ભરૂચ : “સાહેબ અંકલેશ્વર-હાંસોટ રોડ પર તળાવમાં તપાસ કરો” નનામા કોલ પછી તરવૈયા ઉતારતા હત્યાકાંડ સામે આવ્યો

ભરૂચ : “સાહેબ અંકલેશ્વર-હાંસોટ રોડ પર તળાવમાં તપાસ કરો” નનામા કોલ પછી તરવૈયા ઉતારતા હત્યાકાંડ સામે આવ્યો

ભરૂચ : “સાહેબ અંકલેશ્વર-હાંસોટ રોડ પર તળાવમાં તપાસ કરો” નનામા કોલ પછી તરવૈયા ઉતારતા હત્યાકાંડ સામે આવ્યો

ભરૂચ: ભરૂચ પોલીસના કોસ્ટેબલ ધનંજયસિંહ ઓફિસમાં હતા ત્યારે એક વ્યક્તિએ ઓળખ જાહેર ન કરવાની શરતે નાનામાં કોલ દ્વારા તેમને ચોંકાવનારી માહિતી આપી હતી. કોલરે કહ્યું હતું કે “સાહેબ હાંસોટ રોડ પર તળાવમાં તપાસ કરો” . આ માહિતી સાંભળી મૂંઝવણ સાથે ધનંજયસિંહે પોતાના ઉપરી અધિકારી અને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર ઉત્સવ બારોટ પાસે પહોંચ્યા હતા. પોલીસે વાતને હળવાશમાં ન લઈ તળાવમાં સર્ચ ઓપરેશનની તૈયારીઓ શરૂ કરાઈ હતી.

ભરૂચના બિનવારસી મૃતદેહ અને નદી – નાળામાં લાપતા ચીજ વસ્તુઓ શોધવાના નિષ્ણાંત ગણાતાં ધર્મેશ સોલંકીને ટીમ  સાથે મદદે બોલાવાયા હતા. મંગળવારે 31 ઓક્ટોબરે સર્વે બાદ સાંજના સમયે સર્ચ ઓપરેશન શક્ય ન બનતાં કામગીરી આજે બુધવાર પર ઠેલાવવામાં આવી હતી.

તાલુકાના મામલતદાર , અંકલેશ્વરના વિભાગીય પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ , ક્રાઇમ બ્રાન્ચ અધિકારી ઉત્સવ બારોટ  અને અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર આર એચ વાળાની ઉપસ્થિતિમાં ટિમ તળાવમાં ઉતારવામાં આવી હતી. એકાદ કલાકની જહેમત બાદ તળાવના તળિયામાંથી એક પોટલું મળી આવ્યું હતુ જેમાં મોટો પથ્થર પણ હતો.

પોટલું બહાર કાઢવામાં આવતા હાજર સૌ કોઈ ચોકી ગયા હતા. આ પોટલામાંથી મહિલાનીલાશ મળી આવી હતી જેને પથ્થર બાંધી ફેંકી દેવાઈ હતી. પોલીસે આ યુવતી કોણ છે તેની હકીકત મેળવી બે લોકોની અટકાયત પણ કરી છે જોકે હજુ આ મામલે સત્તાવાર કોઈ માહિતી પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી નથી.

આધારભૂત સૂત્રો અનુસાર મામલો પ્રેમ પ્રકરણનો હોવાના સગડ મળી રહયા છે. યુવતીની ઉંમર વિશે સ્પષ્ટતા ન હોવાથી હાલ ઓળખની માહિતી જાહેર કરવામાં આવી નથી.

ઘટનાના મૂળ તરફ જવામાં આવે તો મૃતકે યુવતી એક યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી જે લિવ ઈન રિલેશનશિપમાં સાથે રહેતી હતી. પ્રેમીના મોટાભાઈને આ પસંદ ન હતું અને તેને આ યુગલનો નિર્ણય બદનામી સમાન લાગતો હતો.

ભાઈને યુવતીથી દૂર કરવા આખરે મોટાભાઈએ યુવતીની હત્યાનું કાવતરું ઘડી નાખ્યું હતું. આજથી લગભગ 22 થી 23 દિવસ પૂર્વે યુવતીની હત્યા કરી નાખી. લાશનું પોટલું બનાવી તમે પથ્થર બાંધી લાશ તળાવમાં ફેંકી દેવામાં આવી હતી. બનાવ સંદર્ભે પોલીસે તબીબી તપાસ સહિતના આધારે ઘટનાના મૂળ સુધી ઉતરવાની શરૂઆત કરી છે.

લાશને ફોરેન્સિક તપાસ માટે સુરત મોકલાશે

અંકલેશ્વરના ડીવાયએસપી ચિરાગ દેસાઈએ આ મામલે જણાવ્યું હતું કે આ મહિલાને 20થી 22 દિવસ પહેલા મહિલાની હત્યા કરાઈ છે. સ્પષ્ટ ઓળખ માટે પ્રયાસ કરાઈ રહ્યા છે. કરપીણ કત્ય કરી લાશ કોથળમાં બાંધી ફેંકી દેવાઈ હતી.

આ ઘટનામાં પોલીસ દ્વારા જાહેર થનારી સત્તાવાર વિગતોનો ઇંતેજાર કરાઈ રહ્યો છે.

Related post

ખેડા: નડિયાદમાં 2 દિવસમાં 5 યુવકના શંકાસ્પદ મોત, આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી

ખેડા: નડિયાદમાં 2 દિવસમાં 5 યુવકના શંકાસ્પદ મોત, આરોગ્ય…

ખેડાના નડિયાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બિલોદરા અને બગડુ ગામે બે દિવસમાં પાંચ યુવકોના શંકાસ્પદ મોત થતાં ખળભળાટ મચ્યો…
આ પોપ્યુલર ક્રિકેટર્સની લગ્નની પિચ પર પડી છે વિકેટ, જુઓ ફોટો

આ પોપ્યુલર ક્રિકેટર્સની લગ્નની પિચ પર પડી છે વિકેટ,…

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મુકેશ કુમાર લગ્નના બંધનમાં બંધાય ગયો છે. મુકેશ કુમારે છપરાના બનિયાપુર બેરુઈ ગામની રહેવાસી દિવ્યા સિંહને…
એક્ઝિટ પોલ ઓપિનિયન પોલથી કેવી રીતે છે અલગ? જાણો આ સાથે જોડાયેલી તમામ માહિતી

એક્ઝિટ પોલ ઓપિનિયન પોલથી કેવી રીતે છે અલગ? જાણો…

મધ્યપ્રદેશ, મિઝોરમ, છત્તીસગઢ,અને રાજસ્થાનમાં 7 નવેમ્બરથી 25 નવેમ્બર દરમિયાન વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. તે જ સમયે, તેલંગાણામાં મતદારો 30 નવેમ્બરે મતદાન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *