ભારતીય શેરબજારમાંથી વિદેશી રોકાણકારોનો રિવર્સ ગિયર, માર્કેટમાંથી પૈસા ઉપાડીને અહીં કરી રહ્યા છે રોકાણ

ભારતીય શેરબજારમાંથી વિદેશી રોકાણકારોનો રિવર્સ ગિયર, માર્કેટમાંથી પૈસા ઉપાડીને અહીં કરી રહ્યા છે રોકાણ

ભારતીય શેરબજારમાંથી વિદેશી રોકાણકારોનો રિવર્સ ગિયર, માર્કેટમાંથી પૈસા ઉપાડીને અહીં કરી રહ્યા છે રોકાણ

અમેરિકામાં બોન્ડના વધતા વળતર વચ્ચે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI)એ આ મહિને અત્યાર સુધીમાં ભારતીય શેરબજારોમાંથી રૂ. 24,700 કરોડ પાછા ખેંચી લીધા છે. બીજી તરફ લોન અથવા બોન્ડ માર્કેટ અંગે તેમનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તેમણે બોન્ડ માર્કેટમાં રૂ.17,120 કરોડનું રોકાણ કર્યું છે.

ડિપોઝિટરી ડેટા અનુસાર વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ આ મહિને અત્યાર સુધીમાં ભારતીય શેરોમાંથી રૂ.24,734 કરોડ પાછા ખેંચી લીધા છે. અગાઉ FPIએ સમગ્ર ડિસેમ્બરમાં રૂ. 66,134 કરોડ અને નવેમ્બરમાં રૂ. 9,000 કરોડનું રોકાણ કર્યું હતું.

જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી.કે.વિજયકુમારે જણાવ્યું હતું કે અમેરિકામાં બોન્ડ્સ પર વધતું વળતર ચિંતાનો વિષય છે અને તેના કારણે તાજેતરના સમયમાં FPI ભારતીય માર્કેટમાં સેલર રહ્યા છે. તેમણે કહ્યું કે, હવે 10 વર્ષના બોન્ડ પરનું વળતર ફરી ઘટીને 4.18 ટકા થઈ ગયું છે.

આ સૂચવે છે કે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો 2024ના બીજા ભાગમાં જ થશે. એસોસિયેટ ડિરેક્ટર-મેનેજર રિસર્ચ, મોર્નિંગસ્ટાર ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ઇન્ડિયાના હિમાંશુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે FPI એ નવા વર્ષની શરૂઆત સાવધાની સાથે કરી હતી અને ઊંચા મૂલ્યાંકનને કારણે ભારતીય બજારમાં નફો બુક કર્યો છે.

આંકડાઓ શું કહે છે ?

તેમણે કહ્યું કે આ સિવાય વ્યાજ દરની સ્થિતિ પર અનિશ્ચિતતાને લીધે FPI ભારત જેવા ઉભરતા બજારોમાં રોકાણ અંગે કોઈ નિર્ણય લેતા પહેલા વધુ રાહ જોઈ રહ્યા છે. ડેટા અનુસાર FPI એ ડિસેમ્બરમાં બોન્ડ માર્કેટમાં રૂ.18,302 કરોડ, નવેમ્બરમાં રૂ. 14,860 કરોડ અને ઓક્ટોબરમાં રૂ. 6,381 કરોડનું રોકાણ કર્યું હતું. 2023માં FPIs એ શેરમાં રૂ. 1.71 લાખ કરોડ અને લોન અથવા બોન્ડ માર્કેટમાં રૂ. 68,663 કરોડનું રોકાણ કર્યું હતું. આ રીતે મૂડી બજારમાં તેમનું કુલ રોકાણ 2.4 લાખ કરોડ રૂપિયા હતું.

આ પણ વાચો ગજબનું ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર, આંખના પલકારામાં બની જાય છે સ્કૂટર

Related post

WPL 2024ની ધમાકેદાર શરૂઆત, ભારે રોમાંચક મેચમાં મુંબઈએ દિલ્હીને અંતિમ બોલ પર હરાવ્યું

WPL 2024ની ધમાકેદાર શરૂઆત, ભારે રોમાંચક મેચમાં મુંબઈએ દિલ્હીને…

WPL 2024ની આનથી વધુ સારી શરૂઆત બીજી ના હોય શકે. પહેલી જ મેચમાં મુકાબલો અંતિમ બોલ સીધું પહોંચ્યો અને અંતિમ બોલ…
રાજકોટ: રાજ્યની સૌપ્રથમ AIIMSમાં 26મીએ IPD સેવાનો થશે પ્રારંભ, પીએમ મોદી 250 બેડની IPD હોસ્પિટલનું કરશે લોકાર્પણ

રાજકોટ: રાજ્યની સૌપ્રથમ AIIMSમાં 26મીએ IPD સેવાનો થશે પ્રારંભ,…

રાજ્યની પ્રથમ AIIMS રાજકોટમાં નિર્માણ પામી રહી છે. જેમાં બે વર્ષથી કાર્યરત OPD સેવા બાદ હવે IPD સેવા પણ આગામી 26…
5 રાજ્યમાં તાબડતોબ ગઠબંધન માટે કોંગ્રેસ અને અન્ય દળો આ 4 કારણોથી થયા મજબુર- ચાર મુુદ્દામાં સમજીએ સમીકરણ

5 રાજ્યમાં તાબડતોબ ગઠબંધન માટે કોંગ્રેસ અને અન્ય દળો…

કોંગ્રેસ માટે આ સપ્તાહ સારુ રહ્યુ તેવુ કહીએ તો કંઈ ખોટુ નથી. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ 17 બેઠકો કોંગ્રેસને આપી ગઠબંધન કરવા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *