બ્રેકિંગ ન્યૂઝ : પોરબંદર સમુદ્રમાંથી ડ્રગ્સ ઝડપાવાના કેસમાં જહાજના 6 ક્રુ-મેમ્બરને આજીવન કેદની સજા

બ્રેકિંગ ન્યૂઝ : પોરબંદર સમુદ્રમાંથી ડ્રગ્સ ઝડપાવાના કેસમાં જહાજના 6 ક્રુ-મેમ્બરને આજીવન કેદની સજા

બ્રેકિંગ ન્યૂઝ : પોરબંદર સમુદ્રમાંથી ડ્રગ્સ ઝડપાવાના કેસમાં જહાજના 6 ક્રુ-મેમ્બરને આજીવન કેદની સજા

પોરબંદર સમુદ્રમાં જહાજમાંથી 1445 કિલો હેરોઇન ઝડપાવાના કેસમાં કોર્ટે 10 ક્રુ-મેમ્બરને સજા ફટકારી છે. આ કેસમાં 6 ક્રુ-મેમ્બરને આજીવન કેદ તો 4 ક્રુ-મેમ્બરને 10-10 વર્ષની સજા તેમજ તમામને એક એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં પોરબંદર અરબી સમુદ્રમાં ગુજરાત કોસ્ટગાર્ડ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે હેનરી જહાજમાંથી 1445 કિલો હેરોઇન જેની બજાર કિંમત 4800 કરોડ ઝડપી પાડ્યું હતું. આ હેરોઇન સાથે સેટેલાઈટ ફોન અને 13 જેટલા શખ્સોની પણ અટકાયત કરવામાં આવી હતી.

વર્ષ 2017માં કોસ્ટગાર્ડ અને એસ.ઓ.જીએ સફળતા પૂર્વક ઓપરેશન પાર પાડી તમામને પોરબંદર કોર્ટમાં રજૂ કર્યા હતા. આ કેસ દરમિયાન ત્રણ આરોપીઓના મોત થયા હતા. ત્યારે આજે પોરબંદરની એડિશનલ કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં મુખ્ય 6 આરોપીઓને આજીવન કેદ અને અન્ય 4 આરોપીને 10-10 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. તેમજ એક એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

હેનરી જહાજ પાકિસ્થાનના ગવાદર બંદરથી નીકળ્યું હતું અને ગુજરાતના સમુદ્ર કિનારા પર હેરોઇન ઉતારવાનું હતું હેરોઇન ભરેલ જહાજ સમુદ્રમાંથી જ સુરક્ષા એજન્સીઓએ ઝડપી લેતા ડ્રગ્સ માફિયાઓનો મનસૂબો નાકામયાબ રહ્યો હતો.

આ પણ વાંચો બ્રેકિંગ ન્યૂઝ: જુનાગઢમાં 335 જેટલા બેંક એકાઉન્ટના તોડકાંડમાં ફરાર ASI દીપક જાનીની કરાઈ અટકાયત, ATS એ શરૂ કરી પૂછપરછ

Related post

મીન રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે કાર્યસ્થળે ફાયદો થશે, અડચણ દૂર થવાની સંભાવના

મીન રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે…

સાપ્તાહિક રાશિફળ 26 February to 3 March 2024: જાણો કેવો રહેશે તમારું અઠવાડિયું? અઠવાડિયા દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા…
કુંભ રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે સારા સમાચાર મળશે, ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે

કુંભ રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે…

સાપ્તાહિક રાશિફળ 26 February to 3 March 2024: જાણો કેવો રહેશે તમારું અઠવાડિયું? અઠવાડિયા દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા…
મકર રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે અટકેલા નાણાં પરત મળશે, મતભેદ દૂર થશે

મકર રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે…

સાપ્તાહિક રાશિફળ 26 February to 3 March 2024: જાણો કેવો રહેશે તમારું અઠવાડિયું? અઠવાડિયા દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *