
ભારત 20 વર્ષ બાદ ઈંગ્લેન્ડને ODI વર્લ્ડ કપમાં હરાવવા તૈયાર, જાણો આંકડાઓ કોના પક્ષમાં?
- GujaratOthers
- October 29, 2023
- No Comment
- 19
2019નો વર્લ્ડ કપ ઈંગ્લેન્ડમાં યોજાયો હતો, જેમાં બર્મિંગહામના એજબેસ્ટનમાં ઈંગ્લેન્ડે ભારતને 31 રનથી હરાવ્યું હતું. આ મેચમાં રોહિત શર્માએ 15 ચોગ્ગાની મદદથી 102 રન બનાવ્યા હતા, છતાં ટીમ ઈન્ડિયા 338 રનનો ટાર્ગેટ ચેઝ કરવામાં નિષ્ફળ રહી હતી અને પાંચ વિકેટે 306 રન જ બનાવી શક્યા હતા.
વર્ષ 2015માં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં વનડે વર્લ્ડ કપ યોજાયો હતો, જેમાં ટીમ ઈન્ડિયા સેમી ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી બહાર થઈ ગઈ હતી. આ વર્લ્ડ કપમાં અલગ અલગ ગ્રૂપમાં હોવાના કારણે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે કોઈ મેચ રમાઈ નહીં.
વર્ષ 2011માં ભારત વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. 2011 માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટક્કર થઈ હતી, જેમાં બંનેમાંથી કોઈ ટીમ જીતી શકી નહીં અને મેચ ટાઈ થઈ હતી.
વર્લ્ડ કપ 2007 ભારત માટે દુઃસ્વપ્ન સમાન રહ્યું હતું, જેમાં ભારત પહેલા રાઉન્ડમાં જ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું હતું, જેના કારણે આગામી રાઉન્ડમાં ભારત અને ઈંગ્લેન્ડની ટક્કર થઈ શકી નહીં.
છેલ્લી વખત વર્લ્ડ કપમાં ભારતે ઈંગ્લેન્ડને વર્ષ 2003માં વર્લ્ડ કપમાં સૌરવ ગાંગુલીની કપ્તાનીમાં હરાવ્યું હતું. સાઉથ આફ્રિકામ યોજાયેલ વર્લ્ડ કપમાં ડરબનમાં આશિષ નેહરાની દમદાર બોલિંગના સહારે ઈંગ્લેન્ડને પરાસ્ત કર્યું હતું, નહેરાએ આ મેચમાં 6 વિકેટ ટીમને યાગદાર જીત અપાવી હતી.