માત્ર 3 રુપિયામાં 35 દિવસની વેલિડિટી વાળો જબરદસ્ત પ્લાન BSNL એ કર્યો લોન્ચ, જાણો અહીં કિંમત
- GujaratOthers
- October 5, 2024
- No Comment
- 7
સરકારી ટેલિકોમ કંપની BSNL તેના ગ્રાહકોને ઘણા પ્રકારના રિચાર્જ પ્લાન ઓફર કરે છે. જ્યારથી ખાનગી કંપનીઓએ તેમના પ્લાન મોંઘા કર્યા છે, ત્યારથી BSNL આક્રમક મોડમાં હોય તેવું લાગી રહ્યું છે. BSNL Jio, Airtel અને Vi સાથે સ્પર્ધા કરવા માટે સતત ઓછી કિંમતના પ્લાન ઓફર કરે છે. હવે BSNL તેના ગ્રાહકો માટે એક શાનદાર પ્રીપેડ રિચાર્જ પ્લાન લઈને આવ્યું છે.
BSNLની યાદીમાં સસ્તા અને મોંઘા બંને પ્લાન ઉપલબ્ધ છે. જ્યારથી રિચાર્જ પ્લાનની કિંમતો વધી છે, મોબાઈલ યુઝર્સ એવા પ્લાનની શોધમાં છે જેમાં સિમ કાર્ડ વધુ દિવસો સુધી એક્ટિવ રહી શકે અને સૌથી ઓછી કિંમતે કોલ પણ કરી શકાય. યુઝર્સની આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને BSNLએ જબરદસ્ત પ્લાન રજૂ કર્યો છે. પહેલા આ પ્લાન 28 દિવસ માટે મળતો હતો હવે 35 દિવસ કરવામાં આવ્યો છે. ત્યારે ચાલો જાણીએ
જ્યારે અન્ય ટેલિકોમ કંપનીઓ તેમના ગ્રાહકોને આશરે રૂ. 300ના ખર્ચે 28 દિવસની માન્યતા ઓફર કરી રહી છે, ત્યારે BSNL તેના વપરાશકર્તાઓને આશરે રૂ. 100ના ખર્ચે 35 દિવસથી વધુની વેલિડિટી ઓફર કરી રહી છે. ચાલો તમને BSNL ના આ રિચાર્જ પ્લાન વિશે વિગતવાર જણાવીએ.
જો તમે રિચાર્જ પ્લાનમાં વધુ પૈસા વેડફવા માંગતા નથી, તો તમે BSNLનો સૌથી સસ્તો પ્લાન 107 રૂપિયામાં લઈ શકો છો. આ પ્લાનમાં, તમે તમારા સિમ કાર્ડને 30 દિવસથી વધુ સમય માટે 3 રૂપિયાથી ઓછા દૈનિક ખર્ચે એક્ટિવ રાખી શકો છો. આટલું જ નહીં, તેમાં તમને કોલિંગ, ડેટા અને બીજા ઘણા ફાયદા આપવામાં આવે છે.
BSNLના 107 રૂપિયાના પ્લાનમાં તમને કુલ 35 દિવસની વેલિડિટી મળે છે. આ સાથે, તમને રિચાર્જ પ્લાન સાથે સંપૂર્ણ માન્યતા માટે કૉલ કરવા માટે કુલ 200 ફ્રી મિનિટ આપવામાં આવે છે. 200 મિનિટની મર્યાદા પૂરી થયા પછી, તમારે સ્થાનિક કૉલ્સ માટે 1 રૂપિયા પ્રતિ મિનિટનો દર ચૂકવવો પડશે. જ્યારે તમે STD કોલિંગ કરો છો તો તમારે 1.3 મિનિટના દરે ચાર્જ ચૂકવવો પડશે.
જ્યારે અન્ય ટેલિકોમ કંપની Jio આ પ્લાન 299માં ઓફર કરી રહી છે તેમાં પણ 28 દિવસની વેલિડિટી આપવા આવે છે. જ્યારે vi અને Airtel આ પ્લાન માટે 349 રુપિયા લઈ રહી છે.