ભારતીય કંપનીની મજબૂત યોજના! 3 વર્ષમાં 23 કાર લોન્ચ કરશે, જેમાંથી 6 SUV હશે, 37000 કરોડનો થશે ખર્ચ

ભારતીય કંપનીની મજબૂત યોજના! 3 વર્ષમાં 23 કાર લોન્ચ કરશે, જેમાંથી 6 SUV હશે, 37000 કરોડનો થશે ખર્ચ

ભારતીય કંપનીની મજબૂત યોજના! 3 વર્ષમાં 23 કાર લોન્ચ કરશે, જેમાંથી 6 SUV હશે, 37000 કરોડનો થશે ખર્ચ

New Car Launching : દેશમાં કારના વધતા વેચાણને જોઈને ઓટો કંપનીઓ ઉત્સાહિત છે. સ્થાનિક કંપની મહિન્દ્રાએ આગામી 3 વર્ષ માટે એક શાનદાર પ્લાન બનાવ્યો છે. કંપનીએ કહ્યું છે કે, તે 3 વર્ષમાં 37 હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરશે. આમાંથી અડધાથી વધુ નવા મોડલ વિકસાવવામાં ખર્ચવામાં આવશે. કંપની આ સમયગાળા દરમિયાન 23 કાર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. એટલું જ નહીં આમાંથી 6 એસયુવી સેગમેન્ટની જ હશે.

આટલા વાહનો થશે લોન્ચ

મહિન્દ્રા ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અનીશ શાહે ગુરુવારે જણાવ્યું હતું કે, જૂથ આગામી ત્રણ વર્ષમાં રૂપિયા 37,000 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે, જેનો મોટો હિસ્સો ઓટોમોબાઈલ સેગમેન્ટમાં જશે. કંપની 2030 સુધીમાં પરંપરાગત એન્જિન ICE સાથે 09 SUV, 07 ઇલેક્ટ્રિક વાહનો (EVs) અને 07 હળવા કોમર્શિયલ વાહનો રજૂ કરવાની યોજના ધરાવે છે.

SUVના 6 નવા મોડલ

કંપનીએ જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન રજૂ થનારી 9 ICE SUVમાંથી છ તદ્દન નવા મોડલ હશે જ્યારે ત્રણ હાલના મોડલના અપગ્રેડેડ વર્ઝન હશે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ત્રિમાસિક પરિણામોની ચર્ચા કરતી વખતે શાહે જણાવ્યું હતું કે, ‘અમે આગામી ત્રણ વર્ષમાં રૂપિયા 37,000 કરોડની રોકડ જમા કરવાનું વિચારી રહ્યા છીએ. આનો મોટો હિસ્સો વાહન સેગમેન્ટમાં જઈ રહ્યો છે.

2 વર્ષમાં 27 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે

કંપનીએ નાણાકીય વર્ષ 2024-25 અને 2026-27 વચ્ચે ઓટોમોબાઈલ સેગમેન્ટ માટે રૂપિયા 27,000 કરોડની ફાળવણી કરી છે. કંપની નવા મોડલ્સ તેમજ હાલના મોડલ્સના અપગ્રેડેડ વર્ઝન રજૂ કરીને ICE સેગમેન્ટમાં રૂપિયા 14,000 કરોડનું રોકાણ કરશે. શાહે કહ્યું કે, કંપની EV એટલે કે ઇલેક્ટ્રિક વાહન સેગમેન્ટમાં પણ રૂપિયા 12,000 કરોડનું રોકાણ કરશે.

કોઈની પાસેથી પૈસા માંગવાની જરૂર નથી

આ રોકાણ માટે કંપનીને નાણાં ક્યાંથી મળશે તેવા પ્રશ્નના જવાબમાં શાહે જણાવ્યું હતું કે, કંપનીને બહારથી નાણાંની જરૂર પડશે નહીં અને વાહન વ્યવસાય પોતે જ રોકડ એકત્ર કરશે. આ સિવાય કંપની એગ્રીકલ્ચર અને સર્વિસ બિઝનેસમાં પણ રૂપિયા 5,000 કરોડનું રોકાણ કરશે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઈઓ (ઓટોમોબાઈલ અને ફાર્મ ઈક્વિપમેન્ટ) રાજેશ જેજુરીકરે જણાવ્યું હતું કે, કંપની આગામી વર્ષના અંત સુધીમાં તેની એસયુવી ઉત્પાદન ક્ષમતા વર્તમાન 49,000 યુનિટથી વધારીને 64,000 યુનિટ પ્રતિ માસ કરવાની યોજના ધરાવે છે.

Related post

આ સોલર કંપનીએ 2 વાર આપ્યા બોનસ શેર, રોકાણકારોને માત્ર 3 વર્ષમાં બનાવ્યા કરોડપતિ

આ સોલર કંપનીએ 2 વાર આપ્યા બોનસ શેર, રોકાણકારોને…

સોલર કંપનીના શેર માત્ર 3 વર્ષમાં 18 રૂપિયાથી વધીને 1800 રૂપિયા થઈ ગયો છે. KPI ગ્રીન એનર્જી શેરોએ છેલ્લા ત્રણ વર્ષમાં…
T20 World Cup: સુપર-8માં ટીમ ઈન્ડિયા ક્યારે અને કોની સામે ટકરાશે, વરસાદ થશે તો શું થશે? જાણો A ટુ Z વિગતો

T20 World Cup: સુપર-8માં ટીમ ઈન્ડિયા ક્યારે અને કોની…

હવે T20 વર્લ્ડ કપ 2024ના ગ્રુપ સ્ટેજમાં માત્ર 5 મેચ બાકી છે, જે 17 જૂને વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ…
Health Tip: શું તમારું શુગર લેવલ પણ થઈ ગયું છે હાઈ? આ સંકેતોને ક્યારેય અવગણશો નહીં, જાણો

Health Tip: શું તમારું શુગર લેવલ પણ થઈ ગયું…

જો હાઈ બ્લડ શુગર લેવલને સમયસર ઓળખવામાં ન આવે તો તમારા સ્વાસ્થ્યને ખરાબ રીતે નુકસાન થઈ શકે છે. શું તમે હજુ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *