રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગુજરાત કોંગ્રેસ પ્રમુખનું મોટું નિવેદન આવ્યું સામે, જુઓ વીડિયો

રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગુજરાત કોંગ્રેસ પ્રમુખનું મોટું નિવેદન આવ્યું સામે, જુઓ વીડિયો

રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગુજરાત કોંગ્રેસ પ્રમુખનું મોટું નિવેદન આવ્યું સામે, જુઓ વીડિયો

25 માર્ચ 2024 આજનો આ ગોઝારો દિવસ રાજકોટવાસીઓ સાથે ગુજરાતીઓ ક્યારેય નહીં ભૂલી શકે. બાળકો વેકેશનની મજા માણી રહ્યા હતા, ગરમીને પગલે ગેમઝોનમાં મોટી સંખ્યા બાળકો સહિત મોટેરાઓ હતા અને અચાનક લાગી એવી તો કાળમુખી આગ કે જોતજોતામાં હોમાઇ ગઇ 24થી વધુ જીંદગી. ગેમઝોનમાં અચાનક પ્રચંડ ધડાકો થયો. ધૂમાડો સર્જાયો અને સર્જાઇ ગઇ અફરાતફરી.

સુરત, વડોદરા, મોરબી, પાલનપુર બ્રિજની દુર્ઘટનાઓ સરકારની નિષ્કાળજી દર્શાવે છે. ફાયર સેફ્ટી અંગે હાઈકોર્ટની ફટકાર છતાં બેદરકારી દર્શાવવામાં આવે છે તેવું શક્તિસિંહ દ્વારા જણાવવામાં આવ્યું. સરકાર વ્યવસ્થિત હપ્તા ઉઘરાવવાનું કામ કરે છે તેવા આક્ષેપો તેમના દ્વારા કારવમાં આવ્યા હતા. ગુજરાતીઓએ ભાજપને ખોબેને ખોબે મત આવ્યા છે ત્યારે તેમની જવાબદારી બેવડાય છે. તેમણે એમ પણ કહ્યું કે,કોર્પોરેશનથી લઇ કેન્દ્રમાં સરકાર હોવા છતાં માત્ર ધનસંગ્રહ જ કરાય છે.

તબેલા માથી ઘોડા છૂટી ગયા બાદ હવે તમામ ગેમઝોન બંધ કરવા નીકળ્યા. નૈતિકતાના ધોરણે સરકારે ઘટનામાં બેદરકારી સ્વીકારવી જોઈએ. કમસે કમ ઈશ્વરનો ડર તો સરકાર રાખે તેવું શક્તિસિંહ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

રાજકોટ અગ્નિ કાંડની તપાસ માટે રાજ્ય સરકારની સૂચનાથી SITની રચના કરવામાં આવી છે. IPS સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ SITની રચના કરાઈ છે. સિનિયર પોલીસ અધિકારીઓનો SITમાં સમાવેશ થયો છે.

Related post

આ સોલર કંપનીએ 2 વાર આપ્યા બોનસ શેર, રોકાણકારોને માત્ર 3 વર્ષમાં બનાવ્યા કરોડપતિ

આ સોલર કંપનીએ 2 વાર આપ્યા બોનસ શેર, રોકાણકારોને…

સોલર કંપનીના શેર માત્ર 3 વર્ષમાં 18 રૂપિયાથી વધીને 1800 રૂપિયા થઈ ગયો છે. KPI ગ્રીન એનર્જી શેરોએ છેલ્લા ત્રણ વર્ષમાં…
T20 World Cup: સુપર-8માં ટીમ ઈન્ડિયા ક્યારે અને કોની સામે ટકરાશે, વરસાદ થશે તો શું થશે? જાણો A ટુ Z વિગતો

T20 World Cup: સુપર-8માં ટીમ ઈન્ડિયા ક્યારે અને કોની…

હવે T20 વર્લ્ડ કપ 2024ના ગ્રુપ સ્ટેજમાં માત્ર 5 મેચ બાકી છે, જે 17 જૂને વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ…
Health Tip: શું તમારું શુગર લેવલ પણ થઈ ગયું છે હાઈ? આ સંકેતોને ક્યારેય અવગણશો નહીં, જાણો

Health Tip: શું તમારું શુગર લેવલ પણ થઈ ગયું…

જો હાઈ બ્લડ શુગર લેવલને સમયસર ઓળખવામાં ન આવે તો તમારા સ્વાસ્થ્યને ખરાબ રીતે નુકસાન થઈ શકે છે. શું તમે હજુ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *