રાજકોટ વીડિયો : રેલનગરમાં પાણીના બિલ મુદ્દે મહિલાઓનું હલ્લાબોલ, 5 વર્ષનું બીલ એક સાથે આવતા સ્થાનિકોએ કર્યો વિરોધ

રાજકોટ વીડિયો : રેલનગરમાં પાણીના બિલ મુદ્દે મહિલાઓનું હલ્લાબોલ, 5 વર્ષનું બીલ એક સાથે આવતા સ્થાનિકોએ કર્યો વિરોધ

રાજકોટના રેલનગરમાં પાણીના બિલ મુદ્દે ફરી એક વાર હલ્લાબોલ થયો છે. રેલનગરમાં પાણીના બિલ મુદ્દે RMC કચેરીએ મહિલાઓએ હલ્લાબોલ કર્યા છે. ભગિની નિવેદિતા ટાઉનશિપને 28 લાખનું પાણીનું બિલ ફટકાર્યુ હોવાનું સામે આવ્યુ છે. તેમજ પાંચ વર્ષનું બિલ એક સાથે આપતા સ્થાનિકોએ વિરોધ કર્યો છે.

સોસાયટીમાં હાલ 308 ફ્લેટમાં 165 ફ્લેટ જ ચાલુ સ્થિતિમાં છે. તેમજ બાકી બિલને લઈને મનપાએ કનેકશન કાપી નાખ્યુ છે. બીજી તરફ પાણી મુદ્દે રજૂઆત કરવા સ્થાનિકો RMC કચેરીએ પહોંચ્યા છે. તેમજ મનપા દ્વારા ફરી કનેકશન ચાલુ કરી આપવાની ખાતરી આપી છે.

સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતો બન્યા ચોર

બીજી તરફ સુરેન્દ્રનગરમાં મુળી અને થાનગઢ પંથકમાં સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતો પાણીની ચોરી કરવા મજબૂર બન્યા છે. તેમજ ખેડૂતો પાણીની પાઈપલાઈનો અને અન્ય સ્ત્રોતમાંથી પાણીની ચોરી કરવા મજબૂર બન્યા છે. મહત્વનું છે કે ગૃહવિભાગે પાણી ચોરી કરનારા સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા જિલ્લા કલેકટરને આદેશ આપ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

WPL 2024ની ધમાકેદાર શરૂઆત, ભારે રોમાંચક મેચમાં મુંબઈએ દિલ્હીને અંતિમ બોલ પર હરાવ્યું

WPL 2024ની ધમાકેદાર શરૂઆત, ભારે રોમાંચક મેચમાં મુંબઈએ દિલ્હીને…

WPL 2024ની આનથી વધુ સારી શરૂઆત બીજી ના હોય શકે. પહેલી જ મેચમાં મુકાબલો અંતિમ બોલ સીધું પહોંચ્યો અને અંતિમ બોલ…
રાજકોટ: રાજ્યની સૌપ્રથમ AIIMSમાં 26મીએ IPD સેવાનો થશે પ્રારંભ, પીએમ મોદી 250 બેડની IPD હોસ્પિટલનું કરશે લોકાર્પણ

રાજકોટ: રાજ્યની સૌપ્રથમ AIIMSમાં 26મીએ IPD સેવાનો થશે પ્રારંભ,…

રાજ્યની પ્રથમ AIIMS રાજકોટમાં નિર્માણ પામી રહી છે. જેમાં બે વર્ષથી કાર્યરત OPD સેવા બાદ હવે IPD સેવા પણ આગામી 26…
5 રાજ્યમાં તાબડતોબ ગઠબંધન માટે કોંગ્રેસ અને અન્ય દળો આ 4 કારણોથી થયા મજબુર- ચાર મુુદ્દામાં સમજીએ સમીકરણ

5 રાજ્યમાં તાબડતોબ ગઠબંધન માટે કોંગ્રેસ અને અન્ય દળો…

કોંગ્રેસ માટે આ સપ્તાહ સારુ રહ્યુ તેવુ કહીએ તો કંઈ ખોટુ નથી. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ 17 બેઠકો કોંગ્રેસને આપી ગઠબંધન કરવા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *