ભરૂચ : વીજ ધાંધિયાથી નહીં પણ આ કારણે વારંવાર વીજળી ડૂલની બૂમો ઉઠે છે, અંકલેશ્વર પોલીસે 4 લોકોની ધરપકડ કરી હકીકત છતી કરી

ભરૂચ : વીજ ધાંધિયાથી નહીં પણ આ કારણે વારંવાર વીજળી ડૂલની બૂમો ઉઠે છે, અંકલેશ્વર પોલીસે 4 લોકોની ધરપકડ કરી હકીકત છતી કરી

ભરૂચ : વીજ ધાંધિયાથી નહીં પણ આ કારણે વારંવાર વીજળી ડૂલની બૂમો ઉઠે છે, અંકલેશ્વર પોલીસે 4 લોકોની ધરપકડ કરી હકીકત છતી કરી

અંકલેશ્વર સહીત ગ્રામ્ય વિસ્તારમાં ખેતીવિષયક વીજ જોડાણમાં વીજ ધાંધીયાની બૂમો ઉઠી હતી. આ અંગે તપાસ કરતા વીજ જોડાણના ટ્રાન્સફોર્મરની ચોરી કરતી ટોળકીનું કારસ્તાન સામે આવ્યું હતું. વધતા ગુનાથી ત્રાહિમામ વીજ કંપની , ખેડૂતો અને પોલીસે સમસ્યા હલ કરવા પેરા ભરવા સુધી તૈયારીઓ હાથ ધરી હતી.

અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રીના સમયે ખેતીવિષયક વીજ જોડાણના ટ્રાન્સફોર્મરની ચોરી કરતી ટોળકીને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી છે. ચોરીના બનાવો વધતા જે મિલ્કત સંબધી વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા ઉપરી અધિકારીઓ તરફથી મળેલી જરૂરી માર્ગદર્શનના આધારે તપાસ શરૂ કરવાંમાં આવતા 4આરોપીઓની ધરપકડ કરી થોકબંધી ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.

પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ, ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક ડો. કુશલ ઓઝા દ્વારા ગુનાઓના ભેદ ઉકેલવા ગંભીરતા દાખવવા અપાયેલ સૂચનાના આધારે પોલીસ ઈન્સ્પેકટર એચ.બી.ગોહિલ અંકલેશ્વર શહેર “એ” ડીવીઝન પો.સ્ટે. એ ડીટેક્ટ મિલ્કત સંબધી ગુનાઓ શોધી કાઢવા નાઇટ રાઉન્ડમાં જરૂરી એકશન પ્લાન તૈયાર કરાવ્યો હતો. જે અન્વયે પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તારમાં નાઇટ રાઉન્ડ માં પેટ્રોલીંગમાં હાજર હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે “એક સિલ્વર કલરની મહિન્દ્રા TUV ફોર વ્હીલ કારમાં ચાર ઇસમો જુનાદીવા ગામની સીમમાં ટ્રાન્સફોર્મર તોડીને તેમાંથી કોપર કોઇલની ચોરી કરીને કોપર કોઇલનો જથ્થો લઇને જુનાદીવાથી અંકલેશ્વર તરફ જવા માટે નીકળેલ છે”.

પોલીસે બાતમીના આધારે અંકલેશ્વરના ભરૂચીનાકા પાસે આવી છુટા છવાયા વોચ તપાસમાં હાજર રહી બાતમી હકિકત મુજબના વર્ણનવાળી TUV ફોર વ્હીલ કાર આવતા ફોરવ્હીલ ગાડીને કોર્ડન કરી હતી. કારમાં ચાર ઇસમો પકડાઇ ગયેલ જે ગાડીની પાછળની ડેકીમાંથી બે મીણીયા કોથળાઓમાં કોપર કોઇલના ગુંચળા મળી આવ્યા હતા. આ કોપર કોઈલના ગુંચળા બાબતે પુછપરછ કરતા કોઈ સંતોષ કારક જવાબ આપેલ નહી જેથી ઉપરોક્ત ઇસમને સદર કોપર કોઈલના ગુંચળા બાબતે સઘન યુક્તિ પ્રયુક્તિ થી પુછપરછ કરતા ટ્રાન્સફોર્મર તોડી ચોરી કર્યાની કબુલાત કરી હતી.

ચાર તસ્કરોની ધરપકડ કરાઈ

  1. જીતેન્દ્રસિંગ ડરર્ણાસંગ રાવત
  2. જીવરાજસીંગ જગદીશસીંગ રાવત
  3. મેનેજરસીંગ સીતારામસીંગ રાવત
  4. કરણસીંગ ડુપસીંગ રાવત

ત્રણ ગુનેગાર વોન્ટેડ જાહેર કરાયા

  1. શીતલ ઉર્ફે રમેશ રૂપલાલ ગુર્જર
  2. સુરેશસિંગ
  3. ગોવર્ધન રાવત

બે ડઝન કરતા વધુ ગુનાઓનો ભેદ ઉકેલાયો

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની તપાસમાં ટોળકી દ્વારા આચરાયેલા બે સિઝન કરતા વધુ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે કુલ 27 ગુનાઓની ક્રિમીનલ હિસ્ટ્રી બહાર કાઢી છે. ઝડપાયેલ આરોપીઓની પૂછપરછના આધારે ફરાર આરોપીઓના લોકેશન તેમજ ચોરીના મુદ્દામાલની રિકવરી માટે તપાસ શરુ કરાઈ છે.

 

Related post

ગુજરાતના ચેરાપુંજી એવા ડાંગમાં ધોધમાર વરસાદ વરસ્યો, નયનરમ્ય વાતાવરણ સર્જાયું, જુઓ વીડિયો

ગુજરાતના ચેરાપુંજી એવા ડાંગમાં ધોધમાર વરસાદ વરસ્યો, નયનરમ્ય વાતાવરણ…

ડાંગ: દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ અટકી જવાની એક તરફ ચિંતાઓ વ્યક્ત કરાઈ રહી છે તો બીજી તરફ ગુજરાતના ચેરાપુંજી તરીકે ઓળખાતા ડાંગમાં…
આજનું હવામાન : ગુજરાતભરમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતભરમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે હળવાથી…

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજી સુધી ચોમાસું…
Share Market Opening Bell : ભારતીય શેરબજારની નવી વિક્રમી સપાટીએ શરૂઆત, Sensex 77235 પર ખુલ્યો

Share Market Opening Bell : ભારતીય શેરબજારની નવી વિક્રમી…

Share Market Opening Bell : ત્રણ દિવસની રજા પછી આજે ભારતીય શેરબજાર ખુલ્યું છે. આ અગાઉ શુક્રવારે છેલ્લા સત્રમાં સેન્સેક્સ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *