
મોરબી ઝુલતો બ્રિજ દુર્ઘટના : ઓરેવા કંપનીના સંચાલક જયસુખ પટેલની જામીન અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી
- GujaratOthers
- November 3, 2023
- No Comment
- 13

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં આરોપી જયસુખ પટેલની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. નિયમિત જામીન અરજી સાથે હંગામી જામીન અરજી પર પણ સુનાવણી થશે. હાઇકોર્ટમાં ચાલતી સુઓમોટો અરજી દરમિયાન SITએ પણ રિપોર્ટ દાખલ કર્યો છે.
30 ઓકટોબર 2022ના રોજ મોરબી જિલ્લામાં મચ્છુ નદી પર આવેલા પ્રખ્યાત ઝુલતા પુલ તૂટવાની દુર્ઘટના ઘટી હતી. જેમાં 135 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. ઘટના બાદ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. તેવામાં ગુજરાત પોલીસે આ ઘટનામાં ગુનો નોંધી તપાસ ચાલું કરી હતી. જેમાં સમય જતા ઓરેવા કંપનીનાં સંચાલક જયસુખ ભાલોડીયા ઉર્ફે પટેલ સહિત અનેક લોકો સામે ગુનો નોંધાયો હતો અને બાદમાં તમામની ધરપકડ પણ કરવામાં આવી હતી.
ઓરેવા કંપની સંચાલક અને કેબલ બ્રિજ દુર્ઘટનાના આરોપી જયસુખ ભાલોડિયા ઉર્ફે જયસુખ પટેલ પણ આ કેસમાં આરોપી તરીકે પકડવામાં આવ્યા હતા. જેની કાયમી અને હંગામી જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.
મહત્વનું છે કે આ ઘટના બાદ રાજ્ય સરકારે ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે અને સંબંધિત કેસમાં વિશેષ એસ.આઇ.ટી નો ગઠન કરીને ઘટનાની તપાસ આપી હતી જેમાં એસઆઈટી એ પોતાનો તપાસ અહેવાલ ગુજરાત હાઇકોર્ટમાં ચાલતી સુઓમોટો અરજીમાં રજૂ કર્યો હતો જેમા એસ.આઇ.ટી.એ જણાવ્યું હતું કે જુલતા પુલની સંચાલન અને સમારકામની જવાબદારી ઓરેવા કંપની સંભાળી રહી હતી પરંતુ કોઈ પણ જાતની મંજૂરી અને ટેસ્ટ કર્યા વિના બ્રિજને સમારકામ બાદ ખોલી દેવામાં આવ્યો હતો અને કરતા વધારે લોકોને બ્રિજ ઉપર જવા દેવામાં આવ્યા હતા એટલું જ નહીં પરંતુ સમારકામમાં પણ કેટલીક ગંભીર બેદરકારીઓ તપાસ દરમિયાન સામે આવી હતી.
આ પણ વાંચો- અમદાવાદમાં ચાર બિલ્ડર ગ્રુપ પર આવકવેરા વિભાગનો સપાટો, 150થી વધુ અધિકારીઓ દ્વારા શરુ કરાઇ તપાસ
ઓરેવા કંપનીના સંચાલક જયસુખ ભાલોડીયા જયસુખ પટેલે ગુજરાત હાઇકોર્ટમાં જામીન માંગતી અરજી દરમિયાન રજૂઆત કરી કે આ ઘટના બાદ મૃતકોના પરિવારજનોને વળતર ચૂકવવામાં આવ્યું છે અને પોતે સિનિયર સિટીઝન છે ઉપરાંત અન્ય મુદ્દાઓને ધ્યાન રાખીને તેમને જામીન આપવામાં આવે.
સંબંધિત કેસમાં મૃત્યુ પામનાર લોકોના પરિવારજનો તરફથી ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી અને જયસુખ પટેલની જામીન અરજી નો વિરોધ કરતા જણાવવામાં આવ્યું કે તેઓને નાણાકીય વળતર જ નહીં પરંતુ યોગ્ય ન્યાયની અપેક્ષા છે માટે ન્યાય ન મળે ત્યાં સુધી તેમને જામીન આપવામાં ન આવે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો