‘માલિક’ વેચશે કંપનીના 77 લાખ શેર, બજારમાં મચી ગયો હડકંપ, રોકાણકારો થયા નિરાશ, શેર 4 ટકા તૂટ્યો

‘માલિક’ વેચશે કંપનીના 77 લાખ શેર, બજારમાં મચી ગયો હડકંપ, રોકાણકારો થયા નિરાશ, શેર 4 ટકા તૂટ્યો

‘માલિક’ વેચશે કંપનીના 77 લાખ શેર, બજારમાં મચી ગયો હડકંપ, રોકાણકારો થયા નિરાશ, શેર 4 ટકા તૂટ્યો

IndiGo Share Price: ઈન્ટરગ્લોબ એવિએશન લિમિટેડ (IndiGo)ના શેરમાં આજે 4 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.પ્રાપ્ત અહેવાલ મુજબ કંપનીના પ્રમોટર્સ તેમનો હિસ્સો 2 ટકા ઘટાડી શકે છે, આ સમાચારને કારણે આજે શેરબજારમાં કંપનીના શેરની સ્થિતી નબળી પડી છે.

મંગળવારે BSEમાં કંપનીના શેર રૂ. 4409.95 પર ખુલ્યા હતા. પરંતુ થોડા સમય પછી તે 4471.90 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો. એટલે કે પ્રમોટરોએ તેમનો હિસ્સો વેચવાની વાતને કારણે શેર 4.40 ટકા તુટ્યો હતો. તમને જણાવી દઈએ કે, ઈન્ડિગોના પ્રમોટર્સ એન્ટરગ્લોબ એન્ટરપ્રાઈઝ છે.

77 લાખ શેર વેચી શકે છે

અહેવાલો અનુસાર, ઇન્ટરગ્લોબ એન્ટરપ્રાઇઝના વડા રાહુલ ભાટિયા 77 લાખ શેર વેચી શકે છે. આ માટે પ્રતિ શેરની કિંમત 4266 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જે સોમવારે કંપનીના બંધ રૂ. 4566.60 કરતાં સસ્તું છે. તમને જણાવી દઈએ કે, આજે ઈન્ટરગ્લોબ એવિએશન લિમિટેડનું માર્કેટ કેપ ઘટીને 1,69.551 કરોડ રૂપિયા થઈ ગયું છે.

31 માર્ચ, 2024ના ડેટા મુજબ, એન્ટરગ્લોબ એન્ટરપ્રાઇઝિસનો કુલ હિસ્સો 37.75 ટકા હતો. શેરબજારમાં કંપનીની કામગીરીની વાત કરીએ તો છેલ્લા 6 મહિનામાં પોઝિશનલ રોકાણકારોને 60 ટકાનો નફો થયો છે. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરના ભાવમાં 82 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે.

કંપનીનું 52 વીક હાઇ સ્થિતીની વાત કરીએ તો તે રૂ. 4,610 છે અને 52 વીક લો પ્રાઇસ રૂ. 2331.20 છે. મ્યુચ્યુઅલ ફંડનો કુલ હિસ્સો 12.38 ટકા હિસ્સો છે. વિદેશી રોકાણકારોનો હિસ્સો 23.66 ટકા છે.

કંપનીના માર્ચ ક્વાર્ટર વિશે માહિતી

કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 919.20 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. જે વાર્ષિક ધોરણે 26 ટકા વધુ છે. જાન્યુઆરીથી માર્ચ 2024 દરમિયાન કંપનીની આવક રૂ. 17,825.30 કરોડ હતી. EBITDAમાં 48.70 ટકાનો વધારો જોવા મળ્યો છે.

( શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લો.)

Related post

વર્લ્ડ કપમાં વિરાટ કોહલીનો ફ્લોપ શો, તો શેર માર્કેટમાં તેની કંપની Go Digitનો ફ્લોપ શો, 5 દિવસમાં 3.50 ટકા ઘટ્યા શેરના ભાવ

વર્લ્ડ કપમાં વિરાટ કોહલીનો ફ્લોપ શો, તો શેર માર્કેટમાં…

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના રોકાણવાળી કંપની Go Digit General Insuranceનું 23 મેના રોજ શેર બજારમાં લિસ્ટિંગ થયું હતું. BSE પર…
હવે એવું લાગે છે કે માં ગંગાએ મને દત્તક લઈ લીધો છે, વારાણસીમાં PM મોદીના સંબોધનની 10 મોટી વાતો

હવે એવું લાગે છે કે માં ગંગાએ મને દત્તક…

લોકસભા ચૂંટણીના પરિણામો અને વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારે પહેલીવાર પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લીધી છે.…
T20 World Cup 2024 : સુપર-8માં ધમાકો કરવા તૈયાર ટીમ ઈન્ડિયા, રોહિત શર્માએ વિરોધીઓને આપી ખુલ્લી ‘ચેતવણી’

T20 World Cup 2024 : સુપર-8માં ધમાકો કરવા તૈયાર…

T20 વર્લ્ડ કપ 2024ના પ્રથમ રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ હવે ટીમ ઈન્ડિયા સુપર-8 રાઉન્ડ માટે તૈયાર છે. સુપર-8 રાઉન્ડ 19…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *