ભર ઉનાળે રાજકોટવાસીઓ માટે સારા સમાચાર ! ડેમમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો, જુઓ Video

ભર ઉનાળે રાજકોટવાસીઓ માટે સારા સમાચાર ! ડેમમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો, જુઓ Video

ભર ઉનાળામાં ડેમમાંથી પાણી સુકાઈ રહ્યું છે. ત્યારે રાજકોટવાસીઓ માટે પાણીને લઈને સારા સમાચાર આવી રહ્યાં છે. આ ઉનાળામાં રાજકોટવાસીઓને પાણી કાપનો સામનો નહી કરવો પડે છે. રાજકોટ મનપા કમિશનરે દાવો કર્યો છે કે રાજકોટમાં આવેલા ડેમમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં છે. સૌની યોજના દ્વારા આજી અને ન્યારી ડેમમાં પાણીનો પુરતા જથ્થો છે. ચોમાસા પહેલા જળ સંચયના સ્ત્રોત વધારવામાં આવશે તેવી વિગત પ્રાપ્ત થઈ રહી છે.

ગુજરાતના ડેમમાં કેટલુ પાણી ?

ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 25.27 ટકા પાણીનો જથ્થો છે. મધ્ય ગુજરાતના 17 ડેમમાં 46.66 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 38.51 ટકા પાણીનો જથ્થો છે. તેમજ કચ્છના 20 ડેમમાં 27.45 ટકા પાણીનો જથ્થો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના 141 ડેમમાં 17.19 ટકા પાણીનો જથ્થો છે. સરદાર સરોવર ડેમમાં 23.50 ટકા પાણીનો જથ્થો છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

28 જિંદગી હોમાઈ, ગેમ ઝોનનો થયો નાશ, માલિકની ધરપકડ, રાજકોટ આગની ઘટનામાં અત્યાર સુધી શું થયું, જુઓ ટાઈમ લાઈન

28 જિંદગી હોમાઈ, ગેમ ઝોનનો થયો નાશ, માલિકની ધરપકડ,…

ગુજરાતના રાજકોટનો ફન ઝોન થોડાં જ સમયમાં ડેડ ઝોનમાં ફેરવાઈ ગયો હતો. થોડીવારમાં આખો ગેમ ઝોન બળીને રાખ થઈ ગયો. લાકડા…
મીન રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે બેરોજગારોને રોજગાર મળશે, કલા અને અભિનય ક્ષેત્રે જોડાયેલા લોકોને નોંધપાત્ર સફળતા મળશે

મીન રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે…

સાપ્તાહિક રાશિફળ : જાણો કેવો રહેશે તમારું અઠવાડિયું? અઠવાડિયા દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન…
કુંભ રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે નોકરીમાં પ્રમોશનની સંભાવના છે, વ્યવસાયિક યાત્રા લાભદાયી સાબિત થશે

કુંભ રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે…

સાપ્તાહિક રાશિફળ: જાણો કેવો રહેશે તમારું અઠવાડિયું? અઠવાડિયા દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ?…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *