ભર શિયાળે પાણીનું સંકટ ! રાજકોટના જીવાદોરી સમાન આજી ડેમનું દેખાયું તળિયું, જુઓ વીડિયો

ભર શિયાળે પાણીનું સંકટ ! રાજકોટના જીવાદોરી સમાન આજી ડેમનું દેખાયું તળિયું, જુઓ વીડિયો

ભર શિયાળે રાજકોટવાસીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજકોટ શહેરને પાણી પુરૂ પાડતા આજી 1 ડેમમાં એક સપ્તાહ સુધી ચાલે તેટલો જ પાણીનો જથ્થો રહ્યો છે. એક સપ્તાહ બાદ પાણી વિતરણ વ્યવસ્થા નર્મદા આધારીત બની રહેશે. આજી ડેમની સાથે ન્યારી 1 ડેમ અને ભાદર 1 ડેમ પર રાજકોટને પાણી પુરૂ પાડે છે.

SHOCKING Aji Dam 1 water storage in Rajkot

જો કે પાણી વિતરણનો મુખ્ય આધાર આજી 1 ડેમ અને ન્યારી 1 ડેમ પર રહે છે. ત્યારે હાલ આજી ડેમની સપાટી ઘટતા પાણી વિતરણ વ્યવસ્થા માટે હવે સૌની યોજના થકી નર્મદાના નીર પર આધાર રાખવો પડશે. જેને લઈને રાજકોટ મનપાના હોદ્દેદારોએ નવેમ્બર મહિનાના અંત સુધીમાં સૌની યોજના થકી નર્મદાનું પાણી મળશે તેવો દાવો કર્યો છે.

આ પણ વાંચો : રાજકોટ વીડિયો : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અનોખી પહેલ, ફિટનેસ સર્ટી વિના નહીં મળે પ્રવેશ

તો બીજી તરફ કોંગ્રેસે ભાજપ સરકાર સામે સવાલો ઉભા કર્યા છે અને રાજ્ય સરકાર તાત્કાલિક પાણીની વ્યવસ્થા ઉભી કરે તેવી માગ કરી છે. સાથે સાથે તંત્ર પર સવાલો ઉઠાવતા કહ્યું હતું કે,  RMCમાં ભાજપના શાસનને આટલા વર્ષો થયા પરંતુ એકપણ નવો પાણીનો સ્ત્રોત ઉભો કરવામાં આવ્યો નથી. જેના કારણે ન છુટકે નર્મદા પર આધાર રાખવો પડે છે. ચોમાસું પુરૂ થયાના બીજા મહિનાથી સરકાર પાસે પાણી માંગવું પડે છે. શહેર જે રીતે વિકસી રહ્યું છે ત્યારે રાજકોટમાં નવા પાણીના સ્ત્રોત ઉભા કરવા ખુબ જ આવશ્યક છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

Related post

ખેડા: નડિયાદમાં 2 દિવસમાં 5 યુવકના શંકાસ્પદ મોત, આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી

ખેડા: નડિયાદમાં 2 દિવસમાં 5 યુવકના શંકાસ્પદ મોત, આરોગ્ય…

ખેડાના નડિયાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બિલોદરા અને બગડુ ગામે બે દિવસમાં પાંચ યુવકોના શંકાસ્પદ મોત થતાં ખળભળાટ મચ્યો…
આ પોપ્યુલર ક્રિકેટર્સની લગ્નની પિચ પર પડી છે વિકેટ, જુઓ ફોટો

આ પોપ્યુલર ક્રિકેટર્સની લગ્નની પિચ પર પડી છે વિકેટ,…

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મુકેશ કુમાર લગ્નના બંધનમાં બંધાય ગયો છે. મુકેશ કુમારે છપરાના બનિયાપુર બેરુઈ ગામની રહેવાસી દિવ્યા સિંહને…
એક્ઝિટ પોલ ઓપિનિયન પોલથી કેવી રીતે છે અલગ? જાણો આ સાથે જોડાયેલી તમામ માહિતી

એક્ઝિટ પોલ ઓપિનિયન પોલથી કેવી રીતે છે અલગ? જાણો…

મધ્યપ્રદેશ, મિઝોરમ, છત્તીસગઢ,અને રાજસ્થાનમાં 7 નવેમ્બરથી 25 નવેમ્બર દરમિયાન વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. તે જ સમયે, તેલંગાણામાં મતદારો 30 નવેમ્બરે મતદાન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *