
રિવરફ્રન્ટ ફાયરિંગ કેસઃ ત્રણ મિત્રોમાં એકની હત્યા, બીજાએ આપઘાત કર્યો, ત્રીજો જેલમાં પહોંચ્યો, 2 મોતના ભેદ ઉકેલાયા
- GujaratOthers
- November 1, 2023
- No Comment
- 13

ચાંદલોડિયા વિસ્તારના ત્રણ મિત્રોની જોડી પૈસાના કારણે કાયમ માટે અલગ થઈ ગઈ. બે મિત્રોએ જીવ ગુમાવ્યા, તો ત્રીજો જેલમાં પહોંચ્યો છે. એક મિત્રએ પૈસાની ઉઘરાણી કરતા બાકીના બે મિત્રોએ ખેલ્યો હતો ખૂની ખેલ. મિત્રની હત્યા કર્યા બાદ એક મિત્રએ આત્મહત્યા કરી દેતા મોતના રહસ્મય ધટના નો ભેદ ઉકેલાયો છે. ઘટના કંઈક એવી છે કે દધીજી બ્રિજ પાસે રિવરફ્રન્ટ વોક વે પર સ્મિત ગોહિલ નામના યુવકનો છાતીમાં ગોળી મારેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો.
આ પણ વાંચોઃ અમૂલે શુદ્ધ ઘીના ભાવમાં ઘટાડો કર્યો, રાજ્યમાં નવા દરનો અમલ શરુ કરાયો
હત્યાની આશંકા ને આધારે તપાસ કરી રહેલી પોલીસે મૃતકના મિત્રની તપાસ કરતા સમગ્ર કેસમાં આવ્યો વળાંક આવ્યો હતો. જેમાં સ્મિત ગોહિલે હત્યા નહીં પણ આત્મહત્યા કરી છે. આત્મહત્યા કરવા માટે ઉપયોગમાં લીધેલ હથિયાર પણ સાબરમતી નદીમાંથી જપ્ત કર્યું છે. સ્મિત ગોહિલ અને તેના મિત્ર યશ રાઠોડએ મળીને પોતાના એક મિત્ર રવીન્દ્ર લુહારની વિરમગામ કેનાલ નજીક હત્યા કરી હતી. બાદમાં તેની લાશને પેટ્રોલ છાટી બાળી નાખી હતી. સ્મિતને પોલીસ પકડી લેશે તેવો ડર લાગતા તેણે ખુદને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.
પૈસાએ મિત્રની હત્યા કરાવી
હત્યા અને આત્મહત્યા ની કેસમાં ખુલાસો થયો છે કે, રવીન્દ્ર લુહારે પોતાની પ્રેમિકા પાસેથી રૂપિયા 2 લાખ લઈ ને સ્મિત ગોહિલને ઉછીના આપ્યા હતા. જે રૂપિયાની રવીન્દ્ર લુહાર અવાર નવાર ઉઘરાણી કરતો હતો. જેથી રવીન્દ્ર લુહારની હત્યાનું એક મહિના પહેલા જ ષડયંત્ર રચવામાં આવ્યું હતું. મિત્ર સ્મિત ગોહિલ અને મિત્ર યશ રાઠોડએ રવીન્દ્રની હત્યા કરવા માટે મધ્યપ્રદેશનાં ભીંડ ખાતે રહેતા એક વ્યક્તિ પાસેથી દેશી પિસ્તોલ અને કારતૂસ 60 હજારમાં ખરીદ્યા હતા.
ત્યાર બાદ જોધપુર ચાર રસ્તા પાસેથી આઇ20 કાર 2500 રૂપિયાના ભાડે લીધી હતી. કારની નંબર પ્લેટ નિકાળી દીધી હતી અને કાળા કાચ કરી દીધા હતા. સ્મિત અને યશએ વિરમગામ નજીક હાંસલપુર ખાતે એક ભાઈ પાસે પૈસા લેવાનું નાટક રચીને રવીન્દ્ર ને ગાડીમાં બેસાડી લઈ ગયા હતા. વિરમગામ શોકલી ગામના કેનાલ પાસે ગાડી રોકી હતી અને ત્યાર બાદ રવીન્દ્ર ગાડીમાંથી બહાર નીકળતા સ્મિતે રિવેન્દ્રના માથાના પાછળનાં ભાગે ગોળી મારી હતી.
પકડાઈ જવાના ડરે આપઘાત
રવીન્દ્ર નીચે ઢળી પડ્યા બાદ જીવત હોવાથી યશે કારમાંથી ચપ્પુ કાઢીને રવીન્દ્રના શરીરના ભાગે ઘા ઝીંકી હત્યા કરી દીધી હતી. લાશની ઓળખ થાય તેથી પેટ્રોલ છાંટીને સળગાવી દીધો. પરંતુ બીજા દિવસે રવીન્દ્ર ઘરે ના આવતા તેના પરિવારના મિત્રોએ પૂછપરછ કરી હતી. જેથી સ્મિત અને યશ રવીન્દ્ર શોધવા માટેનું નાટક શરૂ કર્યું. સ્મિત ગોહિલે સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું કહીને આજુબાજુના સીસીટીવી ચેક કરતા એક સીસીટીવી ફૂટેજમાં રીવેન્દ્ર સાથે તે જોવા મળતા તે ડરી ગયો હતો. પોલીસ તેને હત્યા કેસમાં પકડી લેશે તેવા ડર ના કારણે યશ રાઠોડ પાસેથી પિસ્ટલ લીધી અને ત્યારબાદ રિવરફ્ર્ટ ખાતે ગયો હતો. તેની પ્રેમિકા સાથે છેલ્લે વાત કરી ગોળી મારી આત્મહત્યા કરી દીધી હતી.
પકડાયેલ આરોપી યશ રાઠોડ ની પૂછરછમાં ધટસ્ફોટ થયો કે તેણે મુકેશ ઠાકોર પાસે 50 હજાર ઉછીના પૈસા લીધા હતા. જેથી આરોપી યશ દેશી પીસ્ટલ થી ગોળી મારી મુકેશની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ સ્મિતએ આપધાત કરી લેતા સમગ્ર મામલો સામે આવ્યો. સાથે જ તપાસમાં મૃતક સ્મિત અને આરોપી યશ અનેક મિત્રો સાથે ઉછીના પૈસા લીધા હોવાની પોલીસને શંકા છે. કારણકે બન્ને મિત્રો મોજશોખ કરવા પૈસા ઉછીના લેતા હતાં. તેમની પાસેથી મોંઘા સ્માર્ટ ફોન મળી આવ્યા છે. હાલ ક્રાઈમ બ્રાન્ચે હત્યા અને આપઘાતની મિસ્ટ્રી ઉકેલી વધુ તપાસ શરૂ કરી છે.