રાજકોટમાં બેજવાબદાર લોકોનું ગેમિંગ ઝોન બન્યું 24 લોકોના મોતનું કારણ, જુઓ દર્દનાક ઘટનાના બાદના દ્રશ્યો

રાજકોટમાં બેજવાબદાર લોકોનું ગેમિંગ ઝોન બન્યું 24 લોકોના મોતનું કારણ, જુઓ દર્દનાક ઘટનાના બાદના દ્રશ્યો

રાજકોટના નાનામોવા રોડ પર ગેમઝોનમાં ભીષણ આગમાં 24ના મોત થયા છે. સયાજી હોટલ પાસે TRP ગેમઝોનમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. આગની ઘટનામાં 24 લોકોની મોત થવાની વાત સામે આવી છે જેમાં 12 બાળકો નો સમાવેશ થાય છે. એક કિમી સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા.

મહત્વનું છે કે આખા રાજ્યણી ફેરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. આગ લાગતા ગેમઝોન બળીને ખાખ થયું છે. અમદાવાદના TRP ગેમઝોન બાદ રાજકોટમાં આ ઘટના બની છે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તપાસના આદેશ આપ્યા છે. TRP ગેમઝોનમાં આગની ઘટના વિશે મુખ્યપ્રધાને પણ માહિતી લીધી હતી. રાજકોટ જિલ્લા કલેક્ટર પાસેથી ફોન દ્વારા સ્થિતિ અંગે માહિતી પણ મેળવી.

CM ભૂપેન્દ્ર પટેલે આગની ઘટના અંગે તાગ પણ મેળવ્યો હતો. સમગ્ર વહીવટી તંત્રને તાત્કાલિક ધોરણે યોગ્ય કવાયત કરવા આદેશ આપવામાં આવ્યો છે. ઈજાગ્રસ્તો તાત્કાલિક સારવાર મળે તે માટે જરૂરી પગલાં લેવા નિર્દેશ છે.

જોકે તપાસ કરતાં TRP ગેમઝોન દુર્ઘટનામાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. TV9 પાસેથી TRP ગેમઝોન દુર્ઘટનાને લઇને Exclusive માહિતી સામે આવી હતી.

સૌપ્રથમ ગેમઝોનના ACમાં પ્રચંડ ધડાકો થયો હતો. પ્રચંડ ધડાકા ગેમઝોનમાં ધૂમાડાના ગોટા વળ્યા. આગ અને ધૂમાડા બાદ ગેમઝોનમાં અફરાતફરી સર્જાઇ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

Related post

આ સોલર કંપનીએ 2 વાર આપ્યા બોનસ શેર, રોકાણકારોને માત્ર 3 વર્ષમાં બનાવ્યા કરોડપતિ

આ સોલર કંપનીએ 2 વાર આપ્યા બોનસ શેર, રોકાણકારોને…

સોલર કંપનીના શેર માત્ર 3 વર્ષમાં 18 રૂપિયાથી વધીને 1800 રૂપિયા થઈ ગયો છે. KPI ગ્રીન એનર્જી શેરોએ છેલ્લા ત્રણ વર્ષમાં…
T20 World Cup: સુપર-8માં ટીમ ઈન્ડિયા ક્યારે અને કોની સામે ટકરાશે, વરસાદ થશે તો શું થશે? જાણો A ટુ Z વિગતો

T20 World Cup: સુપર-8માં ટીમ ઈન્ડિયા ક્યારે અને કોની…

હવે T20 વર્લ્ડ કપ 2024ના ગ્રુપ સ્ટેજમાં માત્ર 5 મેચ બાકી છે, જે 17 જૂને વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ…
Health Tip: શું તમારું શુગર લેવલ પણ થઈ ગયું છે હાઈ? આ સંકેતોને ક્યારેય અવગણશો નહીં, જાણો

Health Tip: શું તમારું શુગર લેવલ પણ થઈ ગયું…

જો હાઈ બ્લડ શુગર લેવલને સમયસર ઓળખવામાં ન આવે તો તમારા સ્વાસ્થ્યને ખરાબ રીતે નુકસાન થઈ શકે છે. શું તમે હજુ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *