ભારતીય નૌકાદળનું 24 કલાકમાં બીજું સફળ ઓપરેશન, સોમાલિયામાં 19 પાકિસ્તાનીઓને બચાવ્યા

ભારતીય નૌકાદળનું 24 કલાકમાં બીજું સફળ ઓપરેશન, સોમાલિયામાં 19 પાકિસ્તાનીઓને બચાવ્યા

ભારતીય નૌસેનાએ 24 કલાકમાં બીજું સફળ ઓપરેશન પાર પાડ્યું છે. હવે ભારતીય નૌકાદળે સોમાલિયાના 11 ચાંચિયાઓના કબજામાંથી પાકિસ્તાનના 19 નાગરિકોને બચાવ્યા છે. મંગળવારે, ભારતીય નૌકાદળે માહિતી આપી હતી કે તેમના જહાજ સુમિત્રાએ, માછીમારી કરતા ઈરાનના જહાજ FV અલ નૈમી પર ચાંચિયાગીરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. ભારતીય નૌકાદળના સૈનિકોએ સોમાલિયાના ઈસ્ટ કોસ્ટમાં આ એન્ટી-પાયરસી ઓપરેશન હાથ ધર્યું હતું. અગાઉ, ભારતીય નૌકાદળે એફવી ઈમાન પર ચાંચિયાગીરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.

ભારતીય નૌકાદળના પ્રવક્તાએ ટ્વિટર પર લખ્યું, “આઈએનએસ સુમિત્રાએ માછીમારીના જહાજ અલ નૈમી પર ચાંચિયાગીરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો અને 19 પાકિસ્તાની ક્રૂ સભ્યોને 11 સોમાલી ચાંચિયાઓથી બચાવ્યા છે.” એડનની ખાડીમાં કોચીના દરિયાકાંઠે આ કાર્યવાહી કરવામાં આવી છે. 28 જાન્યુઆરીના રોજ, ઈરાની ધ્વજવાળા માછીમારી જહાજના અપહરણ વિશે માહિતી પ્રાપ્ત થઈ હતી. જે બાદ ભારતીય યુદ્ધ જહાજ આઈએનએસ સુમિત્રાએ આગેવાની લીધી અને 19 પાકિસ્તાની નાગરિકોને લઈને જતા જહાજને બચાવી લીધું, જેને સોમાલિયાના પૂર્વ કિનારે સશસ્ત્ર સોમાલી ચાંચિયાઓએ હાઈજેક કર્યું હતું.

Related post

અજમેર બોમ્બ બ્લાસ્ટનો મુખ્ય આરોપી કરીમ ટુંડા નિર્દોષ, 31 વર્ષ બાદ આવ્યો ચુકાદો

અજમેર બોમ્બ બ્લાસ્ટનો મુખ્ય આરોપી કરીમ ટુંડા નિર્દોષ, 31…

અજમેર બોમ્બ બ્લાસ્ટ (1993)ના મુખ્ય આરોપી કરીમ ટુંડાને ટાડા કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. આ સિવાય કોર્ટે અન્ય બે આરોપી ઈમરાન…
Gir Somnath Video : વેરાવળથી ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં વધુ 2 આરોપીની ધરપકડ, ડ્રગ્સ કૌંભાડની સિન્ડિકેટનો થઈ શકે છે પર્દાફાશ

Gir Somnath Video : વેરાવળથી ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં વધુ…

રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાયુક્ત પદાર્થો ઝડપાતા રહે છે. આવી જ એક ઘટના ગીર સોમનાથના વેરાવળમાં બની…
Paytm ની મુશ્કેલીમાં થઈ શકે વધારો, વિદેશી રિપોર્ટમાં થયો ખુલાસો, શેરના ભાવમાં ઘટાડો

Paytm ની મુશ્કેલીમાં થઈ શકે વધારો, વિદેશી રિપોર્ટમાં થયો…

પેટીએમ પેમેન્ટ્સ બેંક સામે RBI ની કાર્યવાહીને લગભગ 1 મહિનો થવા જઈ રહ્યો છે. કંપનીની મુશ્કેલીઓ ઘટવાને બદલે વધી રહી છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *