
રાજકોટ વીડિયો : નાના મૌવા વિસ્તારની આંગણવાડી કેન્દ્ર બહાર ગંદકીનું સામ્રાજ્ય, કચરના ઢગલામાંથી મળી દારુની બોટલો
- GujaratOthers
- November 21, 2023
- No Comment
- 11
રાજ્યમાં દારુ બંધી હોવા છતા અવારનવાર દારુનો જથ્થો મળી આવતો હોય છે. ત્યારે રાજકોટમાંથી ફરી એક વાર દારુની બોટલો મળી આવી છે. રાજકોટના નાના મૌવા વિસ્તારની આંગણવાડી કેન્દ્ર બહાર કચરામાંથી દારુની બોટલ મળી આવી છે. એટલુ જ નહીં આંગણવાડી કેન્દ્રની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળ્યુ છે.
Tv9ની ટીમે આંગણવાડીની મુલાકાત લીધી હતી. ત્યારે વરવી વાસ્તવિકતાના દ્રશ્યો ચોંકાવનારા સામે આવ્યા છે. કારણ કે જ્યાં ભૂલકાઓ ભવિષ્યનું ઘડતર થતુ હોય ત્યાં ગંદકી કેવી રીતે ચલાવી લેવાયય. મહત્વપૂર્ણ છે કે મનપાની સામાન્ય સભામાં પણ કેટલાક નગરસેવકોએ આંગણવાડી બહાર સર્જાયેલી ગંદકી મુદ્દે કાર્યકરોએ પોતાની વ્યથા રજૂ કરી હતી. તો આંગણવાડી કાર્યકરનો આરોપ છે વસાહતમાં રહેતા સ્થાનિકો ગંદકી ફેલાવી રહ્યા છે. આ મુદ્દે જ્યારે રહીશોને પૂછવામાં આવ્યું તો તેઓએ પણ હકિકત સ્વીકારી હતી.