
ભાવનગર: મહુવા માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક, પૂરતા ભાવ ન મળતા ખેડૂતો નિરાશ- વીડિયો
- GujaratOthers
- November 21, 2023
- No Comment
- 7
ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં દિવાળી વેકેશન ખૂલતા જ કપાસની આવક શરૂ થઈ છે. ખેડૂતોને મણ કપાસના 1200થી 1500 રૂપિયા ભાવ મળી રહ્યા છે. જો કે જોઈતા ભાવ ન મળતા ખેડૂતો નિરાશ જોવા મળી રહ્યા છે. વાતાવરણ તેમજ કમોસમી વરસાદના કારણે કપાસ પકવતા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં કપાસનો ઉતારો થયો નથી. જેને લઈને ખેડૂતો નિરાશ હતા. તેમાં પણ યાર્ડમાં પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી છે. સોમવારે ખુલેલા મહુવા માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ 1300 રૂપિયાથી 1400 રૂપિયા બોલાયો હતો. ખેડૂતોનું કહેવુ છે કે સરકારક ખેડૂતોની મદદમાં આવે તે જરૂરી છે. નહીં તો હાલત વધુ કફોડી બનશે.
એક તરફ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે, બીજી તરફ ખેડૂતોને જોઈએ એવા ભાવ ન મળતા ખેડૂતોને ખર્ચ પણ નીકળે તેમ ન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
Input Credit- Sanjay Vala- Mahuva- Bhavnagar
ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો