
રમ વિશે કરવામાં આવતા દાવા કેટલા સાચા, ખરેખર શિયાળામાં હોય છે ફાયદાકારક?
- GujaratOthers
- November 20, 2023
- No Comment
- 7
ઉનાળો હોય કે શિયાળો પરંતુ ગુજરાતીઓ બારેય મહિના હરવા ફરવાનો મોકો છોડતા હોતા નથી. ખાસ કરીને શિયાળામાં આલ્કોહોલના શોખીનો દીવ, દમણ, માઉન્ટ આબુ અને ઉદયપુર જેવા સ્થળો પર ફરવા જતા હોય છે. આ દરમિયાન ખાસ કરીને રમનો ઉપયોગ કરવાનુ વધારે પસંદ કરતા હોય છે. ઠંડીના દિવસોમાં રમને પીવાનુ પસંદ કરવા પાછળ અલગ અલગ દાવાઓ કરવામાં આવતા હોય છે. ખરેખર જ આ દાવાઓ હકીકતમાં સાચા હોય છે.
સૌથી પહેલા તો એવુ માનવામાં આવે છે કે, રમ શરીરના ગરમ રાખે છે. ઠંડીના માહોલમાં રમની થોડીક માત્રા શરીરને અંદરથી ગરમ અહેસાસ કરાવી શકે છે. બરફીલા વિસ્તારોમાં શરીરને ગરમ રાખવા માટે સૌથી શ્રેષ્ઠ પીણાં તરીકે રમ માનવામાં આવે છે. આ માટે જ આવા સ્થળો પર શ્રેષ્ઠ રમની માંગ વધારે રહેતી હોય છે.
રમ પીવાને લઈ માંસપેશીયોના દર્દમાં રાહત રહેતી હોવાનો પણ દાવો કરવામાં આવે છે. કહેવાય છે કે, જો તમે યોગ્ય માત્રામાં રમને પીવો છો તો, આપની માંસપેશીયોમાં થતી પિડામાંથી રાહત મેળવી શકો છો. આ પ્રકારની પિડાને ઈંટરમિટેંટ ક્લોડિકેશન પણ કહેવામાં આવે છે. આ પ્રકારના દર્દ થવા પાછળનુ કારણ શરીરના અંગોને ખોટી રીતે કે વધારે દબાણ વડે વાળવા અને ખેંચવાનુ હોય છે. રમ આ પ્રકારે થતા માંસપેશીયોના દર્દમાંથી રાહત અપાવે છે.
લોહીને પાતળુ કરવામાં મદદરુપ રમ હ્રદયને સ્વસ્થ રાખવાનુ કામ કરવાનુ પણ માનવામાં આવે છે. કહેવાય છે કે, જ્યાં સુધી તમે યોગ્ય માત્રામાં રમ પીવો છો, તો આપનુ હ્રદય સુરક્ષિત રહે છે. આમ હ્રદયરોગને લઈ ખતરો ઘટાડવામાં પણ રમ મદદરુપ હોવાનુ માનવામાં આવે છે.
આમ તો આલ્કોહોલને લઈ અનેક માન્યતાઓ રહેલી હોય છે, જેમાં ઉધરશ માટે પણ આલ્કોહોલનો ઉપયોગ આવી જ માન્યતાઓને લઈ કરવામાં આવતો હોય છે. રમમાં એન્ટીમાઈક્રોબિયલ ગુણ હોવાને કારણે તે બેક્ટરીયાને મારતા હોય છે. આથી જ રમને ખાંસી-ઉધરશને ઠીક કરવા માટે કેટલાક લોકો ઉપયોગ કરતા હોય છે. સાથે જ કોમન કોલ્ડમાં પણ ઉપયોગ કરે છે. ઠંડીના દિવસોમાં શરદીને લઈ ઉપયોગ કરાય છે. જોકે આવુ કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી જરુરી છે.
એન્ટીસેપ્ટિકના રુપમાં પણ રમને જોવામાં આવે છે. જોકે આવી રીતે ઉપયોગમાં લેતા અગાઉ તબીબી જાણકારી અને સલાહ મેળવવી જરુરી છે. રમનો ઉપયોગ ઈજા થી થયેલા ઘાને સાફ કરવા માટે અને બેક્ટરીયાના ગ્રોથને રોકવા માટે કરવામાં આવે છે. રમને એટલે જ ઈફેક્ટીવ એન્ટીસેપ્ટિક માનવામાં આવે છે.
અલ્ઝાઈમર અને ડિમેંશિયાથી બચાવવા માટે પણ રમને મદદરુપ માનવામાં આવે છે. રમ મેંટર ઈલનેસના જોખમનો ઘટાડો કરે છે. જોકે વધારે આલ્કોહોલનુ સેવન તમારા સ્વાસ્થ્ય અને મગજ માટે હાનિકારક બની શકે છેચ. આ માટે રમનો ઉપયોગ મર્યાદીત માત્રામાં જ કરવો જોઈએ અને જેનાથી જોખમને ઘટાડી શકાય છે.
રમને પીવાના આમ તો અનેક ફાયદા છે પરંતુ એનો મતલબ એ પણ નથી કે, મન ચાહે એમ તેનો ઉપયોગ કરવામાં આવેય આ માટે ડોક્ટરની સલાહને જ અનુસરવુ જોઈએ અને એટલા પ્રમાણમાં જ આલ્કોહોલનો ઉપયોગ કરવો જોઈએ.