ભાવનગર: તળાજામાં થયેલી 7.5 લાખની લૂંટનો ઉકેલાયો ભેદ, 4 શખ્સોની પોલીસે કરી ધરપકડ- વીડિયો

ભાવનગર: તળાજામાં થયેલી 7.5 લાખની લૂંટનો ઉકેલાયો ભેદ, 4 શખ્સોની પોલીસે કરી ધરપકડ- વીડિયો

ભાવનગરના તળાજામાં ભરબજારે થયેલી 7.5 લાખની લૂંટનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. પોતાના મોજશોખ પૂરા કરવા માટે લૂંટ ચલાવનાર ગેંગના 4 સભ્યોને પોલીસે ભાવનગરથી ઝડપી પાડ્યા છે. સમગ્ર ઘટના જોઇએ તો તળાજામાં પહલ ફાયનાન્સ બ્રાન્ચમાં નોકરી કરતા હેતલબેન ભાલીયા બેંકમાં કલેક્શન જમા કરાવવા જઈ રહ્યા હતા, આ દરમિયાન લૂંટારૂઓએ તેમનું રૂપિયા ભરેલું પર્સ ઝૂંટવી લૂંટની ઘટનાને અંજામ આપ્યો. આરોપીઓએ ચલાવેલી લૂંટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

આ પણ વાંચો: ભાવનગર: મહુવા માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક, પૂરતા ભાવ ન મળતા ખેડૂતો નિરાશ- વીડિયો

ઘટના બાદ પોલીસે તપાસ હાથ ધરી ચારેય આરોપીઓ નિલેશ મેર, કલ્પેશ દેવમુરારી, જગદીશ વ્યાસ અને મનિષ બામણીયાને દબોચી લીધા. આ લૂંટના ગુનામાં પોલીસે 5 લાખથી વધુની રોકડ સહિત લૂંટમાં ઉપયોગમાં લેવાયેલ લાઇટર પિસ્તોલ, છરો તેમજ અન્ય મુદ્દામાલ રિકવર કર્યો છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે ફાયનાન્સ કંપનીના કર્મચારીએ જ આરોપીઓને ટીપ્સ આપી હતી. આ ટોળકી અગાઉ આંગડીયા પેઢીને ટાર્ગેટ બનાવી 15 થી 20 લાખની લૂંટ ચલાવવાની ફિરાકમાં હતી. પરંતુ તે પ્લાન નિષ્ફળ જતા તળાજામાં લૂંટ ચલાવી હતી. 4 પૈકી 2 આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પણ ખૂલ્યું છે.

ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ગાંધીનગર ડેપોની લીધી સરપ્રાઇઝ વિઝીટ, સ્વચ્છતા અંગે કરી સમીક્ષા, જુઓ વીડિયો

ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ગાંધીનગર ડેપોની લીધી સરપ્રાઇઝ…

2 ડિસેમ્બરથી એસટી વિભાગ દ્વારા રાજ્યભરમાં સ્વચ્છતા અભિયાનનો આજથી આરંભ કરવામાં આવ્યો છે.એસટી વિભાગ દ્વારા બસ સ્ટેશન પર સ્વચ્છતા માટે વિશેષ…
તમે કમાણી કરવા શેરબજારમાં રોકાણ કરો છો? તો આ છે બેસ્ટ ટ્રેડિંગ એપ્સ

તમે કમાણી કરવા શેરબજારમાં રોકાણ કરો છો? તો આ…

દરેક લોકો તેના આર્થિક ભવિષ્યને લઈને ચિંતિત છે અને સુરક્ષિત ભવિષ્ય માટે જુદી-જુદી જગ્યાએ રોકાણ કરે છે. આ રોકાણ દ્વારા આગામી…
સેકન્ડ હેન્ડ કાર ખરીદી રહ્યા હોવ તો ખાલી 4 પોઈન્ટમાં જાણો કાર લેવા જેવી છે કે નહી, જુઓ વીડિયો

સેકન્ડ હેન્ડ કાર ખરીદી રહ્યા હોવ તો ખાલી 4…

ઓટોમોબાઈલ્સ ઈન્ડસ્ટ્રીઝમાં સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનું ચલણ કે ટ્રેન્ડ ક્યારેય ધીમો પડ્યો નથી. કારના નવા નવા મોડેલ આવતા રહે છે સાથે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *