બ્રેકિંગ ન્યૂઝ :  રોહન બોપન્ના ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન બન્યો, પ્રથમ વખત ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો

બ્રેકિંગ ન્યૂઝ : રોહન બોપન્ના ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન બન્યો, પ્રથમ વખત ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો

બ્રેકિંગ ન્યૂઝ :  રોહન બોપન્ના ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન બન્યો, પ્રથમ વખત ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો

ભારતના દિગ્ગજ ટેનિસ સ્ટાર રોહન બોપન્નાનું સ્વપ્ન આખરે સાકાર થયું છે. બોપન્નાએ ઓસ્ટ્રેલિયન ઓપનમાં મેન્સ ડબલ્સ ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો હતો અને તેની રાહ પણ પૂરી કરી હતી. 27 જાન્યુઆરી શનિવારના રોજ મેલબોર્ન પાર્ક ખાતે યોજાયેલી ફાઇનલમાં બોપન્ના અને તેના ઓસ્ટ્રેલિયન જોડીદાર મેથ્યુ એબ્ડેને સિમોન બોલેલી અને આન્દ્રે વાવાસોરીની ઇટાલિયન જોડીને 7-5, 7-5થી હરાવીને ટાઇટલ જીત્યું હતું.

આ સાથે બોપન્નાએ તેની કારકિર્દીમાં પ્રથમ વખત મેન્સ ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું. આટલું જ નહીં, તેણે 43 વર્ષની ઉંમરમાં આ ટાઈટલ જીતીને રેકોર્ડ બનાવ્યો. તે ગ્રાન્ડ સ્લેમમાં પુરૂષોની કોઈપણ ઈવેન્ટનો ખિતાબ જીતનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો.

 

 

 


ગયા વર્ષે યુએસ ઓપનની ફાઇનલમાં બોપન્ના અને એબ્ડેનને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ નવા વર્ષના પ્રથમ ગ્રાન્ડ સ્લેમમાં આ જોડીએ ટાઈટલ જીતીને શાનદાર શરૂઆત કરી હતી. 2003માં પોતાની વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કરનાર બોપન્ના લાંબા સમયથી પુરૂષ ડબલ્સમાં ગ્રાન્ડ સ્લેમ ખિતાબની રાહ જોઈ રહ્યો હતો પરંતુ તે તેમાં ક્યારેય સફળ થયો ન હતો. તેની કારકિર્દીમાં એકમાત્ર ગ્રાન્ડ સ્લેમ 2017માં આવ્યો હતો, જ્યારે તેણે ફ્રેન્ચ ઓપનમાં મિક્સ્ડ ડબલ્સનો ખિતાબ જીત્યો હતો.

 

આ પણ વાંચો : જાડેજાની વિકેટ પર વિવાદ, શું અમ્પાયરે ખોટી રીતે આઉટ આપ્યો, જાણો શું છે સત્ય

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Related post

દુનિયાની એકમાત્ર એવી હોટલ જ્યાં લોકો આવે છે પોતાનું અપમાન કરાવવા, એક રાતનું ભાડું છે 20 હજાર રૂપિયા

દુનિયાની એકમાત્ર એવી હોટલ જ્યાં લોકો આવે છે પોતાનું…

લોકો ઘણીવાર શાંતિની શોધમાં હોટલોમાં જાય છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવી હોટલ છે જ્યાં જઈને લોકો…
શાકમાં વધારે પડી ગયું છે મરચુ? તો જાણો કેવી રીતે તીખાશ કરશો ઓછી

શાકમાં વધારે પડી ગયું છે મરચુ? તો જાણો કેવી…

રસોઈ બનાવતી વખતે ગમે તેટલી કાળજી લેવામાં આવે પણ કેટલીકવાર કેટલીક નાની નાની ભૂલો થઈ જ જાય છે જેના કારણે મન…
અમ્પાયર સામે દલીલ કરવી કેપ્ટનને ભારે પડી, આઈસીસીએ 2 મેચ માટે કર્યો સસ્પેન્ડ

અમ્પાયર સામે દલીલ કરવી કેપ્ટનને ભારે પડી, આઈસીસીએ 2…

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે શનિવારના રોજ શ્રીલંકાના કેપ્ટન વાનિંદુ હસરંગા પર 2 મેચ પર પ્રતિબંધ લગાવ્યો છે. શ્રીલંકાના ટી 20 કેપ્ટન વાનિંદુ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *