
રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 18 હજાર રન પૂર્ણ કર્યા, આ કમાલ કરનાર માત્ર પાંચમો ભારતીય
- GujaratOthers
- October 30, 2023
- No Comment
- 12

રવિવારે રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામે બે રેકોર્ડ બનાવ્યા હતા. આ મેચ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કપ્તાન તરીકે 100 મી મેચ હતી અને તે આ કમાલ કરનાર તે સાતમો કેપ્ટન બન્યો હતો. આ મેચમાં જીત સાથે રોહિત 100મી મેચમાં કપ્તાન કરતા જીત મેળવી હતી.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 18 હજાર રન પૂરા કર્યા
રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામે પોતાનો 48મો રન બનાવતાની સાથે જ વધુ એક માઈલસ્ટોન હાંસલ કર્યો હતો. રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 18 હજાર રન પૂરા કર્યા હતા અને ભારત માટે 18000 રન બનાવનાર પાંચમો અને વિશ્વનો 20 મો બેટ્સમેન બની ગયો હતો.
Milestone Unlocked
1⃣8⃣,0⃣0⃣0⃣ international runs & counting for #TeamIndia Captain Rohit Sharma #CWC23 | #MenInBlue | #INDvENG pic.twitter.com/zV5pvstagT
— BCCI (@BCCI) October 29, 2023
સૌથી વધુ રન બનાવનાર ત્રીજો એક્ટિવ બેટ્સમેન
હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમતા વિશ્વભરના બેટ્સમેનોમાં સૌથી વધુ રન મામલે માત્ર ત્રણ જ ખેલાડીઓ રોહિત શર્માથી આગળ છે. જેમાં ભારતના વિરાટ કોહલી, ઈંગ્લેન્ડના જો રુટ અને ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરનો સમાવેશ થાય છે. ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ડેવિડ વોર્નરના 18191, જો રુટના 18730 અને વિરાટ કોહલીના 26121 રન છે.
18 હજાર રન બનાવનાર પાંચમો ભારતીય બેટ્સમેન
રોહિત શર્મા ભારત માટે 18 હજાર રન બનાવનાર પાંચમો બેટ્સમેન બની ગયો છે. સૌથી પહેલા સચિન તેંડુલકરે આ કારનામું કર્યું હતું, ત્યારબાદ રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલીએ 18 હજાર રનના આંકડાને સ્પર્શ કર્યો હતો અને હવે રોહિત શર્માએ આ ખાસ યાદીમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે અને દિગ્ગજોની લિસ્ટમાં સામેલ થયો છે.
Rohit Sharma’s sublime 87 on a tricky pitch guided India to their sixth-successive #CWC23 win
It wins him the @aramco #POTM #INDvENG pic.twitter.com/LegggviJZb
— ICC (@ICC) October 29, 2023
આ પણ વાંચો : પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમના ખાનગી મેસેજ ટીવી ચેનલ પર લીક થતા વિવાદ
રોહિત શર્માનું શાનદાર ઈન્ટરનેશનલ કરિયર
રોહિત શર્માએ 477 ઈનિંગ્સમાં 18 હજાર રન પૂર્ણ કર્યા હતા, જેમાં વનડે ફોર્મેટમાં 10470, ટેસ્ટ 3677 અને T20માં 3853 સામેલ છે. રોહિત શર્માએ ODIમાં 31, ટેસ્ટમાં 10 અને T20માં 4સદી ફટકારી છે. ODIમાં 3 ડબલ સેન્ચુરી ફટકારનાર રોહિત વિશ્વનો એકમાત્ર બેટ્સમેન છે.