બ્રેકિંગ ન્યૂઝ : બોટકાંડ બાદ બાળકોને પ્રવાસ લઇ જતી શાળાઓ માટે કડક સૂચના, અમદાવાદ DEOએ નિયમો જણાવ્યા

બ્રેકિંગ ન્યૂઝ : બોટકાંડ બાદ બાળકોને પ્રવાસ લઇ જતી શાળાઓ માટે કડક સૂચના, અમદાવાદ DEOએ નિયમો જણાવ્યા

બ્રેકિંગ ન્યૂઝ : બોટકાંડ બાદ બાળકોને પ્રવાસ લઇ જતી શાળાઓ માટે કડક સૂચના, અમદાવાદ DEOએ નિયમો જણાવ્યા

વડોદરામાં બનેવી બોટ દુર્ઘટના બાદ હવે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ કડક વલણ અપનાવ્યુ છે. તેમણે જિલ્લાની તમામ શાળાઓને કડક સૂચના આપી છે.લોકલ કે દૂર બંને પ્રવાસની જિલ્લા શિક્ષણ કચેરી કક્ષાએ મંજુરી લેવી ફરજીયાત કરી છે. પ્રવાસની શરતો અને માર્ગદર્શિકા અંગે શાળાઓને ફરીવાર જાણ કરવામાં આવી છે.

સ્થાનિક કે દૂરના પ્રવાસ માટે મંજુરી લેવી ફરજિયાત

અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ વડોદરા બોટ દુર્ઘટના પછી શાળાઓ સામે કડક વલણ અપનાવ્યુ છે. પ્રવાસને લઇ શાળાઓને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. સાથે જ
સ્થાનિક કે દૂર બંને પ્રવાસની DEO કક્ષાએ મંજુરી લેવા અંગે પણ સૂચના આપવામાં આવી છે.

વાહનના ડોક્યુમેન્ટ વાહન એક્ટ મુજબ હોવા જરૂરી

અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારીએ આપેલી સૂચના અનુસાર પ્રવાસ માટે લઇ જવાના વાહનના ડોક્યુમેન્ટ વાહન એક્ટ મુજબ હોવા જરૂરી છે. સાથે જ રાત્રી દરમિયાન કોઈપણ શાળાએ પ્રવાસ ન ખેડવા અંગેના નિયમની પણ જાણ કરવામાં આવી છે. તો આ સાથે જ મંજૂરી વિના પ્રવાસે લઇ જવાય તો શાળાની મંજૂરી રદ કરવા સુધીના પગલાં લેવા અંગેની પણ કડક સૂચના આપવામાં આવી છે. તેમણે જણાવ્યુ થે કે શરત ભંગના કેસમાં શાળાઓને નોટિસ આપવામાં આવશે.

માર્ગદર્શિકાના ઉલ્લંઘન બદલ થશે કડક કાર્યવાહી

જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરી દ્વારા શાળાઓને પ્રવાસ માટેની તમામ શરતો અને માર્ગદર્શિકા જણાવવામાં આવી છે. જો આ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવામાં આવશે તો શાળા સામે પગલા લેવા અંગેનું પણ કડક સૂચન કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો-દાહોદના ચાકલિયા રોડ પર માત્ર 32 લાખમાં ખરીદી શકશો વિશાળ ઘર, જાણો શું છે વિગત

મહત્વનું છે કે વડોદરાની ન્યૂ સનરાઈઝ નામની શાળાના વિદ્યાર્થીઓને હરણી તળાવ ખાતે પ્રવાસ માટે લઈ ગયા હતા. જ્યાં બાળકોને બોટિંગ કરાવવામાં આવ્યુ હતુ. તે સમયે બોટ પલટી જતા 12 બાળકો અને 2 શિક્ષકનું ડૂબવાથી મોત નિપજ્યું હતી. મળતી માહિતી અનુસાર બોટની ક્ષમતા કરતા વધારે લોકોને બેસાડ્યા હોવાથી આ દુર્ઘટના બની હતી. તેમજ લાઈવ જેકેટ પણ આપવામાં આવ્યા ન હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

મીન રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે કાર્યસ્થળે ફાયદો થશે, અડચણ દૂર થવાની સંભાવના

મીન રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે…

સાપ્તાહિક રાશિફળ 26 February to 3 March 2024: જાણો કેવો રહેશે તમારું અઠવાડિયું? અઠવાડિયા દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા…
કુંભ રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે સારા સમાચાર મળશે, ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે

કુંભ રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે…

સાપ્તાહિક રાશિફળ 26 February to 3 March 2024: જાણો કેવો રહેશે તમારું અઠવાડિયું? અઠવાડિયા દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા…
મકર રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે અટકેલા નાણાં પરત મળશે, મતભેદ દૂર થશે

મકર રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે…

સાપ્તાહિક રાશિફળ 26 February to 3 March 2024: જાણો કેવો રહેશે તમારું અઠવાડિયું? અઠવાડિયા દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *