બ્રેકિંગ ન્યૂઝ : 5 પદ્મ વિભૂષણ, 17 પદ્મ ભૂષણ અને 110 પદ્મ શ્રી, પદ્મ પુરસ્કારોની થઈ જાહેરાત

બ્રેકિંગ ન્યૂઝ : 5 પદ્મ વિભૂષણ, 17 પદ્મ ભૂષણ અને 110 પદ્મ શ્રી, પદ્મ પુરસ્કારોની થઈ જાહેરાત

બ્રેકિંગ ન્યૂઝ : 5 પદ્મ વિભૂષણ, 17 પદ્મ ભૂષણ અને 110 પદ્મ શ્રી, પદ્મ પુરસ્કારોની થઈ જાહેરાત

ભારત સરકાર દ્વારા મોડી રાત્રે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં પદ્મશ્રી માટે ઘોષિત 34 નામો ઉપરાંત વિખ્યાત અભિનેત્રી બૈજયંતી માલા અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને પણ પદ્મ વિભૂષણથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સિવાય મિથુન ચક્રવર્તીને પદ્મ ભૂષણથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

આ સાથે સરકાર પૂર્વ કેન્દ્રીય મંત્રી રામ નાઈક, પ્લેબેક સિંગર ઉષા ઉથુપ, પૂર્વ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ સીપી ઠાકુર અને સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ એમ ફાતિમા બીબીને પણ પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરશે. સરકારે 110 લોકોને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે.

રાષ્ટ્રપતિએ બે ડબલ્સ સહિત 132 પદ્મ પુરસ્કારોને મંજૂરી આપી છે. મોડી રાત્રે જાહેર કરવામાં આવેલી યાદીમાં પાંચ પદ્મ વિભૂષણ, 17 પદ્મ ભૂષણનો સમાવેશ થાય છે. આ સિવાય 110 પદ્મશ્રી પુરસ્કારોની પણ જાહેરાત કરવામાં આવી છે. એવોર્ડ મેળવનારાઓમાં 30 મહિલાઓ છે. આ યાદીમાં આઠ વિદેશી, NRI, PIO, OCI કેટેગરીના વ્યક્તિઓનો સમાવેશ થાય છે. સાથે જ નવ મરણોત્તર પુરસ્કારોની પણ જાહેરાત કરવામાં આવી છે. અગાઉ 23 જાન્યુઆરીએ સરકારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી કુરપરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી.

પદ્મ પુરસ્કાર વિજેતાની સંપૂર્ણ લિસ્ટ

પહેલા પુરસ્કારોના નામ શું હતા?

  • જ્યારે 1954માં ભારત રત્ન સાથે પદ્મ પુરસ્કારોની શરૂઆત કરવામાં આવી ત્યારે માત્ર પદ્મ વિભૂષણ નામ જ અસ્તિત્વમાં આવ્યું હતું. પદ્મશ્રી અને પદ્મ ભૂષણ નહીં.
  • પદ્મ વિભૂષણ અંતર્ગત વિજેતાઓને પ્રથમ વર્ગ, દ્વિતીય વર્ગ અને તૃતીય વર્ગના નામથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
  • જો કે, આ નામકરણ માત્ર એક વર્ષ માટે જ વ્યવહારમાં રહ્યું. ત્યારબાદ 8 જાન્યુઆરી 1955ના રોજ રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં આ પુરસ્કારોને પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ નામ આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિનું રાષ્ટ્રજોગ સંબોધન, કહ્યું- દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવાની આ સુવર્ણતક

Related post

મીન રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે કાર્યસ્થળે ફાયદો થશે, અડચણ દૂર થવાની સંભાવના

મીન રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે…

સાપ્તાહિક રાશિફળ 26 February to 3 March 2024: જાણો કેવો રહેશે તમારું અઠવાડિયું? અઠવાડિયા દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા…
કુંભ રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે સારા સમાચાર મળશે, ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે

કુંભ રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે…

સાપ્તાહિક રાશિફળ 26 February to 3 March 2024: જાણો કેવો રહેશે તમારું અઠવાડિયું? અઠવાડિયા દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા…
મકર રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે અટકેલા નાણાં પરત મળશે, મતભેદ દૂર થશે

મકર રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે…

સાપ્તાહિક રાશિફળ 26 February to 3 March 2024: જાણો કેવો રહેશે તમારું અઠવાડિયું? અઠવાડિયા દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *