મરાઠા અનામતની માગ પર અડગ મનોજ જરાંગેએ પાણી પીધુ પણ ભૂખ હડતાળ યથાવત રાખી, શિવસેના સાંસદે પીએમ મોદીને કરી આ અપીલ- વાંચો

મરાઠા અનામતની માગ પર અડગ મનોજ જરાંગેએ પાણી પીધુ પણ ભૂખ હડતાળ યથાવત રાખી, શિવસેના સાંસદે પીએમ મોદીને કરી આ અપીલ- વાંચો

મરાઠા અનામતની માગ પર અડગ મનોજ જરાંગેએ પાણી પીધુ પણ ભૂખ હડતાળ યથાવત રાખી, શિવસેના સાંસદે પીએમ મોદીને કરી આ અપીલ- વાંચો

મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માગ વધુ પ્રબળ બની રહી છે. મરાઠા ક્રાંતિ મોરચાના નેતા મનોજ જરાંગે પાટિલે ભૂખ હડતાળના સાતમા દિવસે મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે વાતચીત બાદ જ પાણી ગ્રહણ કર્યુ જો કે તેમણે ભૂખ હડતાળ હજુ યથાવત રાખી છે. જરાંગેએ ડોક્ટરો પાસેથી કોઈ સારવાર લેવાનો પણ ઈનકાર કરી દીધો છે.

બીજી તરફ મહારાષ્ટ્ર સરકારના મંત્રીમંડળમાં મરાઠા અનામત મુદ્દે નિવૃત ન્યાયધિશ સંદીપ શિંદે સમિતિ દ્વારા અપાયેલો પ્રારંભિક રિપોર્ટ સ્વીકારી લીધો છે. આ તમામ વચ્ચે મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાના લોકસભા સાંસદ હેમંત પાટિલે પીએમ નરેન્દ્ર મોદીને મરાઠાઓને અનામત આપવા માટે સંસદમાં એક વિશેષ સત્ર બોલાવવા અપીલ કરી છે. તેમણે કહ્યુ કે એકમાત્ર પીએમ મોદી મરાઠાઓને અનામત આપી શકે છે. પાટીલે જણાવ્યુ કે આથી તમામ પાર્ટીના લોકસભા સાંસદોનું પ્રતિનિધિમંડળ પીએમ મોદીને મળશે.

બંને ડેપ્યુટી સીએમ પણ રહ્યા હાજર

જસ્ટિસ શિંદે સમિતિએ 30 ઓક્ટોબરે નિઝામ સમયગાળાના આધારે કુણબી-મરાઠા જાતિના પ્રમાણપત્રો નક્કી કરવાની પ્રક્રિયા પર પોતાનો અહેવાલ આપ્યો હતો.કારણ કે છેલ્લા એક મહિનામાં તપાસવામાં આવેલા 1.72 કરોડથી વધુ દસ્તાવેજોની તપાસમાં 11,530 આવા પ્રમાણપત્રો મળી આવ્યા હતા. આ બધા વચ્ચે ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસે રાજ્યપાલ રમેશ વૈશ્ય સાથે મુલાકાત કરી. સૂત્રોનુ માનીએ તો સરકાર સર્વદળીય બેઠક બાદ મરાઠા અનામતને લઈને વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવી શકે છે. જસ્ટિસ શિંદેની રિપોર્ટ અનુસાર મરાઠાને કુણબી જાતિનું પ્રમાણપત્ર આપવામાં આવશે. જે તેમને ક્વોટા માટે પાત્ર બનાવશે.

સર્વપક્ષીય બેઠક બાદ વિધાનસભાનું વિશેષ સત્ર મળી શકે- સૂત્ર

જસ્ટિસ શિંદે કમિટીએ 30 ઓક્ટોબરે નિઝામ સમયગાળાના આધારે કુણબી-મરાઠા જાતિના પ્રમાણપત્રો નક્કી કરવાની પ્રક્રિયા પર પોતાનો અહેવાલ આપ્યો હતો, કારણ કે છેલ્લા એક મહિનામાં તપાસવામાં આવેલા 1.72 કરોડથી વધુ દસ્તાવેજોમાંથી 11,530 આવા પ્રમાણપત્રો મળી આવ્યા હતા. આ બધાની વચ્ચે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના રાજ્યપાલ રમેશ બૈશ્યને મળ્યા હતા. સૂત્રોનું માનીએ તો સરકાર સર્વપક્ષીય બેઠક બાદ મરાઠા આરક્ષણને લઈને વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવી શકે છે. જસ્ટિસ શિંદેના રિપોર્ટ અનુસાર, મરાઠાઓને ‘કુણબી જાતિ’ પ્રમાણપત્ર આપવામાં આવશે, જે તેમને ક્વોટા માટે પાત્ર બનાવશે. શિવબા સંગઠનના આગેવાન મનોજ જરાંગે-પાટીલે આવી જ માંગણી કરી હતી.

25 ઓક્ટોબરથી શરૂ કરી હતી હડતાળ

જરાંગેએ 25 ઓક્ટોબરથી જાલનામાં અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ શરૂ કરી છે. કેબિનેટની અધ્યક્ષતા મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કરી. જેમા ડિપ્ટી સીએમ દેવેન્દ્ર ફડણવિસ અને અજીત પવાર હાજર રહ્યા હતા અને મરાઠા કોટા સાથે સંબધિત અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. જૂના રેકોર્ડ મુજબ મરાઠાઓને ‘કુણબી જાતિ’ પ્રમાણપત્રો આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, અને પછાત વર્ગ આયોગ મરાઠાઓની સામાજિક-શૈક્ષણિક પછાતતાને સુનિશ્ચિત કરવા માટે નવા ડેટા એકત્ર કરશે. ત્રણ સેવાનિવૃત્ત ન્યાયાધીશોની સલાહકાર પેનલ-જેમણે મરાઠા ક્વોટા મુદ્દે અલગ-અલગ સમિતિના અહેવાલો તૈયાર કર્યા છે-સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી સૂચિત ક્યુરેટિવ પિટિશન પર સરકારને માર્ગદર્શન આપશે.

આ પણ વાંચો: ટેકનિકલ કોલેજના પ્રોફેસરોએ ઉચ્ચરતર પગાર ધોરણ, બઢતી સહિતના 6 મુદ્દે પરિવાર સાથે યોજ્યા ધરણા, પગારમાં ભેદભાવ રાખવાનો આક્ષેપ

ઉચ્ચ પોલીસ અધિકારીઓને એલર્ટ રહેવા અપાઈ સૂચના

રાજ્યમાં સરકારના પોસ્ટર અને હોર્ડિંગ્સ સાથે ધારાસભ્યોના ઘરમાં આગજનીની ઘટના બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદે પોલીસને એલર્ટ રહેવાનો નિર્દેશ આપ્યો. મુખ્યમંત્રીના નિર્દેશ બાદ રાજ્યમાં ધારાસભ્યો, મંત્રીઓ અને ઉપમુખ્યમંત્રીઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સરકારને આશંકા છે કે મરાઠા અનામતના મુદ્દે ઓબીસી સંગઠન ભડકી શકે છે. તેને જોતા તેમણે પોલીસના ઉચ્ચ અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત મુખ્યમંત્રી એકનાથ શિંદેના બંગલાની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Related post

નર્મદા : કમોસમી વરસાદ બાદ ખેતીના નુકસાનને ઘટાડવા ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ

નર્મદા : કમોસમી વરસાદ બાદ ખેતીના નુકસાનને ઘટાડવા ખેતીવાડી…

રાજયમાં 25 અને 26 નવેમ્બર 2023 દરમિયાન પશ્ચિમની વિક્ષોભ તથા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરરૂપે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં મધ્યમથી ભારે કમોસમી વરસાદ…
આ ખેલાડીઓ 9 હજારનું હેલ્મેટ પહેરી મેદાનમાં રમે છે, વિદેશી ખેલાડીઓ પણ છે સામેલ

આ ખેલાડીઓ 9 હજારનું હેલ્મેટ પહેરી મેદાનમાં રમે છે,…

તમે જોતા હશો કે જ્યારે ખેલાડી મેચ રમે છે ત્યારે ક્રિકેટ હેલ્મેટ પહેરેલું હોય છે. તમે એવો પણ વિચાર કરશો કે,…
તુર્કીએ-અઝરબૈજાનમાં ચાલશે ભારતનો જાદુ, લોકો ખાશે ‘ભારતીય’ પિઝા

તુર્કીએ-અઝરબૈજાનમાં ચાલશે ભારતનો જાદુ, લોકો ખાશે ‘ભારતીય’ પિઝા

હવે ભારત તુર્કી, અઝરબૈજાન અને જ્યોર્જિયા જેવા દેશોમાં પોતાનો ધ્વજ નવેસરથી ફરકાવવા જઈ રહ્યું છે. ભારતીય કંપનીઓ ઝડપથી વિસ્તરી રહી છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *