રોકાણકારો માલામાલ ! 1 રૂપિયાનો આ મલ્ટિબેગર શેર થયો રૂ. 500ને પાર

રોકાણકારો માલામાલ ! 1 રૂપિયાનો આ મલ્ટિબેગર શેર થયો રૂ. 500ને પાર

રોકાણકારો માલામાલ ! 1 રૂપિયાનો આ મલ્ટિબેગર શેર થયો રૂ. 500ને પાર

Avanti Feedsના શેરોએ રોકાણકારોને માલામાલ કર્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં Avanti Feedsના શેર રૂ. 1 થી વધીને રૂ. 500 થયા છે. એનિમલ ફીડ ઇન્ડસ્ટ્રી સાથે સંબંધિત કંપની અવંતિ ફીડ્સના શેરોએ આ સમયગાળા દરમિયાન રોકાણકારોને 32,000 ટકાથી વધુ વળતર આપ્યું છે. અવંતિ ફીડ્સનો શેર 18 મે 2024ના રોજ રૂ. 535.85 પર બંધ થયો હતો. કંપનીના શેરનું 52 વીક હાઈ રૂ. 598.50 છે. તો 52 વીક લો રૂ. 361.85 છે.

શેરમાં 32,000 ટકાથી વધુનો તોફાની ઉછાળો

અવંતિ ફીડ્સનો શેર 8 જૂન 2010ના રોજ રૂ. 1.63 પર હતો. જે 18 મે, 2024ના રોજ કંપનીનો શેર રૂ. 535.85 પર બંધ થયો હતો. આ સમયગાળા દરમિયાન કંપનીના શેરમાં 32,774 ટકાનો જબરદસ્ત ઉછાળો આવ્યો છે. જો કોઈ વ્યક્તિએ 8 જૂન 2010ના રોજ અવંતી ફીડ્સના શેરમાં રૂ.1 લાખનું રોકાણ કર્યું હોત તો વર્તમાન કિંમત રૂ. 3.28 કરોડ હોત. અવંતિ ફીડ્સનું માર્કેટ કેપ હાલમાં રૂ. 7333 કરોડનું છે. અવંતિ ફીડ્સમાં પ્રમોટર્સનો હિસ્સો 43.25 ટકા છે. તો પબ્લિક શેરહોલ્ડિંગ 56.75 ટકા છે.

5 વર્ષમાં શેરમાં 57 ટકાનો વધારો

છેલ્લા 5 વર્ષોમાં અવંતિ ફીડ્સના શેરમાં 57 ટકાનો વધારો થયો છે. 24 મે 2019ના રોજ કંપનીના શેર રૂ. 341.45 પર હતા. અવંતિ ફીડ્સનો શેર 18 મે 2024ના રોજ રૂ. 535.85 પર બંધ થયો હતો. છેલ્લા એક વર્ષમાં મલ્ટિબેગર કંપનીના શેરમાં લગભગ 48 ટકાનો વધારો થયો છે.

તો છેલ્લા 6 મહિનામાં અવંતિ ફીડ્સના શેરમાં 35 ટકાનો વધારો થયો છે. અવંતિ ફીડ્સે તેના રોકાણકારોને બોનસ શેરની એક વખતની ભેટ પણ આપી છે. કંપનીએ જૂન 2018માં 1:2ના રેશિયામાં બોનસ શેર આપ્યા હતા. એટલે કે, કંપનીએ દરેક 2 શેર માટે 1 બોનસ શેર આપ્યો હતો.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

Related post

આ સોલર કંપનીએ 2 વાર આપ્યા બોનસ શેર, રોકાણકારોને માત્ર 3 વર્ષમાં બનાવ્યા કરોડપતિ

આ સોલર કંપનીએ 2 વાર આપ્યા બોનસ શેર, રોકાણકારોને…

સોલર કંપનીના શેર માત્ર 3 વર્ષમાં 18 રૂપિયાથી વધીને 1800 રૂપિયા થઈ ગયો છે. KPI ગ્રીન એનર્જી શેરોએ છેલ્લા ત્રણ વર્ષમાં…
T20 World Cup: સુપર-8માં ટીમ ઈન્ડિયા ક્યારે અને કોની સામે ટકરાશે, વરસાદ થશે તો શું થશે? જાણો A ટુ Z વિગતો

T20 World Cup: સુપર-8માં ટીમ ઈન્ડિયા ક્યારે અને કોની…

હવે T20 વર્લ્ડ કપ 2024ના ગ્રુપ સ્ટેજમાં માત્ર 5 મેચ બાકી છે, જે 17 જૂને વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ…
Health Tip: શું તમારું શુગર લેવલ પણ થઈ ગયું છે હાઈ? આ સંકેતોને ક્યારેય અવગણશો નહીં, જાણો

Health Tip: શું તમારું શુગર લેવલ પણ થઈ ગયું…

જો હાઈ બ્લડ શુગર લેવલને સમયસર ઓળખવામાં ન આવે તો તમારા સ્વાસ્થ્યને ખરાબ રીતે નુકસાન થઈ શકે છે. શું તમે હજુ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *