
ભરૂચ : આછોદમાં આતંક મચાવનાર કપિરાજ પાંજરે પુરાયો, બચકાં ભરી ગ્રામજનોમાં ફફડાટ ફેલાવ્યો હતો
- GujaratOthers
- November 6, 2023
- No Comment
- 12

ભરૂચ : આમોદ તાલુકામાં આછોદમાં કપરાજે ભારે આતંક મચાવ્યા બાદ આખરે વનવિભાગે મુકેલા પાંજરામાં તે ઝડપાઇ જતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે. ગામલોકોને બચકા ભરી આતંક મચાવનાર કપિરાજ પાંજરે પુરાતા લોકો માટે રાહત સર્જાઈ છે.
કપિરાજે લોકોને બચકા ભરતા ગામલોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.આમોદ તાલુકાના આછોદ ગામમાં છેલ્લા અઠવાડિયાથી એક કપિરાજ ગામલોકો પર હુમલા કરતાં ગામમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું.આમોદ રેન્જ કચેરીના સ્ટાફે કપિરાજને ઝડપી પાડવા પાંજરું ગોઠવ્યું હતું.
ટૂંકા સમયગાળામાં કપિરાજે 8 થી 10 લોકોને બચકા ભરી ઈજાગ્રસ્ત કર્યા હતા.આ સમસ્યાથી ગામલોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આછોદ ગામના સરપંચે આમોદ વન વિભાગની કચેરીનો સંપર્ક કરી કપિરાજને પકડવા માંગણી કરી હતી.
આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણના માર્ગદર્શન અને સૂચનાઓ મુજબ ફોરેસ્ટર જશુભાઇ પરમાર તથા વિપિન પરમારે આછોદ ગામના યુવાનોના સહકારથી કપિરાજને પકડવા પાંજરું ગોઠવ્યું હતું.