
મુંબઇનો વેપારી પાલેજના બજારમાં સસ્તી કિંમતે સોનું વેચવા નીકળ્યો તો પોલીસે ધરપકડ કરી, જાણો કેમ આ પગલું ભર્યું?
- GujaratOthers
- October 31, 2023
- No Comment
- 17

ભરૂચ : સસ્તી કિંમતે સોનું વેચવાની લાલચ આપી લોકોને ઠગતા એક શખ્શને ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ઝડપી પાડ્યો છે. આંતરરાજ્ય ઠગ ટોળકીનો આ સાગરીત મોટો ગુનાહિત ભૂતકાળ ધરાવે છે જેની પૂછપરછના આધારે પોલીસ અનેક ડીટેક્ટ ગુનાઓના ભેદ ઉકેલવાની આશા સેવી રહી છે.
પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ સંદીપસિંહ તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચનાઓની સુચના અને માર્ગદર્શન આધારે પો.ઇન્સ. એ.એ.ચૌધરીએ પોતાની ટીમને વિસ્તારમાં એક્ટિવ રહી પેટ્રોલિંગ વધારવા સૂચના આપી હતી. એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ ભરૂચ ડીવીઝન વિસ્તારમા પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન હે.કો. અનિરૂધસિંહ રણજીતસિંહ તથા હે.કો.નરેશભાઇ અંબારામભાઇને બાતમી મળી હતી કે મુંબઈનો ઈસમ નકલી સોનાને સાચા સોના તરીકે વેચવા માટે પાલેજ ટાઉન વિસ્તારમા ફરે છે.
સસ્તું સોનુ વેચવા વેપારીના વેશમાં ઠગ ફરતો હતો
બાતમી આધારે પાલેજ પહોંચી પોલીસે શોધખોળ કરતા બાતમીઅનુસારનો શખ્શ મળી આવ્યો હતો. તલાસી લેતા તેની પાસેની એક નાની થેલીમા પીળા કલરની સોના જેવી દેખાતી નાના મણકાની માળા મળી આવેલ જેનુ બીલ કે આધાર પુરાવા બાબતે પુછતા તેણે સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો. મીઠાભાઈ ગંગારામભાઇ રાઠોડ ઉ.વ. ૪ર ધંધો વેપાર રહેવાસી:- ચાલી નંબર ૦૧, મકાન નંબર ૧૧,બી.આર.નગર, દિવા ઈસ્ટ, થાન,મુંબઈ મહારાષ્ટ્રની ઉંડાણ પુર્વક પુછપરછ દરમિયાન આ નકલી સોનુ મુંબઇ ખાતેથી લાવી ભરૂચ વિસ્તારમા આ નકલી સોનાને ઓછા ભાવની લાલચ આપી સાચા સોના તરીકે વેચવા માટે ફરતો હતો. પોલીસે CRPC કલમ 102 મુજબ માળા કબ્જે કરી સદર ઇસમ વિરુદ્ધ CRPC કલમ 41(1)D હેઠળ અટક કરી પાલેજ પોલીસને સોંપ્યો છે.
આરોપી ગુનાહીત ઇતિહાસ ધરાવે છે
મીઠાભાઈ ગંગારામભાઇ રાઠોડ વિરુદ્ધ આ અગાઉ સને ૨૦૨૧ માં આરોપી વિરૂધ્ધ હિંજવણી પોલીસ સ્ટેશન (પુણા) મહારાષ્ટ્ર ખાતે વિશ્વાસઘાતની ફરીયાદ થયેલ તેમજ ગોવા ખાતે ડુપ્લીકેટ સોનાની ચિટીંગ કરેલાનુ તપાસ દરમ્યાન બહાર આવ્યું છે.
આ પણ વાંચો : સુરતમાં સામુહિક આપઘાતનો મામલો : SITની ટીમે 9 કારીગર અને 3 બનેવીઓના નિવેદન લીધા, જુઓ વિડીયો
ગુનાને બનતો અટકાવી આરોપીને ઝડપી પાડવામાં PI એ.એ.ચૌધરી તથા પો.સ.ઈ.આર.એલ.ખટાણા સાથે હે.કો. અનિરૂધ્ધસિંહ રણજીતસિંહ , હે.કો.નરેશભાઇ અંબારામભાઇ તથા હે.કો. ગજેન્દ્રસિંહ જેણસિંહએ જહેમત ઉઠાવી હતી .