રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટને સાઉથ આફ્રિકામાં IPL 2024નું ટ્રેલર બતાવ્યું

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટને સાઉથ આફ્રિકામાં IPL 2024નું ટ્રેલર બતાવ્યું

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટને સાઉથ આફ્રિકામાં IPL 2024નું ટ્રેલર બતાવ્યું

IPL 2024 શરૂ થવાના બે મહિના પહેલા જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે IPLનું ટ્રેલર બતાવ્યું હતું. ફાફ ડુ પ્લેસિસ હાલ શાનદાર ફોર્મમાં છે. તેના ફોર્મમાં હોવાનો લેટેસ્ટ પુરાવો દક્ષિણ આફ્રિકા T20 લીગ મેચમાં જોવા મળ્યો હતો. 29 જાન્યુઆરીની સાંજે રમાયેલ મેચમાં ડુ પ્લેસિસે વિરોધી ટીમના બોલરોને ધોઈ નાખ્યા હતા.

ડુ પ્લેસિસની જોરદાર ફટકાબાજી

ફાફ ડુ પ્લેસિસે તેના ઓપનિંગ પાર્ટનર સાથે મળી માત્ર 5.4 ઓવરમાં જ ટાર્ગેટનો પીછો કરી વિરોધી ટીમના બોલરોનો સફાયો બોલાવી દીધો હતો. વરસાદ અવરોધ વચ્ચે રમાયેલ આ મેચમાં વાદળોનો વરસવા બંધ થયા બાદ ડુ પ્લેસિસ અને તેના ઓપનિંગ પાર્ટનરના બેટમાંથી મેદાન પર રનનો વરસાદ જોવા મળ્યો હતો.

જોહાનિસબર્ગ સુપર કિંગ્સને 81 રનનો ટાર્ગેટ મળ્યો

વરસાદના કારણે T20 હોવા છતાં 20-20 ઓવરની મેચ રમાઈ શકી ન હતી. DLS નિયમ હેઠળ, મેચ 8-8 ઓવરમાં રમાઈ હતી. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ કેપટાઉને પ્રથમ બેટિંગ કરતા 8 ઓવરના ક્વોટામાં 3 વિકેટ ગુમાવીને 80 રન બનાવ્યા હતા. મતલબ ફાફ ડુ પ્લેસિસની ટીમ જોહાનિસબર્ગ સુપર કિંગ્સને 81 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

ડુ પ્લેસિસે રબાડા-પોલાર્ડ-સેમ કરનને ધોઈ નાખ્યા

જોહાનિસબર્ગ સુપર કિંગ્સ વતી, ફાફ ડુ પ્લેસિસ અને તેના ઓપનિંગ પાર્ટનર લુઈ ડુ પ્લોયએ રન ચેઝની જવાબદારી સંભાળી અને મુંબઈ ઈન્ડિયન્સ કેપટાઉનના બોલરો પર એવી રીતે એટેક કર્યો કે તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા. ફાફ અને લુઈસે મુંબઈ ઈન્ડિયન્સ કેપ ટાઉનનાકાગિસો રબાડા, કિરોન પોલાર્ડ, સેમ કરન જેવા મજબૂત બોલરોને જોરદાર ફટકાર્યા હતા. બંનેના બેટના સ્વિંગની તાકાતનો અંદાજ મેચમાં તેમની સ્ટ્રાઈક રેટ પરથી લગાવી શકાય છે.

250ના સ્ટ્રાઈક રેટથી ફટકાર્યા રન

ફાફ ડુ પ્લેસિસે 250ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી અને 20 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 50 રન બનાવ્યા. જ્યારે લુઈસ ડુ પ્લોયએ 292.85ના સ્ટ્રાઈક રેટથી માત્ર 14 બોલમાં 41 રન બનાવ્યા. તેની ઈનિંગમાં લુઈસે 2 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા.

5.4 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો

જોહાનિસબર્ગ સુપર કિંગ્સે ફાફ ડુ પ્લેસિસ અને લુઈસ ડુ પ્લોય દ્વારા સર્જાયેલા તોફાનના કારણે તેમની મેચ ખૂબ જ આસાનીથી જીતી લીધી હતી. બંનેએ 81 રનનો ટાર્ગેટ 5.4 ઓવરમાં એટલે કે માત્ર 34 બોલમાં પાર કરી લીધો હતો. મતલબ, જોહાનિસબર્ગ સુપર કિંગ્સે 14 બોલ પહેલા જ 10 વિકેટે મેચ જીતી લીધી હતી. આ તોફાની જીતનો હીરો ફાફ ડુ પ્લેસિસ હતો, જેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.

આ પણ વાંચો : ગાબામાં ઓસ્ટ્રેલિયાનું ઘમંડ તોડનાર ખેલાડી ઈન્ટરનેશનલ T20 લીગમાંથી થયો બહાર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Related post

WPL 2024ની ધમાકેદાર શરૂઆત, ભારે રોમાંચક મેચમાં મુંબઈએ દિલ્હીને અંતિમ બોલ પર હરાવ્યું

WPL 2024ની ધમાકેદાર શરૂઆત, ભારે રોમાંચક મેચમાં મુંબઈએ દિલ્હીને…

WPL 2024ની આનથી વધુ સારી શરૂઆત બીજી ના હોય શકે. પહેલી જ મેચમાં મુકાબલો અંતિમ બોલ સીધું પહોંચ્યો અને અંતિમ બોલ…
રાજકોટ: રાજ્યની સૌપ્રથમ AIIMSમાં 26મીએ IPD સેવાનો થશે પ્રારંભ, પીએમ મોદી 250 બેડની IPD હોસ્પિટલનું કરશે લોકાર્પણ

રાજકોટ: રાજ્યની સૌપ્રથમ AIIMSમાં 26મીએ IPD સેવાનો થશે પ્રારંભ,…

રાજ્યની પ્રથમ AIIMS રાજકોટમાં નિર્માણ પામી રહી છે. જેમાં બે વર્ષથી કાર્યરત OPD સેવા બાદ હવે IPD સેવા પણ આગામી 26…
5 રાજ્યમાં તાબડતોબ ગઠબંધન માટે કોંગ્રેસ અને અન્ય દળો આ 4 કારણોથી થયા મજબુર- ચાર મુુદ્દામાં સમજીએ સમીકરણ

5 રાજ્યમાં તાબડતોબ ગઠબંધન માટે કોંગ્રેસ અને અન્ય દળો…

કોંગ્રેસ માટે આ સપ્તાહ સારુ રહ્યુ તેવુ કહીએ તો કંઈ ખોટુ નથી. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ 17 બેઠકો કોંગ્રેસને આપી ગઠબંધન કરવા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *