રામભક્તોને રેલવેની ભેટ, અયોધ્યાથી રામેશ્વરમ સુધી 18 દિવસની કરો રામાયણ યાત્રા, 15થી પણ વધારે તીર્થસ્થાનોના કરો દર્શન

રામભક્તોને રેલવેની ભેટ, અયોધ્યાથી રામેશ્વરમ સુધી 18 દિવસની કરો રામાયણ યાત્રા, 15થી પણ વધારે તીર્થસ્થાનોના કરો દર્શન

રામભક્તોને રેલવેની ભેટ, અયોધ્યાથી રામેશ્વરમ સુધી 18 દિવસની કરો રામાયણ યાત્રા, 15થી પણ વધારે તીર્થસ્થાનોના કરો દર્શન

ભગવાન રામ સાથે જોડાયેલા ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા માંગતા રામ ભક્તો માટે સારા સમાચાર છે. વાસ્તવમાં, IRCTC ભારતીય રેલવેના ઉપક્રમે અયોધ્યાથી રામેશ્વરમ સુધીની મુસાફરી માટે એક અદ્ભુત ટૂર પેકેજ લોન્ચ કર્યું છે. આ તીર્થયાત્રા દરમિયાન તમને ભગવાન રામ, અયોધ્યા, નંદીગ્રામ, જનકપુર (નેપાળ), સીતામઢી, બક્સર, વારાણસી, પ્રયાગરાજ, શ્રૃંગવેરપુર, ચિત્રકૂટ, નાસિક, હમ્પી, રામેશ્વરમ, ભદ્રાચલમ અને નાગપુર સાથે સંકળાયેલા સ્થળોની મુલાકાત લેવાની તક મળશે. જો તમને આ પ્રવાસમાં રસ છે તો અહીં જાણો આ પેકેજ સાથે જોડાયેલી ખાસ વાતો.

ટૂર પેકેજની ખાસ વિશેષતાઓ

  • પેકેજનું નામ- Sri Ramayana Yatra (CDBG12)
  • ડેસ્ટિનેશન કવર- અયોધ્યા, નંદીગ્રામ, જનકપુર (નેપાળ), સીતામઢી, બક્સર, વારાણસી, પ્રયાગરાજ, શ્રૃંગવેરપુર, ચિત્રકૂટ, નાસિક, હમ્પી, રામેશ્વરમ, ભદ્રાચલમ અને નાગપુર.
  • બોર્ડિંગ પોઈન્ટ- દિલ્હી સફદરજંગ, ગાઝિયાબાદ, અલીગઢ, ટુંડલા, ઈટાવા, કાનપુર, લખનઉ
  • ડી-બોર્ડિંગ પોઈન્ટ – વીરાંગના લક્ષ્મીબાઈ, ગ્વાલિયર, આગ્રા, મથુરા, દિલ્હી સફદરજંગ
  • પ્રવાસ કેટલા દિવસ ચાલશે – 17 રાત અને 18 દિવસ
  • પ્રસ્થાન તારીખ – 5 માર્ચ, 2024
  • મુસાફરી મોડ – રેલવે

જુઓ વીડિયો…..

(Credit Source : @IRCTCofficial)

દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી થશે શરૂ

IRCTCએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. ભારત ગૌરવ ડીલક્સ એસી ટુરિસ્ટ ટ્રેન દ્વારા સમગ્ર પ્રવાસ 17 રાત અને 18 દિવસમાં પૂર્ણ થશે. આ યાત્રા 5 માર્ચ 2024ના રોજ દિલ્હીથી શરૂ થઈ રહી છે. આ પેકેજમાં તમારે આ મુસાફરી દરમિયાન ખાવા-પીવાની વસ્તુઓની ચિંતા કરવાની જરૂર નથી.

આ ધાર્મિક યાત્રા દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી શરૂ થશે. યાત્રાનો પહેલો સ્ટોપ અયોધ્યા હશે. આ ટ્રેનનું છેલ્લું સ્ટોપ નાગપુર હશે. નાગપુરથી શરૂ થયેલી આ ટ્રેન 18માં દિવસે દિલ્હી પરત પહોંચશે. પેકેજ 94,600 રૂપિયા પ્રતિ વ્યક્તિથી શરૂ થશે.

આ તીર્થ સ્થળોની મુલાકાત લો

અયોધ્યા: રામ જન્મભૂમિ મંદિર, હનુમાન ગઢી, સરયૂ ઘાટ

નંદીગ્રામ: ભરત-હનુમાન મંદિર અને ભરત કુંડ

જનકપુર: રામ જાનકી મંદિર, ધનુષ ધામ મંદિર અને પરશુરામ કુંડ

સીતામઢી: જાનકી મંદિર અને પુનૌરા ધામ

બક્સર: રામ રેખા ઘાટ, રામેશ્વર નાથ મંદિર

વારાણસી: તુલસી માનસ મંદિર, સંકટ મોચન મંદિર, વિશ્વનાથ મંદિર અને ગંગા આરતી

સીતામઢી: સીતા માતાનું મંદિર

પ્રયાગરાજ: ભારદ્વાજ આશ્રમ, ગંગા-યમુના સંગમ, હનુમાન મંદિર

શ્રૃંગવેરપુર: શ્રૃંગી ઋષિ સમાધિ અને શાંતા દેવી મંદિર, રામચૌરા

ચિત્રકૂટ: ગુપ્ત ગોદાવરી, રામઘાટ, સતી અનુસૂયા મંદિર

નાશિક: ત્ર્યંબકેશ્વર મંદિર, પંચવટી, સીતાગુફા, કાલારામ મંદિર

હમ્પી: અંજનાદ્રી ટેકરી, વિરૂપાક્ષ મંદિર અને વિઠ્ઠલ મંદિર

રામેશ્વરમ: રામનાથસ્વામી મંદિર અને ધનુષકોડી

ભદ્રાચલમ: શ્રી સીતા રામચંદ્ર સ્વામી મંદિર, અંજનેય મંદિર

નાગપુર: રામટેક કિલ્લો અને મંદિર

 

Related post

WPL 2024ની ધમાકેદાર શરૂઆત, ભારે રોમાંચક મેચમાં મુંબઈએ દિલ્હીને અંતિમ બોલ પર હરાવ્યું

WPL 2024ની ધમાકેદાર શરૂઆત, ભારે રોમાંચક મેચમાં મુંબઈએ દિલ્હીને…

WPL 2024ની આનથી વધુ સારી શરૂઆત બીજી ના હોય શકે. પહેલી જ મેચમાં મુકાબલો અંતિમ બોલ સીધું પહોંચ્યો અને અંતિમ બોલ…
રાજકોટ: રાજ્યની સૌપ્રથમ AIIMSમાં 26મીએ IPD સેવાનો થશે પ્રારંભ, પીએમ મોદી 250 બેડની IPD હોસ્પિટલનું કરશે લોકાર્પણ

રાજકોટ: રાજ્યની સૌપ્રથમ AIIMSમાં 26મીએ IPD સેવાનો થશે પ્રારંભ,…

રાજ્યની પ્રથમ AIIMS રાજકોટમાં નિર્માણ પામી રહી છે. જેમાં બે વર્ષથી કાર્યરત OPD સેવા બાદ હવે IPD સેવા પણ આગામી 26…
5 રાજ્યમાં તાબડતોબ ગઠબંધન માટે કોંગ્રેસ અને અન્ય દળો આ 4 કારણોથી થયા મજબુર- ચાર મુુદ્દામાં સમજીએ સમીકરણ

5 રાજ્યમાં તાબડતોબ ગઠબંધન માટે કોંગ્રેસ અને અન્ય દળો…

કોંગ્રેસ માટે આ સપ્તાહ સારુ રહ્યુ તેવુ કહીએ તો કંઈ ખોટુ નથી. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ 17 બેઠકો કોંગ્રેસને આપી ગઠબંધન કરવા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *