બ્રેકિંગ ન્યૂઝ : ભારતીય ક્રિકેટર સાથે ષડયંત્ર ! પાણીમાં ઝેર ભેળવવામાં આવ્યું ? ક્રિકેટરે પોલીસમાં નોંધાવી ફરિયાદ

બ્રેકિંગ ન્યૂઝ : ભારતીય ક્રિકેટર સાથે ષડયંત્ર ! પાણીમાં ઝેર ભેળવવામાં આવ્યું ? ક્રિકેટરે પોલીસમાં નોંધાવી ફરિયાદ

બ્રેકિંગ ન્યૂઝ : ભારતીય ક્રિકેટર સાથે ષડયંત્ર ! પાણીમાં ઝેર ભેળવવામાં આવ્યું ? ક્રિકેટરે પોલીસમાં નોંધાવી ફરિયાદ

અગરતલામાં રણજી ટ્રોફી મેચ રમીને પોતાની ટીમ સાથે પરત ફરી રહેલા કર્ણાટકના કેપ્ટન મયંક અગ્રવાલ 30 જાન્યુઆરી, મંગળવારના રોજ પ્લેનમાં ચઢતાની સાથે જ બીમાર પડી ગયો હતો. જે બાદ ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે મયંકના મેનેજરે પોલીસમાં તપાસ અંગે ફરિયાદ નોંધાવી છે. જેમાં એક સનસનીખેજ ખુલાસો થયો છે.

મયંકે પાણી સમજીને કોઈ ઝેરી પ્રવાહી પી લીધું

મયંકે હવે આ મામલે બધાને ચોંકાવી દીધા છે કે તેણે ભૂલથી પાણી સમજીને કોઈ ઝેરી પ્રવાહી પી લીધું હતું. મયંકે એ પણ જણાવ્યું કે આ પ્રવાહી તેની સીટ પર રાખવામાં આવ્યું હતું. આ ઘટના બાદ મયંક વતી અગરતલા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

પ્લેનમાં મયંક અગ્રવાલની તબિયત બગડી

કર્ણાટકની ટીમ છેલ્લા કેટલાક દિવસોથી અગરતલામાં હતી, જ્યાં રણજી ટ્રોફી મેચમાં તેનો સામનો ત્રિપુરા સામે હતો. આ મેચ જીત્યા બાદ કર્ણાટકની ટીમ મંગળવારે ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ દ્વારા સુરત થઈને દિલ્હી જવા રવાના થઈ હતી, જ્યાં તેની આગામી મેચ રેલવે સામે થશે. કર્ણાટકના તમામ ખેલાડીઓ પ્લેનમાં બેઠા હતા પરંતુ અચાનક મયંકની તબિયત બગડી હતી. PTIના અહેવાલ મુજબ, મયંક અગ્રવાલે પ્લેનમાં એક પાઉચમાંથી કંઈક પીધું, જેના પછી તેને મોંમાં બળતરા થવા લાગી અને પછી તેને તરત જ પ્લેનમાંથી નીચે ઉતારીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.

પાઉચમાં રાખેલા પ્રવાહીને પાણી સમજીને પીધું

ઘટનાનું વર્ણન કરતાં ત્રિપુરા પશ્ચિમના એસપી કિરણ કુમારે સમાચાર એજન્સી PTIને જણાવ્યું કે જ્યારે મયંક પ્લેનમાં ચઢ્યો ત્યારે તેની સીટ પર એક પાઉચ રાખવામાં આવ્યો હતો. મયંકના મેનેજરને એસપી કિરણ કુમારે કહ્યું કે કર્ણાટકના કેપ્ટને આ પાઉચમાં રાખેલા પ્રવાહીને પાણી સમજીને પીધું હતું. તેણે થોડું જ પીધું હતું અને તેના મોંમાં બળતરાની થવા લાગી અને પછી તે કંઈ બોલી શક્યો નહીં. આ પછી તેને ILS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. આ દરમિયાન મયંકના મોઢામાં સોજો આવી ગયો હતો અને ફોલ્લાઓ પણ આવી ગયા હતા.

પોલીસ તપાસ કરશે

આ પછી, મયંકના મેનેજરે આ મામલે ષડયંત્રની શંકા જતા પોલીસમાં તપાસ માટે ફરિયાદ નોંધાવી હતી, જેને પોલીસે સ્વીકારી હતી. પોલીસ અધિકારીએ કહ્યું કે મયંકની સ્થિતિ સામાન્ય છે અને તે કોઈપણ પ્રકારના ખતરાથી બહાર છે. ત્રિપુરાના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે પોલીસ આ મામલાની તપાસ કરશે અને મયંકને શક્ય તમામ સારવાર પૂરી પાડવામાં આવશે.

મયંક બેંગલુરુ પરત ફરશે

કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA)ના એક અધિકારીએ જણાવ્યું કે મયંકને 31 જાન્યુઆરી, બુધવારે બેંગલુરુ પરત લાવવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે જલદી અગરતલા હોસ્પિટલના ડોક્ટરો મંગળવારે મોડી રાત સુધી પરવાનગી આપી શકે છે, ત્યારબાદ મયંકને પરત લાવવામાં આવશે. તેણે એ વાત પર પણ ભાર મૂક્યો કે મયંક સંપૂર્ણપણે ખતરાની બહાર છે. જોકે હવે તે રેલવે સામેની આગામી મેચમાં રમી શકશે નહીં.

રણજી સિઝનમાં મયંક અગ્રવાલ જોરદાર ફોર્મમાં

છેલ્લા 2 વર્ષથી ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેલો મયંક અગ્રવાલ વર્તમાન રણજી સિઝનમાં જોરદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેણે ગુજરાત અને ગોવા સામે સતત બે મેચમાં સદી ફટકારી હતી, જ્યારે તેણે ત્રિપુરા સામે પણ અડધી સદી ફટકારી હતી. તેમની ટીમે આ મેચ 29 રને જીતી હતી.

આ પણ વાંચો : શાહીન આફ્રિદીએ T20 મેચમાં સુપર ઓવર ન થવા દીધી! એવી બેટિંગ કરી કે બધા જોતા રહી ગયા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Related post

દ્વારકા વીડિયો : PM નરેન્દ્ર મોદીએ જગત મંદિરે દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું

દ્વારકા વીડિયો : PM નરેન્દ્ર મોદીએ જગત મંદિરે દ્વારકાધીશના…

દ્વારકાના જગત મંદિરમાં PM નરેન્દ્ર મોદીમાં ભગવાન દ્વારકાધીશની પૂજા કરી છે. તેમજ આરતી પણ કરી છે. આજે પીએમ નરેન્દ્ર મોદીએ દિવસની…
What India Thinks Today: ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પાસેથી જાણો શું મોદી સરકાર કરશે હેટ્રિક ? કેવી રીતે ?

What India Thinks Today: ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પાસેથી…

દેશનું સૌથી મોટું ન્યૂઝ નેટવર્ક TV 9 ફરી એકવાર તેના What India Thinks Today પ્લેટફોર્મ સાથે તૈયાર છે. આ 3 દિવસીય…
Ahmedabad Video : માંડલ-અમરેલી અંધાપાકાંડમાં મોટી કાર્યવાહી, 3 ડોકટરને કરાયા સસ્પેન્ડ

Ahmedabad Video : માંડલ-અમરેલી અંધાપાકાંડમાં મોટી કાર્યવાહી, 3 ડોકટરને…

માંડલ – અમરેલી અંધાપાકાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અંધાપાકાંડના પગલે ગુજરાત મેડિકલ કાઉન્સિલએ મીટીંગ કરી હતી જેમાં એક મોટો નિર્ણય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *