
મહારાષ્ટ્રથી વડોદરા આવેલા વ્યક્તિ સાથે રિક્ષામાં લૂંટ, પર્સ અને મોબાઇલ પડાવી લીધા
- GujaratOthers
- November 4, 2023
- No Comment
- 13
મહારાષ્ટ્રના નંદુરબારથી વડોદરા આવેલા વ્યક્તિ સાથે લૂંટની ઘટના બની છે. ભોગ બનનાર વ્યક્તિએ બસ ડેપો જવા માટે રિક્ષા ઉભી રાખી અને તેમાં સવાર થયો. જે બાદ રિક્ષામાં આવેલા લૂંટારૂઓએ વ્યક્તિને તીક્ષ્ણ હથિયાર બતાવ્યું અને આ બાદ વ્યક્તિને લૂંટારૂઓએ ધમકાવ્યો.
આ પણ વાંચો : વડોદરા : આંતરિક વિખવાદમાં બે પરિવારના સભ્યોનો એકબીજા પર જીવલેણ હુમલો, બે વ્યક્તિ ગંભીર, જુઓ વીડિયો
મહત્વનુ છે કે વ્યક્તિનું પાકિટ અને મોબાઇલ લૂંટીને આ લોકો ફરાર થયા હતા. સમગ્ર ઘટના વડોદરા શહેરના આજવા રોડ સરદાર એસ્ટેટ પાસે બની છે. લૂંટ ચલાવ્યા બાદ વ્યક્તિને અધવચ્ચે જ રસ્તા પર ઉતારી દીધો. ભોગ બનનાર વ્યક્તિનું નામ દાનીશ અલી હોવાનું સામે આવ્યું છે. તો, સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.