મેરી કોમે નથી લીધો સંન્યાસ, ચેમ્પિયન બોક્સરે સમાચારને ખોટા ગણાવ્યા

મેરી કોમે નથી લીધો સંન્યાસ, ચેમ્પિયન બોક્સરે સમાચારને ખોટા ગણાવ્યા

મેરી કોમે નથી લીધો સંન્યાસ, ચેમ્પિયન બોક્સરે સમાચારને ખોટા ગણાવ્યા

ભારતીય મહિલા બોક્સર મેરી કોમે પોતાની નિવૃત્તિના સમાચારને નકારી કાઢ્યા છે. તેણે પોતાની નિવૃત્તિના સમાચારોને સીધું જ નકારી કાઢ્યા છે. 6 વખતની વર્લ્ડ ચેમ્પિયન બોક્સરે કહ્યું કે તેના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. તેણે કહ્યું કે જ્યારે પણ તેને નિવૃત્તિ લેવી પડશે ત્યારે તે પોતે મીડિયા સામે આવીને તેની જાહેરાત કરશે. મેરી કોમ વિશે સમાચાર એવા હતા કે તેણે ઉંમરને કારણે બોક્સિંગમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.

મેરી કોમે નિવૃત્તિના સમાચારને નકારી કાઢ્યા

મેરી કોમના શબ્દો પરથી સ્પષ્ટ થાય છે કે તેનો હાલ નિવૃત્તિ લેવાનો કોઈ ઈરાદો નથી. વર્લ્ડ ચેમ્પિયન બોક્સરે કહ્યું કે તેણે કેટલાક મીડિયા રિપોર્ટ્સ જોયા છે જેમાં કહેવામાં આવ્યું હતું કે મેં રમતને અલવિદા કહી દીધું છે જે યોગ્ય નથી.

એક કાર્યક્રમ દરમિયાન નિવૃત્તિના સમાચાર મીડિયામાં આવ્યા

વાસ્તવમાં, આસામના ડિબ્રુગઢમાં 24 જાન્યુઆરીએ એક કાર્યક્રમ દરમિયાન મેરી કોમની નિવૃત્તિના સમાચાર તેના હવાલાથી મીડિયામાં આવ્યા હતા. ભારતીય બોક્સરે કહ્યું હતું કે વય મર્યાદાના કારણે તે હવે ઓલિમ્પિકમાં ભાગ લઈ શકશે નહીં. આ નિવેદન તેમની નિવૃત્તિ સાથે જોડાયેલું હતું.

ઓલિમ્પિક્સ માટે IBA નો વય સંબંધિત નિયમ શું છે?

ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશનના નિયમો હેઠળ બોક્સરો માટે ઓલિમ્પિક જેવા મોટા સ્ટેજ પર રમવા માટે વય મર્યાદા 40 વર્ષ છે. આ નિયમો પુરુષ અને સ્ત્રી બંને કેટેગરી માટે છે. અને, મેરી કોમની હાલની ઉંમર 41 વર્ષ છે. એટલા માટે તે ઓલિમ્પિક નથી રમી શકતી.

આ પણ વાંચો : 6 વખતની વર્લ્ડ ચેમ્પિયન બોક્સર મેરી કોમે તેની નિવૃત્તિનું સાચું કારણ જાહેર કર્યું

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Related post

50 વર્ષ પછી ચંદ્ર પર ઉતર્યું અમેરિકાનું પહેલું પ્રાઈવેટ સ્પેસક્રાફ્ટ, જાણો મિશન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો

50 વર્ષ પછી ચંદ્ર પર ઉતર્યું અમેરિકાનું પહેલું પ્રાઈવેટ…

લગભગ 50 વર્ષમાં પ્રથમ વખત કોઈ અમેરિકન અવકાશયાન ચંદ્ર પર ઉતર્યું છે. ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવા માટેનું પ્રથમ અમેરિકન મિશન…
દુનિયાનું એકમાત્ર એવું મંદિર જ્યાં ખિસકોલીના રૂપમાં વિરાજમાન છે હનુમાનજી, જાણો રોચક કથા

દુનિયાનું એકમાત્ર એવું મંદિર જ્યાં ખિસકોલીના રૂપમાં વિરાજમાન છે…

Gilahraj Hanuman Mandir: માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ભગવાન રામ અને હનુમાનજીના અનેક મંદિરો છે અને તે મંદિરોની પોતાની…
ભાવનગર વીડિયો: આઝાદ નગર વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ, તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા 5 લોકો ઈજાગ્રસ્ત

ભાવનગર વીડિયો: આઝાદ નગર વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ,…

રાજ્યમાં અવારનવાર જૂથ અથડામણની ઘટના બનતી હોય છે. ત્યારે ભાવનગર જિલ્લામાં વધુ એક વાર જૂથ અથડામણની ઘટના બની છે.  ભાવનગરના આઝાદ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *