
યુવાનોએ બદલાતા સમય સાથે મિલાવ્યો તાલ, મહારાષ્ટ્રના એક ગામમાં હજારો વર્ષ જૂની ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઊભું કરાયું કુદરતી ઘર
- GujaratOthers
- November 3, 2023
- No Comment
- 9

મહારાષ્ટ્રના ત્રણ આર્કિટેક્ટ મિત્રોએ તેમની આસપાસ રહેલી વસ્તુઓમાંથી આ આખું ઘર ઊભું કર્યું છે. જેઓ વ્યવસાયે આર્કિટેક્ટ છે અને ગામડાની સાદી જીવનશૈલીથી ખૂબ પ્રભાવિત છે. તેથી જ તેણે પોતાની કલાથી આ કુદરતી ઘર બનાવ્યું છે. આ તમામ મિત્રોએ આર્કિટેક્ચરનો અભ્યાસ કર્યા બાદ કંઈક કરવાનું નક્કી કર્યું.
પોતાના કામ દ્વારા આ યુવા આર્કિટેક્ટ જે ગામના લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માગતા હતા. જેથી તેમણે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના આદિવાસી ગામ મુરબાડથી તેની શરૂઆત કરી હતી. ત્રણ માનો એક મિત્ર પ્રતિક પણ આ વિસ્તારનો જ છે. અહીંની સાદી જીવનશૈલી જોઈને ત્રણેયએ પોતાની કલા અને જ્ઞાન દ્વારા અહીં ઘર બનાવવાનું નક્કી કર્યું હતું.
ઓછી કિંમત અને જાળવણી સાથે બનાવ્યું કુદરતી ઘર
આ સંશોધન દરમિયાન પ્રતિક, શાર્દુલ અને વિનીતાએ આદિવાસી ઘરોના આર્કિટેક્ચરને નજીકથી સમજ્યું અને જોયું કે આ ઘરો સામાન્ય ઘરોથી ઘણી રીતે અલગ છે.
આ કુદરતી વસ્તુઓમાંથી જ બનાવવામાં આવે છે. સંપૂર્ણ માટીનું ઘર બનાવવાને બદલે અહીંના લોકો માટી, પથ્થર, વાંસ વગેરે વસ્તુઓનો ભરપૂર ઉપયોગ કરે છે, જેનાથી ઘરની જાળવણીનું કામ ઓછું થાય છે.
આ વિસ્તારમાં મકાનો બનાવતી વખતે તેઓ પર્યાવરણનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. લઘુત્તમ વૃક્ષો કાપવા અને માત્ર સ્થાનિક ઘટકોનો ઉપયોગ કરવો એ અહીંની પરંપરાનો એક ભાગ છે.
મહારાષ્ટ્રની સંસ્કૃતિ અને સ્થાનિક સ્પર્શ
આ ગામડાની જીવનશૈલી અને પરંપરાને આગળ વધારતા, પ્રતિક, શાર્દુલ અને વિનીતાએ અહીં ન્યૂનતમ ખર્ચે એક આદિવાસી ઘર બનાવવાનું નક્કી કર્યું અને તેમના પરંપરાગત અને ટકાઉ આર્કિટેક્ચર સ્ટાર્ટઅપ, ડિઝાઇન જંત્રની શરૂઆત કરી .
આજે, તેમની આર્કિટેક્ચરલ પેઢી દ્વારા, તેઓ ભારતમાં વિવિધ સ્થળોએ કુદરતી ઘરો બનાવી રહ્યા છે અને લોકોને કુદરતી વસ્તુઓના ઉપયોગ અને સ્થાનિક કળા અને કૌશલ્યો વિશે જાગૃત કરી રહ્યા છે.
મુરબાડમાં બનેલું તેમનું ઘર દેખાવમાં સામાન્ય ઘરો કરતાં ચોક્કસ અલગ છે, પરંતુ વાસ્તવમાં તે પ્રકૃતિનો એક ભાગ છે. તેણે વર્ષ 2016 માં આ ઘર બનાવવાનું શરૂ કર્યું. જ્યાં આજે તેમનો એક મિત્ર પ્રતિક તેના પરિવાર સાથે રહે છે.
આ પણ વાંચો : મરાઠા આરક્ષણ આંદોલન :’લિવર અને કિડનીમાં સોજો’ ઉપવાસ ખતમ કર્યા બાદ મનોજ જરાંગેની તબિયત લથડી
પોતાના વિસ્તારની જ આસપાસના એરિયા માંથી બનેલા હોવા ઉપરાંત, સમગ્ર ઘરને મજબૂતી આપવા માટે ગોળ, ઝાડની રેઝિન, મેથી, ચૂનો અને વાળ સાથે મિશ્રણ વાળી માટીથી પ્લાસ્ટર કરવામાં આવે છે. સિમેન્ટ વિના બનેલા આ 2300 ચોરસ ફૂટના આદિવાસી ઘરને અન્ય માટીના ઘરોની સરખામણીમાં વધુ જાળવણીની જરૂર નથી.
સેંકડો વૃક્ષો અને છોડથી ઘેરાયેલા પ્રતીકના ઘરને શક્ય તેટલું ટકાઉ બનાવવા માટે, જળ સંરક્ષણનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આર્કિટેક્ચર દ્વારા તેમની પરંપરા અને ટેક્નોલોજીને આગળ લઈ જવાનું આ પગલું ખરેખર પ્રશંસાને પાત્ર છે.
મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો