
રશ્મિકા મંદાનાનો Deepfake વીડિયો એટલો વાયરલ થયો કે, અમિતાભ બચ્ચનને પણ કરવી પડી લિગલ એકશનની માગ, જાણો સમગ્ર મામલો
- GujaratOthers
- November 6, 2023
- No Comment
- 10

સાઉથની અભિનેત્રી રશ્મિકા મંદન્નાનો એક બોલ્ડ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. આ વીડિયોમાં એક યુવતિ જોવા મળી રહી છે. જોકે, AI એપની મદદથી તેને રશ્મિકા જેવી બનાવવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતા જ અનેક લોકો ગુસ્સે થયા છે. X પર ઘણા યુઝર્સે પોસ્ટ કર્યું છે કે, આ એક AI જનરેટેડ વીડિયો છે અને ક્લિપમાં દેખાતી યુવતિ રશ્મિકા મંદાના નથી.
વીડિયોમાં દેખાતી યુવતિનું નામ ઝરા પટેલ
X પર એક યુઝરે આ વીડિયોને લઈ મોટો ખુલાસો કર્યો છે. તેમણે પોસ્ટમાં પહેલા રશ્મિકા મંદાનાનો વીડિયો પોસ્ટ કર્યો છે અને લખ્યુ કે, વાયરલ વીડિયોમાં દેખાતી યુવતિનું નામ ઝરા પટેલ છે. તે બ્રિટિશ-ભારતીય યુવતી છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 4 લાખથી વધારે ફોલોઅર્સ છે. ઝરા પટેલે આ વીડિયો 9 ઓક્ટોબરે શેર કર્યો હતો.
અહીં જુઓ રશ્મિકા મંદાનાનો ફેક વીડિયો
There is an urgent need for a legal and regulatory framework to deal with deepfake in India.
You might have seen this viral video of actress Rashmika Mandanna on Instagram. But wait, this is a deepfake video of Zara Patel.
This thread contains the actual video. (1/3) pic.twitter.com/SidP1Xa4sT
— Abhishek (@AbhishekSay) November 5, 2023
આ છે ઓરિજીનલ વીડિયો
The original video is of Zara Patel, a British-Indian girl with 415K followers on Instagram. She uploaded this video on Instagram on 9 October. (2/3) pic.twitter.com/MJwx8OldJU
— Abhishek (@AbhishekSay) November 5, 2023
અમિતાભ બચ્ચને ફેક વીડિયો પર આપી પ્રતિક્રિયા
આ ઉપરાંત અમિતાભ બચ્ચન પણ રશ્મિકા મંદાનાના આ ડીપફેક વીડિયો વાયરલ થતા ગુસ્સે થયા છે. બિગ બીએ સોશિયલ મીડિયા પર કાયદાકીય કાર્યવાહી કરવાની માગ કરી છે. X પર વાયરલ વીડિયો પર તેમણે લખ્યું કે, હા, આ કાયદાકીય રીતે મજબૂત કેસ છે.
yes this is a strong case for legal https://t.co/wHJl7PSYPN
— Amitabh Bachchan (@SrBachchan) November 5, 2023
આ પણ વાંચો : મહિલાએ બિસ્કિટના બનાવ્યા ભજીયા, આ પ્રયોગ જોઈને લોકો થયા ગુસ્સે
X પર ઘણા યુઝર્સે ફેક વીડિયોની સાથે ઓરિજિનલ વિડિયો પણ શેર કર્યો છે. માત્ર વ્યૂઝ માટે અને ફોલોઅર્સ વધારવા માટે આવા વીડિયો બનાવનારાઓની ટીકા કરી છે. યુઝર્સ દ્વારા રશ્મિકા મંદાના હોવાનો દાવો કરીને વીડિયો અપલોડ કરનારા લોકો સામે કડક કાર્યવાહીની માગ કરી છે.
Disclaimer : આ આર્ટિકલ ફેક્ટ ચેક કરવામાં આવ્યો છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી.
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો