કે, એનસીએમાં છે. ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ નવેમ્બર મહિનામાં શરુ થશે. જેના પર શમીની નજર છે. ભારતને 5 મેચની સીરિઝ ઓસ્ટ્રેલિયામાં રમવાની છે. જે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી છે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો ભાગ પણ છે.
શમીનું ઈન્ટરનેશનલ કરિયર
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં શમીના પ્રદર્શનની વાત કરીએ તો તેમણે પોતાના કરિયરમાં અત્યારસુધી 64 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન 229 વિકેટ લીધી છે. તેમજ 23 ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 24 વિકેટ લીધી છે. હવે મોહમ્મદ શમીના ચાહકો પણ ક્રિકેટરને મેદાનમાં રમતો જોવા ઈચ્છે છે. તેઓ પણ આશા રાખી રહ્યા છે કે, બોલર મોહમ્મદ શમી જલ્દી સ્વસ્થ થાય. ટીમ ઈન્ડિયાનો ભાગ બને. ક્રિકેટના મેદાનમાં આવતા પહેલા ફિટ હોવું ખુબ જરુરી છે.