
રફ હીરાની આયાત ઘટતા કેનેડાની માઇનિંગ કંપનીએ નોંધાવી નાદારી, અમેરિકા, ચીન, યુકે, દુબઇમાં જ્વેલરીની માગમાં સતત ઘટાડો
- GujaratOthers
- November 6, 2023
- No Comment
- 12
સુરત જ નહીં પણ દેશભરનો હીરા કારોબાર મુશ્કેલીમાં છે. હાલ 60 વર્ષના સૌથી વધુ મુશ્કેલ સમયમાંથી હીરા કારોબાર પસાર થઇ રહ્યો છે. મંદીના કારણે સુરત સહિત દેશમાંથી રફ હીરાની આયાત ઘટી છે. જેથી હીરાના વેપારીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો : સુરત : બેફામ કાર ચાલકે પોલીસકર્મી પર કાર ચઢાવી 300 મીટર ઢસડ્યો, પોલીસે CCTV ના આધારે કારચાલક નબીરાને ઝડપી પાડ્યો
રફ હીરાની આયાત ઘટતા કેનેડાની માઇનિંગ કંપનીએ નાદારી નોંધાવી છે. મહત્વનું છે કે, અમેરિકા, ચીન, યુકે, દુબઇમાં 20 મહિનાથી ડાયમંડ જ્વેલરીની માગમાં સતત ઘટાડો થયો છે. જેના કારણે હીરા ઉદ્યોગને ફટકો પડ્યો છે. અને તેની સીધી અસર કેનેડાની રફ માઇનિંગ કંપનીઓ પર પડી છે. હાલની સ્થિતિને જોઇ વેપારીઓ પણ ચિંતામાં છે અને હાલ આ ચિંતા ઓછી થાય તેવા કોઇ એંધાણ દેખાઈ નથી રહ્યા