રોકાણકારો રૂપિયા તૈયાર રાખજો, SEBI એ 4 કંપનીને આપી લીલી ઝંડી, ટૂંક સમયમાં આવશે IPO

રોકાણકારો રૂપિયા તૈયાર રાખજો, SEBI એ 4 કંપનીને આપી લીલી ઝંડી, ટૂંક સમયમાં આવશે IPO

રોકાણકારો રૂપિયા તૈયાર રાખજો, SEBI એ 4 કંપનીને આપી લીલી ઝંડી, ટૂંક સમયમાં આવશે IPO

સ્ટોક માર્કેટ રેગ્યુલેટર SEBI એ ચાર કંપની એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન્સ, JNK ઈન્ડિયા, એક્ઝિકોમ ટેલી સિસ્ટમ્સ અને એક્મે ફિનટ્રેડ (ઈન્ડિયા) ને IPO દ્વારા દ્વારા ભંડોળ એકત્ર કરવા માટે મંજૂરી આપી છે. આ સ્થિતિમાં આ ચારેય કંપનીના આઈપીઓ થોડા સમયમાં શેરબજારમાં લોન્ચ કરવામાં આવશે. સેબી પાસે 19 જાન્યુઆરી સુધી IPO દસ્તાવેજોની સ્થિતિ અનુસાર, નિયમનકારે 4 કંપનીઓને પ્રારંભિક શેર વેચાણ માટે મંજૂરી આપી છે.

સ્ટેલિયન ઈન્ડિયા ફ્લોરોકેમિકલ્સને IPO ડોક્યુમેન્ટ્સ પરત કર્યા

સેબીએ 25 જાન્યુઆરી ગુરુવારે જણાવ્યું હતું કે, આ કંપનીઓએ જૂન ઓક્ટોબર વચ્ચે IPO માટેના ડોક્યુમેન્ટ્સ સબમિટ કર્યા હતા. આ કંપનીઓને 16-19 જાન્યુઆરી વચ્ચે મંજૂરી પત્રો મળ્યા હતા. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મૂજબ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા SEBI એ સ્ટેલિયન ઈન્ડિયા ફ્લોરોકેમિકલ્સના આઈપીઓ ડોક્યુમેન્ટ્સ પરત કર્યા છે. જો કે, આ કંપનીના દસ્તાવેજો કયા કારણોસર પરત કરવામાં આવ્યા તે જાણવા મળ્યું નથી.

85.57 લાખ ઈક્વિટી શેરનું ઓફર ફોર સેલ

એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન્સના ડોક્યુમેન્ટ્સ મૂજબ, કંપનીનો IPO 1,000 કરોડ રૂપિયાના નવા શેર ઈશ્યૂ કરશે. આ ઉપરાંત 85.57 લાખ ઈક્વિટી શેરની ઓફર ફોર સેલ (OFS) પણ હશે. એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન્સની શરૂઆત વર્ષ 2018 માં પ્રભાત અગ્રવાલ અને પ્રેમ સેઠી દ્વારા કરવામાં આવી હતી.

IPO માં 1.1 કરોડ ઈક્વિટી શેર વેચવામાં આવશે

JNK ઈન્ડિયાના આઈપીઓમાં 300 કરોડ રૂપિયાના નવા શેર જાહેર કરવામાં આવશે. 84.21 લાખ ઇક્વિટી શેર ઓફર ફોર સેલ હશે. ઉદયપુર રાજસ્થાનની એક્મે ફિનટ્રેડ (ઈન્ડિયા) ના IPO માં 1.1 કરોડ ઈક્વિટી શેર વેચવામાં આવશે. તેમાં કોઈ ઓફર ફોર સેલ નથી.

આ પણ વાંચો : આ કંપનીનો IPO 500 થી વધારે ગણો ભરાયો, જે રોકાણકારોના શેર લાગશે તેના રૂપિયા થઈ જશે ડબલ

જો એક્ઝિકોમ ટેલી સિસ્ટમ્સ લિમિટેડના IPOમાં 400 કરોડ રૂપિયા સુધીના નવા શેર અને 74 લાખ ઈક્વિટી શેરના OFS એટલે કે ઓફર ફોર સેલ ઈશ્યુ કરવામાં આવશે. નેક્સ્ટવેબ કોમ્યુનિકેશન્સ આ કંપનીમાં 71.45 ટકા હિસ્સો ધરાવે છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Related post

50 વર્ષ પછી ચંદ્ર પર ઉતર્યું અમેરિકાનું પહેલું પ્રાઈવેટ સ્પેસક્રાફ્ટ, જાણો મિશન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો

50 વર્ષ પછી ચંદ્ર પર ઉતર્યું અમેરિકાનું પહેલું પ્રાઈવેટ…

લગભગ 50 વર્ષમાં પ્રથમ વખત કોઈ અમેરિકન અવકાશયાન ચંદ્ર પર ઉતર્યું છે. ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવા માટેનું પ્રથમ અમેરિકન મિશન…
દુનિયાનું એકમાત્ર એવું મંદિર જ્યાં ખિસકોલીના રૂપમાં વિરાજમાન છે હનુમાનજી, જાણો રોચક કથા

દુનિયાનું એકમાત્ર એવું મંદિર જ્યાં ખિસકોલીના રૂપમાં વિરાજમાન છે…

Gilahraj Hanuman Mandir: માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ભગવાન રામ અને હનુમાનજીના અનેક મંદિરો છે અને તે મંદિરોની પોતાની…
ભાવનગર વીડિયો: આઝાદ નગર વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ, તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા 5 લોકો ઈજાગ્રસ્ત

ભાવનગર વીડિયો: આઝાદ નગર વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ,…

રાજ્યમાં અવારનવાર જૂથ અથડામણની ઘટના બનતી હોય છે. ત્યારે ભાવનગર જિલ્લામાં વધુ એક વાર જૂથ અથડામણની ઘટના બની છે.  ભાવનગરના આઝાદ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *